For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Menstrual Hygiene Day: પીરિયડ્ઝ વિશે આ 5 મિથ અને તેની હકીકત, દરેક મહિલાએ જરૂર જાણવી જોઈએ

આજે મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે પર અમે તમને પીરિયડ્ઝ સાથે જોડાયેલ અમુક ભ્રામક મિથ અને ફેક્ટ વિશે જણાવીએ છીએ જેને દરેક મહિલાએ જાણવા જોઈએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં આજે માસિક ધર્મ સ્વચ્છતા દિવસ એટલે કે મેંસ્ટ્રુઅલ હાઈજીન ડે મનાવવામાં આવી રહ્યો છે. મેંસ્ટ્રુઅલ હાઈજીન ડે મનાવવાની શરૂઆત વર્ષ 2013માં વૉશ (જળ સ્વચ્છતા તેમજ આરોગ્ય રક્ષા) દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ પહેલી વાર 28 મે, 2014ના રોજ મનાવવામાં આવ્યો હતો. પીરિયડ્ઝ એક મહિલાના શરીરની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાંને એક છે માટે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે મહિલાઓ પોતાના ફર્સ્ટ પીરિયડ્ઝ ના વિચારથી ગભરાઈ જાય છે. આ દરમિયાન મહિલાઓ અને છોકરીઓ હેલ્ધી અને હાઈજીન પીરિયડ્ઝની જરૂરિયાત પર ધ્યાન આપવાનુ ભૂલી જાય છે. એવામાં આજે મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે પર અમે તમને પીરિયડ્ઝ સાથે જોડાયેલ અમુક ભ્રામક મિથ અને ફેક્ટ વિશે જણાવીએ છીએ જેને દરેક મહિલાએ જાણવા જોઈએ.

periods

1. મિથઃ પૂજા કરવા કે મંદિરમાં પ્રવેશ કરવા સાથે સંબંધિત

ફેક્ટઃ આ માત્ર એક સાંસ્કૃતિક માન્યતા છે કે પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓ અશુદ્ધ કે અપવિત્ર હોય છે. પીરિયડ્ઝ એ એક જૈવિક પ્રક્રિયા છે તેને ધાર્મિક ભાવનાઓ કે સ્વચ્છતા સાથે કોઈ સંબંધ નથી.

2. મિથઃ અથાણાંને અડવાની અનુમતિ આપવામાં આવતી કારણકે તે ખરાબ થઈ જશે.

ફેક્ટઃ ઘણી મહિલાઓ પહેલા અને અત્યારે પણ પીરિયડ્ઝ દરમિયાન કપડાનો ઉપયોગ કરે છે કે જે એક અનહેલ્ધી રીત છે. આનાથી તમારા ઈંટીમેટ એરિયા અને હાથમાં સુક્ષ્મ જીવોનુ ઉત્પાદન થાય છે માટે અથાણાં અને રસોઈની અન્ય સામગ્રીને અડવી આ દરમિયાન અનહેલ્ધી માનવામાં આવે છે. પરંતુ જો તમે એક સેનેટરી પેડનો ઉપયોગ કરતા હોય કે તમારે કરવો જોઈએ, તે તમારે કિચનમાં જવા અને રસોઈ કરવાથી ખુદને રોકવાની કોઈ જરૂર નથી.

3. મિથઃ પીરિયડ્ઝ દરમિયાન બેડ પર ન સૂવુ જોઈએ

ફેક્ટઃ પહેલા જ્યારે મહિલાઓ સેનેટરી પેડની જગ્યાએ કપડાનો ઉપયોગ કરતી હતી તે તો તેમને લીકેજની સમસ્યાના કારણે બેડ પર સૂવાની મનાઈ કરવામાં આવતી. જો કે હવે જ્યારે ઘણી મહિલાઓ પોતાના માસિક ધર્મ દરમિયાન સ્વચ્છ અને સુરક્ષિત રીતોનો ઉપયોગ કરી રહી છે તો તેમણે બેડ પર ન સૂવા જેવી વસ્તુઓનુ પાલન કરવાની કોઈ જરુર નથી.

4. મિથઃ પીરિયડ્ઝ દરમિયાન છોડને ન અડવા કારણકે તે મરી જશે

ફેક્ટઃ એવુ બિલકુલ નથી, પીરિયડ્ઝ દરમિયાન એક મહિલા સામાન્ય જીવન જીવી શકે ચે અને છોડને અડવાથી તે મરશે નહિ. પીરિયડ્ઝ દરમિયાન એક મહિલાને સૌથી વધુ દેખરેખની જરૂર હોય છે.

5. મિથઃ પીરિયડ્ઝ દરમિયાન ફિઝિકલ એક્ટિવિટી ન કરવી જોઈએ.

ફેક્ટઃ આવુ દરેક કેસમાં થાય એવુ જરૂરી નથી. પીરિયડ્ઝ દરમિયાન ફિઝિકલ એક્ટિવિટી કે કસરત, યોગા કરવાથી પીડામાં આરામ મળે છે. ઘણી મહિલાઓની આ દરમિયાન તબિયત વધુ ખરાબ થાય છે, તેમને આરામની સલાહ આપવામાં આવે છે.

English summary
Menstrual Hygiene Day 2021: Women should know about these 5 myths and facts about periods.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X