વિદેશમાં ડંકો વગાડનાર મોદીકુર્તા અંગેની જાણી-અજાણી વાતો
ગાંધીનગર, 18 સપ્ટેમ્બર: અડધી બાંયનો કુર્તો, સ્ટેડિંગ કોલર સુધી બટન અને ખભાની સિલાઇ પર નેટની ડિટેલિંગ. કાં તો બટનવાળા કફ સાથે આખી બાંયનો કુર્તો. આ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ટ્રેડમાર્ક છે. ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવેલા નરેન્દ્ર મોદીના વસ્ત્રો ફેશનની દુનિયામાં મોદી કુર્તો કહેવામાં આવે છે. આ દેશમાં પહેલાંથી જ રજિસ્ટર્ડ લેબલ છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ બ્રાંડ વિદેશ જઇ રહી છે, કારણ કે બ્રિટન, અમેરિકા અને પૂર્વી આફ્રિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં આને લઇને ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 150 કરોડ રૂપિયાની ક્લોથિંગ ચેન ઝેડ બ્લ્યૂના માલિક બિપીન ચૌહાણે કહ્યું હતું કે 'અમારી પાસે દેશમાં કુર્તાની રિટેલ સેલના ટ્રેડમાર્ક અધિકાર છે.''
બિપિન ચૌહાણ અને તેમના ભાઇ બે દાયકાથી નરેન્દ્ર મોદીના વસ્ત્રો બનાવે છે. તેમને કહ્યું હતું 'અમે ગત ચાર વર્ષોથી આ પ્રકારના કુર્તા વેચી રહ્યાં છે, પરંતુ ત્યારે તેમને કોઇ લેબલ આપવામાં આવ્યું ન હતું. ''ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં કંપનીના 18 આઉટલેટમાં મોદી કુર્તા 20 કલર અને 12 સ્ટાઇલમાં વેચાઇ રહ્યાં છે.

મોદી કુર્તાની સચ્ચાઇ
એક બ્રાંડના રૂપમાં લોકપ્રિય બનેલા મોદી કુર્તા પાછળ બિપિન ચૌહાણ નામનો એક વ્યક્તિ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નરેન્દ્ર મોદીના પર્સનલ ટેલર છે. બિપિન ચૌહાણ કહે છે કે નરેન્દ્ર મોદી પોતાની સાથે જોડાયેલી દરેક વસ્તુનું ધ્યાન રાખે છે અને કેવી રીતે તેમને આ સફર પાર પાડી.

નરેન્દ્ર મોદી આ 3 વસ્તુને લઇને ક્યારેક કરતા નથી સમાધાન
બિપિન ચૌહાણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી 3 વસ્તુને લઇને ક્યારેય સમાધાન કરતા નથી. પોતાની આંખોને લઇને, પોતાના અવાજને લઇને અને પોતાના કપડાંને લઇને. અત્રે ઉલ્લેખનિય છે કે બિપિન ચૌહાણ વર્ષમાં ઓછામાં ઓછા બે વાર નરેન્દ્ર મોદી સાથે સમય વિતાવે છે. આ મુલાકાત સામાન્ય રીતે 45 મિનિટની આસપાસની હોય છે અને આ દરમિયાન તેમની નરેન્દ્ર મોદીના કપડાંની ડિઝાઇન અને તેના લુક વિશે ચર્ચા થાય છે.

પહેલાં શર્ટમાં બટન લગાવતાં હતા
150 કરોડની ઝેડ બ્લૂ નામની ક્લોથિંગ ચેનના માલિક બિપિન ચૌહાણે પોતાનું કેરિયર શર્ટમાં બટન લગાવવાથી શરૂ કર્યું હતું. તેમની સાથે તેમના મોટા ભાઇ પણ કપડાંની દુકાનોની બહાર શર્ટમાં બટન લગાવવાનું કામ કરતા હતા.

દરેક મહેફિલમાં અલગ તરી આવવા માંગે છે નરેન્દ્ર મોદી
બિપિન ચૌહાણ કહે છે કે નરેન્દ્ર મોદી સૌથી અલગ દેખાવવા માંગે છે. બિપિન ચૌહાણ નરેન્દ્ર મોદીને નેવુંના દસકાથી ઓળખે છે, જ્યારે તે આરએસએસમાં હતા. બિપિઓન ચૌહાણ કહે છે કે આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કપડાંઓમાં સફેદ ખાદીથી માંડીને કેટલાય રંગીન કપડાંઓની સફર પાર પાડી છે, જેમાંથી એક લિનેન છે.

મોદી જ કરે છે કટ, સિલાઇ અને કાપડની પસંદગી
પહેલાં નરેન્દ્ર મોદી કપડાં માટે બિપિન ચૌહાણની દુકાને જતા હતા પરંતુ હવે બિલકુલ ઉલટું છે. હવે ચૌહાણ બંધુ પોતે તેમનું માપ લેવા માટે આવે છે. બિપિન ચૌહાણ કહે છે કે નરેન્દ્ર મોદી કપડાના કટથી માંડીને તેની સિલાઇ સુધીનું બારીકીથી નિરીક્ષણ કરે છે. આમ તો બિપિન ચૌહાણ ક્લાયન્ટ્સમાં અહમદ પટેલ અને ગૌતમ અદાણી જેવી વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

હાફ સ્લીવ કોટન કુર્તા છે મોદીના ફેવરિટ
નરેન્દ્ર મોદીને હાફ સ્લીવ કોટન કુર્તા ખૂબ ગમે છે. તે આ કુર્તાઓને ટાઇટ-ફિટિંગ ચુડીદાર સાથે પહેરવાનું પસંદ કરે છે. તો બીજી તરફ તેમની પસંદગીમાં સ્ટોલ, સૂટ, જેજેટ અને ટી-શર્ટનો પણ સમાવેશ થાય છે.

મોદી કુર્તાનું લોચિંગ
હાફ સ્લીવ કોટન કુર્તા ફક્ત ના મોદીની ઓળખ બની પરંતુ ચૌહાણ બંધુએ તેને નરેન્દ્ર મોદીની પરવાનગી બાદ 'મોદી કુર્તા'ના નામથી બજારમાં લોંચ પણ કર્યા. આ કુર્તા એનઆરઆઇ અને મોદીના પ્રશંસકોમાં ખૂબ લોકપ્રિય છે.

ચૌહાણ બ્રધર્સ
નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ચૌહાણ બ્રધર્સને હોજરી ફેબ્રિકનો ઉપયોગ કરવાનું કહ્યું હતું જેથી તેમના ચૂડીદાર વધુ આરામદાયક બની જાય. નરેન્દ્ર મોદીના જેકેટ બનાવવામાં સામાન્ય રીતે ભાગલપુરના રેશમનો ઉપયોગ થાય છે. નરેન્દ્ર મોદીને ભેટમાં ઘણા કપડાં મળે છે જેમાંથી નરેન્દ્ર મોદી પસંદ કરીને સિવડાવે છે.

20 કલર અને 12 સ્ટાઇલમાં વેચાઇ મોદી કુર્તા
બિપિન ચૌહાણ અને તેમના ભાઇ બે દાયકાથી નરેન્દ્ર મોદીના વસ્ત્રો બનાવે છે. તેમને કહ્યું હતું 'અમે ગત ચાર વર્ષોથી આ પ્રકારના કુર્તા વેચી રહ્યાં છે, પરંતુ ત્યારે તેમને કોઇ લેબલ આપવામાં આવ્યું ન હતું. ''ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં કંપનીના 18 આઉટલેટમાં મોદી કુર્તા 20 કલર અને 12 સ્ટાઇલમાં વેચાઇ રહ્યાં છે.

નહેરુ જેકેટની જેમ મોદી કુર્તા પણ લોકપ્રિય
મોદી કુર્તાને લિનેન પોલિસ્ટન અને લિનેન કોટન જેવા બે ફ્રેબિકમાં બનાવવામાં આવે છે. બિપીન ચૌહાણે કહ્યું હતું કે 'નહેરુ જેકેટની જેમ મોદી કુર્તા પણ એકદમ લોકપ્રિય બન્યા છે.''

નરેન્દ્ર મોદીને પસંદ છે આવા કુર્તા
ચૌહાણ બંધુઓ અને નરેન્દ્ર મોદીની ઓળખ 1990થી છે, જ્યારે તે આરએસએસના પ્રચારક ત્યારથી તેમને અડધી બાંયવાળા પોલિસ્ટર-ખાદી કુર્તા પહેરવાનું પસંદ છે, કારણ કે તેને પ્રેસ કરવી સરળ રહે છે.

અહેમદ પટેલને પસંદ છે આવા કપડાં
કોંગ્રેસી નેતા અહેમદ વિશે બિપિન ચૌહાણ કહે છે કે તે જમીન સાથે જોડાયેલા વિનમ્ર વ્યક્તિ છે. અહેમદ પટેલને પારદર્શી કપડાં પસંદ નથી, પરંતુ તે આછા રંગના વધુ પસંદ કરે છે.

આ નેતાઓને પસંદ છે જેકેટ
વાત સ્ટાઇલની હોય તો દેશના બાકી નેતા પણ પાછળ નથી. નેહરુ જેકેટ દેશના નેતાઓમાં સૌથી વધુ લોકપ્રિય છે અને સામાન્ય રીતે લગભગ બધી પાર્ટીઓના નેતા તેને પહેરતાં જોવા મળે છે. બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંઘિંયા અને એન કે સિંહ જેવા નેતાઓને બંધ ગળાના જેકેટ વધુ પસંદ છે.

સોનિયા અને જેટલીની શું છે પસંદ
અરૂણ જેટલી પોતાની સુંદર શાલોના કલેકશન માટે ઓળખાય છે, મહિલાઓની વાત કરીએ તો સોનિયા ગાંધીએ હેન્ડલુમ સાડીઓને અપનાવી છે તો જયા જેટલીને બનારસી અને દક્ષિણ ભારતીય સાડીઓ ખૂબ ગમે છે.












Click it and Unblock the Notifications
