For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની આ 12 વાતો પર લાગ્યા ''મોદી મોદી''ના નારા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જે પ્રકારે પૉપ સ્ટાર માઇકલ જેક્સને ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર પર પરફોર્મ કરીને દુનિયાના લોકોના દિલો પર રાજ કર્યું હતું, રવિવારે યોજાયેલું નરેન્દ્ર મોદીનું તેનાથી કંઇ ઓછું ન હતું.

18 હજારથી વધુ લોકોથી ભરેલા ઑડિટોરિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પગ મૂક્યો, ચોતરફ એક જ નામ ગૂંજી રહ્યું હતું- ''મોદી મોદી''. લગભગ બે મહિનાથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઇ રહ્યાં હતા તેમને પોતાની વચ્ચે જોઇને ઝૂમી ઉઠ્યા. ભલે તે ભારતીય હોય કે છી અમેરિકન સાંસદ, બધા તેમના દિવાના થઇ ગયા. તેમની દરેક વાત પર તાળીઓની ગડગડાટ અને ''મોદી-મોદી''ના નારા લાગી રહ્યાં હતા. બધા પર નરેન્દ્ર મોદીનો જાદૂ છવાયેલો હતો.

અમેરિકામાં વધતી જ જાય મોદી માટે દિવાનગીઅમેરિકામાં વધતી જ જાય મોદી માટે દિવાનગી

તેમની દરેક વાત પર તાળીઓની ગડગડાટ અને ''મોદી-મોદી''ના નારા લાગી રહ્યાં હતા. બધા પર નરેન્દ્ર મોદીનો જાદૂ છવાયેલો હતો. વચ્ચે-વચ્ચે ''ભારત માતાની જય''ના નારા પણ લાગ્યા હતા.

1

1

અમદાવાદમાં રિક્ષા દ્વારા એક કિલોમીટર જવામાં 10 રૂપિયા લાગે છે પરંતુ ભારતને મંગળ પર પહોંચવામાં પ્રતિ કિમી 7 રૂપિયા જ લાગ્યા.

2

2

પર્સન ઑફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ) કાર્ડ ધારકોને વીઝા સંબંધિત ખૂબ સમસ્યાઓ આવે છે. તેમણે નિર્ણય લીધો છે કે તે લોકોને આજીવન વીઝા આપવામાં આવશે.

3

3

નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે એક નાના અને એક સામાન્ય પરિવારમાંથી છે એટલા માટે દેશના સામાન્ય અને નાના લોકો માટે મોટા-મોટા કામ કરવા માંગે છે.

4

4

તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સફાઇ સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. તેમણે આપણને આઝાદી આપી છે. આપણે લોકોએ તેમના 150મા જન્મદિવસ પર સ્વચ્છ ભારત તેમના ચરણોમાં અર્પિત કરવું જોઇએ.

5

5

નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસવાટ કરતાં ભારતીયોને કહ્યું ''હું તમારા લોકોથી માઇલો દૂર રહું છું, પરંતુ તમારા લોકો સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે મને ખબર છે.''

6

6

તેમણે કહ્યું, ''આપણે લોકો ત્રણ વસ્તુઓ પર ગર્વ કરીએ છીએ. લોકતંત્ર, ભૌગોલિક લાભાંશ અને માંગ. આ ત્રણ વસ્તુઓ એવી છે જે દુનિયાના કોઇપણ દેશ પાસે એક સાથે હોતી નથી.''

7

7

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા દેશના પૂર્વજ સાંપ વડે ખેલ કરતા હતા. હવે આપણા દેશના યુવાનો માઉસ વડે રમે છે અને દુનિયાને તેનાથી રમાડે છે.

8

8

તેમણે આ ઐતિહાસિક મંચ પરથી ફરી એકવાર દુનિયાના દેશો અને એઆરઆઇને ''મેક ઇન ઇન્ડિયા''માં ભાગીદાર બનાવવાની અપીલ કરી.

9

9

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે આખી દુનિયા આપણી પાસે આવે છે પરંતુ ભારતીય આખી દુનિયામાં રહે છે.

10

10

તેમણે કહ્યું કે તે અથવા તેમની સરકાર કોઇ એવું કામ નહી કરે, જેથી દુનિયામાં તમારે શરમાવવું પડે. તમારા માથાને ક્યારેય ઝુકવા દઇશું નહી.

11

11

નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની 65 ટકા યુવા વસ્તી વિશે જોશ પર તેમને વિશ્વાસ છે અને દેશવાસીઓના જુસ્સાના દમ પર તે બધી વાતો કરે છે. તેમને વિશ્વાસ છે કે ભારતમાં ભવિષ્યમાં વિશ્વનું નેતૃત્વ કરી કરવામાં સક્ષમ છે.

12

12

નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે દેશના એવા પ્રથમ નેતા છે, જેને તમે લોકોએ આટલો પ્રેમ અને સન્માન આપ્યું છે. તેનું દેણું તે તમારા સપનાનું ભારત આપીને ચૂકવશે.

English summary
India came of age in the United States with an epic show of political, social and economic clout, and cohesion on a raucous Sunday afternoon at the Madison Square Garden in New York City.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X