આમ તો માત્ર એક એપાર્ટમેન્ટ પરંતુ એક તાલુકા જેટલા લોકો રહે છે, જાણો ક્યાં આવેલી છે આ મહાકાય બિલ્ડીંગ?
દુનિયાભરમાં વધી રહેલી વસ્તીને કારણે શહેરમાં ગીચતા વધી રહી છે. ચીનના મોટા શહેરો પણ આ જ સમસ્યાથી પરેસાન છે. આ જ કારણ છે કે ચીનના ઘણા શહેરોમાં લાખો લોકો રહે છે.
શહેરોમાં વસ્તીની ગીચતા સામાન્યા બાબત છે પરંતુ આજે જે વાત કરવાના છીએ તે બધાથી અલગ છે. આજથી દસ વર્ષ પહેલા ચીને એક ઈમારત બનાવી છે તેમાં ત્રીસ હજાર લોકો રહે છે.

ચીનના હાંગઝોઉના કિઆનજિયાંગ સેન્ચ્યુરી સિટીમાં બનેલું રીજન્ટ ઈન્ટરનેશનલ એપાર્ટમેન્ટ અજીબ કારણથી સમાચારોમાં રહે છે. એસ પેટર્નમાં બનેલી ઇમારતમાં કુલ ત્રીસ હજાર લોકો એકસાથે રહે છે.
અહીં આટલી મોટી વસ્તી તેને એક નાનું શહેર બનાવે છે. આ 36 માળની ઇમારતનું ઉદ્ઘાટન 2013માં થયું હતું. તે સમયે તેમાં વીસ હજાર લોકો રહેતા હતા. હવે દસ વર્ષ પછી અહીં રહેતા લોકોની સંખ્યા ત્રીસ હજાર સુધી પહોંચી ગઈ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ એપાર્ટમેન્ટ એક સમયે હોટલ હતું. હવે તેને એપાર્ટમેન્ટમાં ફેરવી દેવાયુ છે. આ ઈમારત 206 મીટર ઉંચી છે અને 36 માળની છે. આમાં અનેક પ્રકારની સુવિધાઓ છે.
આ બિલ્ડિંગમાં એક મોટું ફૂડ કોર્ટ છે. આ સિવાય એક સ્વિમિંગ પૂલ, બાર્બર શોપ, નેઇલ સલૂન, સુપરમાર્કેટ અને ઇન્ટરનેટ કાફે પણ છે. આ બિલ્ડીંગમાં રહેતા લોકોને કોઈ પણ વસ્તુ માટે બહાર જવાની જરૂર નથી. તેમને આ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ મળે છે.












Click it and Unblock the Notifications
