MP Salary : સાંસદોને કેટલી સેલેરી મળે? જાણો લોકસભા અને રાજ્યસભા મેમ્બરના પગારમાં કેટલો ફર્ક હોય છે?

MP Salary : ભારતની સંસદ બે ભાગમાં વહેંચાયેલી છે. ઉપલુ ગૃહ એટલે કે રાજ્ય સભા અને નીચલુ ગૃહ એટલે લોકસભા સભા.

લોકસભામાં સામાન્ય ચૂંટણી દ્વારા સભ્ચોની એન્ટ્રી થાય છે તો રાજ્યસભા ચૂંટણીની પ્રક્રિયા થોડી અલગ છે. જણાવી દઈએ કે બન્ને ગૃહોને સભ્યોને સરકાર દ્વારા ચોક્કસ પગાર મળે છે.

MP Salary

જણાવી દઈએ કે, ભારતમાં બંને ગૃહોના સાંસદોનો પગાર અને ભથ્થા લગભગ એકસરખા છે. તમામ સાંસદો ભારતીય સંસદના સભ્યો છે, જેમના પગાર અને ભથ્થા સંસદીય અધિનિયમ હેઠળ નક્કી થાય છે.

રાજ્યસભા અને લોકસભાના સાંસદો વચ્ચે કાર્યશૈલી, સભ્યપદ અને પ્રતિનિધિત્વના આધારે કેટલાક તફાવત છે પરંતુ તેમના પગારમાં મોટો તફાવત નથી.

લોકસભા સાંસદનો પગાર સંસદના નિયમો અને કાયદાઓ હેઠળ નક્કી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2020-21માં લોકસભાના સાંસદોનો મૂળ પગાર 1,00,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો.

આ સિવાય સાંસદોને દૈનિક ભથ્થું અને મુસાફરી ભથ્થા મળે છે. સંસદ સત્ર દરમિયાન દૈનિક ભથ્થું પણ મળે છે અને સંસદ ભવનમાં બેસવાની સુવિધા, સરકારી આવાસ જેવા અન્ય ભથ્થા પણ સાંસદોને મળે છે.

રાજ્યસભાના સાંસદોનો પગાર અને ભથ્થા લોકસભાના સાંસદો જેટલા જ છે. રાજ્યસભાના સભ્યોને પણ લોકસભાના સાંસદો જેવા જ નિયમો અને ભથ્થાં મળે છે. રાજ્યસભાના સાંસદનો મૂળ પગાર 1,00,000 રૂપિયા પ્રતિ માસ છે.

રાજ્યસભામાં સાંસદો રાજ્યની વિધાનસભાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાય છે, તેથી તેમની કાર્યશૈલી અને જવાબદારીઓ અલગ હોય છે. તેમ છતાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો વચ્ચે પગાર અને ભથ્થાંના સંદર્ભમાં કોઈ ખાસ તફાવત નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X