તો નરેન્દ્ર મોદી થયા ભાજપ વિરોધી અને કેજરીવાલ 'આપ' વિરૂદ્ધ

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં સોમવારે વારાણસીમાં વોટિંગ દરમિયાન લગભગ 2500 નરેન્દ્ર અને 3600 અરવિંદ પોતાના મતના અધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત એવા લોકો પણ ઓછા નથી, જેમના નામ કોંગ્રેસ, બસપા, સપા, માકપાના ઉમેદવારો સાથે મેળ ખાય છે.
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉપરાંત આ સીટ પરથી આપના અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના અજય રાય, સપાના કૈલાશ નાથ ચોરાસિયા, બસપાના વિજય પ્રકાશ જાયસવાલ અને માકપાના હીરાલાલ યાદવ મેદાનમાં છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસની ઇન્દિરા તિવારી, અન્ય પાર્ટીઓના ઉમેદવાર અને 20 અપક્ષ ઉમેદવાર પણ કાશીથી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.
આ પ્રકારે 16 લાખ મતદારોવાળી આ સીટ પર રેકોર્ડ 42 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. 16 લાખ મતદારોમાંથી લગભગ 2500 એવા છે, જેનું પ્રથમ નામ નરેન્દ્ર છે. ઉમેદવારોમાં નરેન્દ્ર મોદી ઉપરાંત જનશક્તિ એકતા પાર્ટીના નરેન્દ્ર નાથ દુબે અડિગ અને અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર બહાદુર સિંહ સામેલ છે. જ્યારે મતદાર યાદીમાં લગભગ 3600 લોકોના નામ અરવિંદ છે.
જો કે કોઇપણનું નરેન્દ્ર મોદી કે અરવિંદ કેજરીવાલ નથી. મોદી અને કેજરીવાલ અહીંના વોટર પણ નહી. કોંગ્રેસ ઉમેદવાર અજય રાયના નામવાળા લગભગ 15 મતદારો છે જ્યારે તેમના પહેલા નામ 'અજય'વાળા લગભગ 16 હજાર મતદારો છે.
કૈલાશ નાથ ચોરાસિયા નામના ત્રણ મતદારો આ સીટ પર છે જ્યારે તેમના પ્રથમ નામવાળા 6600થી વધુ લોકો છે. બસપાના ઉમેદવાર વિજય પ્રકાશ જાયસાલના પહેલા નામવાળા કાશીમાં 17 હજાર મતદારો છે.
માકપા ઉમેદવાર હીરાલાલ યાદવની વાત કરીએ, તો ઓછામાં ઓછા 30 મતદારોના નામ બિલકુલ આ જ છે જ્યારે 'હીરા' નામવાળા 14,000 મતદારો વારાણસીમાં છે. એકમાત્ર ઉમેદવાર ઇન્દિરા તિવારીના નામવાળી લગભગ 200 મતદારો છે. આ સુંદર અને રસપ્રદ રંગોમાં રંગાયેલ છે કાશી, જેનો ફેંસલો ટૂંક સમયમાં જ તમારા અને આપણા બધાની સમક્ષ હશે.












Click it and Unblock the Notifications
