National Best Friends Day: કેમ મનાવવામાં આવે છે બેસ્ટ ફ્રેન્ડ્સ ડે, દોસ્તોને આજના દિવસે જણાવો તેમનુ મહત્વ
આખી દુનિયામાં આજે દોસ્તીની ઉજવણી માટે બેસ્ટ ફ્રેન્ડ્સ ડે મનાવવામાં આવી રહ્યો છે.
નવી દિલ્લીઃ આખી દુનિયામાં આજે દોસ્તીની ઉજવણી માટે બેસ્ટ ફ્રેન્ડ્સ ડે મનાવવામાં આવી રહ્યો છે. નેશનલ બેસ્ટ ફ્રેન્ડસ ડે સંયુક્ત રાજ્ય અમેરિકા સહિત ઘણા દેશોમાં 8 જૂને મનાવવામાં આવે છે. નામ પરથી જાણવા મળે છે તેમ આ દિવસે તમે એ લોકોનો આભાર માનો છો કે જે તમારા જીવનમાં હંમેશા એક સપોર્ટ સિસ્ટમ અને તમારી સૌથી નજીક છે - તમારા સૌથી સારા દોસ્ત બનીને રહે છે. બેસ્ટ ફ્રેન્ડ્ઝ ડેના દિવસે તમને તમારા સૌથી સારા દોસ્તને એ જણાવવાનો મોકો મળે છે કે તમે તેની કેટલી પ્રશંસા કરો છો, તે તમારા માટે કેટલો ખાસ અને મહત્વપૂર્ણ છે. પરિવાર બાદ આપણા બધાના જીવનમાં એક સૌથી સારો દોસ્ત હોય છે જેને આપણે આપણુ દરેક સુખ-દુઃખ વહેંચીએ છીએ.

કેમ મનાવવામાં આવે છે બેસ્ટ ફ્રેન્ડઝ ડે
બેસ્ટ ફ્રેન્ડસ ડે મનાવવાનો હેતુ એ લોકોનો આભાર માનવવાનો છે જે તમારા જીવનમાં હંમેશા તમને સપોર્ટ કરે છે. દોસ્ત એ હોય છે જેમની સાથે તમે પોતાની બધી સિક્રેટ પણ શેર કરો છો, સુખ-દુઃખ વહેંચવા માંગો છો, મસ્તી કરો છો, બહાર ફરો છો. 8 જૂને તમે તમારા જીવનમાં આ લોકો માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકો છો. આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો પોતાના સૌથી સારા દોસ્તોને બેસ્ટ ફ્રેન્ડ્ઝ ડેની શુભકામના આપવા માટે જઈ શકતા નથી પરંતુ કોરોના કાળમાં પણ તમે ઑનલાઈન, સોશિયલ મીડિયા દ્વારા પોતાના દોસ્તોને આ દિવસની શુભકામનાઓ આપી શકો છો.
બેસ્ટ ફ્રેન્ડ્ઝ ડેનો ઈતિહાસ
બેસ્ટ ફ્રેન્ડઝ ડેનો ચોક્કસ ઈતિહાસ કે બેસ્ટ ફ્રેન્ડઝ ડે ક્યારથી મનાવવામાં આવી રહ્યો છે તેના વિશે વધુ માહિતી નથી. એવુ માનવામાં આવે છે કે લોકોએ આને 1935માં અમેરિકામાં મનાવવાનુ શરુ કર્યુ હતુ. આ દિવસ યુવા પેઢી વચ્ચે લોકપ્રિય છે કારણકે તે પોતાના દોસ્તોને મળે છે અને આ દિવસને પૂરા જોશ સાથે મનાવે છે. આપણા જીવનમાં ઘણા દોસ્ત હોય છે પરંતુ તેમાં અમુક ખાસ હોય છે જેના પર આપણે ભરોસો કરી શકીએ છીએ, ભલે ગમે તે થાય. આ દિવસ તમે પોતાના સૌથી સારા દોસ્તોને તેમની મનગમતી વસ્તુ ભેટ આપી શકો છો.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
