For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

navratri 2022 : નવરાત્રિ પહેલા ઘરના મંદિરને આ રીતે સાફ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ

નવરાત્રિ પહેલા ઘરના મંદિરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન ફક્ત સ્વચ્છ મંદિરમાં જ વાસ કરે છે. મોટાભાગના ઘરોમાં લાકડાના મંદિરો છે, જેની સફાઈ કરવી એ એક મોટું કામ છે.

|
Google Oneindia Gujarati News

navratri 2022 : શારદીય નવરાત્રિ થોડા જ દિવસોમાં શરૂ થવાની છે. આ 9 દિવસોમાં લોકો દેવી દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રિ પહેલા ઘરના મંદિરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન ફક્ત સ્વચ્છ મંદિરમાં જ વાસ કરે છે. મોટાભાગના ઘરોમાં લાકડાના મંદિરો છે, જેની સફાઈ કરવી એ એક મોટું કામ છે, પરંતુ આજે અમે તમને લાકડાના મંદિરને સાફ કરવાના કેટલાક ઘરેલું નુસખા જણાવવા જઈ રહ્યા છીએ. આ ટિપ્સ ફોલો કરીને તમે મંદિરને સંપૂર્ણપણે સાફ કરી શકશો.

ખાવાના સોડા સાથે સ્ટેન સાફ કરો

ખાવાના સોડા સાથે સ્ટેન સાફ કરો

પૂજા કરતી વખતે ઘણીવાર મંદિરમાં ગુલાલ અથવા ચંદનના ડાઘા પડે છે. જો તેને સાફ ન કરવામાં આવે તો આ ડાઘા સરળતાથી ઉતરતાનથી.

તમે તેને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે 2 કપ પાણીમાં 1 ચમચી ખાવાનો સોડા મિક્સ કરીનેસોલ્યુશન તૈયાર કરો.

આ સોલ્યુશનને ડાઘવાળી જગ્યા પર લગાવો અને તેને આમ જ રહેવા દો. લગભગ 5-10 મિનિટ પછી, તેને ક્લિનિંગબ્રશ અથવા કોટનથી ઘસીને સાફ કરો.

વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે

વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે

લોકો મંદિરમાં ઘી કે તેલનો દીવો પ્રગટાવે છે. આવી સ્થિતિમાં મંદિર પર ઘણી વખત તેલના મુલાયમ ડાઘા પડે છે.

આ સિવાય મંદિર પરધૂપના ઘાટા ડાઘ પણ લાગે છે. તેમને સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકાય છે.

આ માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરો અને તેમાં2 ચમચી વિનેગર મિક્સ કરો. હવે આ સોલ્યુશનને ડાઘ પર સ્પ્રે કરો. આ પછી, તેને કોટન અથવા સુતરાઉ કપડાથી ઘસીને ડાઘને સાફ કરો.

ખાવાનો સોડા અને લીંબુનો રસ અસરકારક છે

ખાવાનો સોડા અને લીંબુનો રસ અસરકારક છે

મંદિરને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં 1 ચમચી ખાવાનો સોડાલો અને તેમાં 1 લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિક્સરને ડાઘવાળી જગ્યાઓ પર લગાવો. આ પછી સુતરાઉ કાપડ અથવા કોટન વડે ઘસો.મંદિર પરના ડાઘા થોડીવારમાં સાફ થઈ જશે.

English summary
navratri 2022 : Clean the house temple like this before Navratri, every wish will be fulfilled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X