Navratri 2023: ક્યાંક દશેરા તો ક્યાંક રામલીલા, દેશના અલગ-અલગ ભાગોમાં આ રીતે મનાવાય છે નવરાત્રિનો તહેવાર
Navratri In Different Indian States: શક્તિની આરાધનાના મહા પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં નવરાત્રિ ઉજવવાની રીત અલગ-અલગ છે. આ પ્રસંગે કોલકાતામાં દુર્ગા પૂજા, મૈસુરમાં દશેરા, ઉત્તર ભારતમાં રામલીલા, ગુજરાતમાં ગરબા જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
નવરાત્રિના શુભ અવસર પર, આવો જાણીએ કે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતમાં નવરાત્રિ કેવી રીતે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં ગરબા
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ શારદીય નવરાત્રિના પ્રસંગે કરવામાં આવે છે. ગરબામાં, પરંપરાગત ગુજરાતી ડ્રેસમાં સજ્જ છોકરાઓ અને છોકરીઓ ગરબા પંડાલમાં ગીતો અને સંગીતની ધૂન પર ગરબા કરે છે. ગરબા પંડાલોને ખાસ શણગારવામાં આવે છે. આ તહેવાર દરમિયાન અંબાજી માતાની પૂજા કરવામાં આવે છે. ગરબામાં ભાગ લેવા લોકો ખાસ તૈયારીઓ કરે છે. લગભગ એક મહિના અગાઉ તાલીમ વર્ગમાં જોડાય છે. આજકાલ દેશના અનેક શહેરોમાં ગરબાનો ક્રેઝ વધી રહ્યો છે.
બંગાળમાં દુર્ગા પૂજા
નવરાત્રિ પૂર્વ ભારતીય રાજ્ય બંગાળમાં દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રિના છેલ્લા ચાર દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સમગ્ર પશ્ચિમ બંગાળ રંગો અને રોશનીથી શણગારવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વી પર પોતાના પિયરમાં આવે છે, તેમનુ ખૂબ જ હૂંફ અને પ્રેમથી સ્વાગત કરેવામાં આવે છે. દુર્ગા પૂજા દરમિયાન, વિશાળ પંડાલો શણગારવામાં આવે છે અને દુર્ગામાની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો દસમો દિવસ અનિષ્ટ પર દુર્ગાના વિજય તરીકે ઉજવવામાં આવે છે.
હિમાચલમાં કુલ્લુ દશેરા
હિંદુ નવરાત્રિ પણ હિમાચલમાં ખૂબ જ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રિ ઉત્સવના દસમાં દિવસને હિમાચલમાં કુલ્લુ દશેરા તરીકે ઓળખવામાં આવે છે. તે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાને ચિહ્નિત કરે છે. હિમાચલ અને ભારતના અન્ય રાજ્યોના લોકો દેવી દુર્ગાની પૂજા કરવા માટે વિવિધ મંદિરોની મુલાકાત લે છે. પ્રખ્યાત કુલ્લુ દશેરાનો ભાગ બનવા માટે, તમારે આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશની મુલાકાત લેવી જોઈએ. દેવી-દેવતાઓની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને પૂજા માટે કોઈ શુભ સ્થાન પર લાવવામાં આવે છે. તે દેશના સૌથી અદભૂત સરઘસોમાંનુ એક છે, જે દર વર્ષે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.
ઉત્તર ભારત- રામલીલા અને કન્યા પૂજન
ઉત્તર ભારતમાં મોટાભાગના સ્થળોએ, નવરાત્રિના અવસરે રામલીલાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. હિંદુ મહાકાવ્ય રામાયણમાંથી ભગવાન રામના જીવનને નાટકીય સ્વરુપે થિયેટરો, મંદિરો, પંડાલો અને સ્ટેડિયમોમાં બતાવવામાં આવે છે. આ સિવાય ઉત્તર ભારતમાં નવરાત્રિના 9 દિવસ પૂરા થયા બાદ 9 દેવી-દેવતાઓની કન્યા સ્વરૂપે પૂજા-અર્ચના કરવાનો રિવાજ છે.
રાજસ્થાન- દશેરાનો મેળો
દશેરા રાજસ્થાનમાં તહેવારોની મોસમની શરૂઆત દર્શાવે છે. આ પ્રસંગે રાજસ્થાનમાં અનેક સ્થળોએ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં પ્રાણીઓનો વેપાર થાય છે અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય કોટાનો દશેરા સૌથી પ્રખ્યાત છે. અહીં સૌથી ઉંચુ, 72 ફૂટનો રાવણનુ પૂતળુ સ્થાપિત કરવામાં આવે છે અને દશેરાના દિવસે તેનું દહન કરવામાં આવે છે. રાજસ્થાનના વિવિધ શહેરોમાં દશેરાથી ધનતેરસ સુધીના 20 દિવસના મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જે ભારતમાં અન્ય ધાર્મિક તહેવાર દિવાળીની શરૂઆત કરે છે.
આંધ્ર પ્રદેશમાં બથુકમ્મા પાંડુગા
આંધ્રપ્રદેશમાં નવરાત્રિને "બથુકમ્મા પાંડુગા" તરીકે ઉજવવામાં આવે છે, જેનો અર્થ થાય છે 'આવો, જીવંત માતા દેવી'. નવરાત્રિ ઉત્સવ દેવી ગૌરીને સમર્પિત છે, અને દેવીની મૂર્તિને બથુકમ્મા નામના ફૂલના ઢગલામાં સ્થાપિત કરવામાં આવે છે. તે આંધ્ર પ્રદેશમાં ખાસ કરીને તેલંગાણા ક્ષેત્રમાં સૌથી મહત્વપૂર્ણ પૈકીનો એક જ નહીં પણ સૌથી મોટો તહેવાર પણ છે. સિલ્કની સાડીઓ અને સોનાના આભૂષણોમાં સજ્જ મહિલાઓ દેવી ગૌરીના આશીર્વાદ મેળવવા બથુકમ્માની આસપાસ એકત્ર થાય છે.
કેરળ-સરસ્વતી પૂજા
નવરાત્રિ દરમિયાન કેરળમાં સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ દરમિયાન, વિજયાદશમી નિમિત્તે, ખેતીના ઓજારો, તમામ પ્રકારના સાધનો, પુસ્તકો, સંગીતનાં સાધનો, ઓજારો, મશીનરી અને વાહનને શણગારવામાં આવે છે અને દેવી સરસ્વતીની પૂજા સાથે પૂજા કરવામાં આવે છે. 10મો દિવસ 'વિજય દશમી' તરીકે ઉજવવામાં આવે છે. તે કેરળમાં "વિદ્યારમ્બમ" નો દિવસ છે, જ્યાં નાના બાળકોને વિદ્યાની દીક્ષા આપવામાં આવે છે.
કર્ણાટક - મૈસૂર દશેરા
મૈસૂર દશેરા એ કર્ણાટકનો નદહબ્બા અથવા રાજ્ય-તહેવાર છે, જે સમગ્ર કર્ણાટકમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. તે શારદીય નવરાત્રિથી શરૂ થાય છે અને વિજયાદશમીના અવસરે આયુધ પૂજા સાથે સમાપ્ત થાય છે. આ અવસરે ઘરમાં રાખવામાં આવેલા ઓજારો, શસ્ત્રો, પુસ્તકો, સંગીતનાં સાધનો, સાધનો, મશીનરી અને વાહનને શણગારીને પૂજા કરવામાં આવે છે. મૈસુરમાં દશેરા દેવી ચામુંડીને લઈને શેરીઓમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવવામાં આવે છે. આખા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે.
તમિલનાડુ- બોમ્માઈ કોલુ
તમિલનાડુમાં નવરાત્રિ દરમિયાન માત્ર દુર્ગા જ નહીં પરંતુ લક્ષ્મી અને સરસ્વતી જેવા અન્ય હિંદુ દેવ-દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે. આ તહેવાર માત્ર મહિલાઓ જ ઉજવે છે. દંતકથાઓ અનુસાર, ત્રણ અલગ-અલગ દિવસોમાં ત્રણ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને લોકો એકબીજા સાથે કપડાં, મીઠાઈઓ અને નારિયેળ જેવી ભેટોની આપ-લે કરે છે. તમિલનાડુમાં નવરાત્રિની ઉજવણીનો બીજો રિવાજ કોલુ (ઢીંગલીની મૂર્તિઓ)નું પ્રદર્શન છે. ઢીંગલીઓને કલા અને દિવ્યતાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના લોકો ખાસ કરીને નવરાત્રિ દરમિયાન કાર, મકાન અને મિલકત ખરીદવાને શુભ માને છે. નવરાત્રિ દરમિયાન, પરિણીત મહિલાઓને એકબીજાના ઘરે બોલાવવામાં આવે છે અને તેમને સિંદૂર, બંગડીઓ અને બિંદી વગેરે જેવી શણગારની વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
