For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri Special : ચોથા નોરતે કરો માં કૂષ્માડાંની પૂજા આ રીતે

નવરાત્રીના ચોથા દિવસેમાં કૂષ્માનડાંની પૂજા કરવામાં આવે છે. માં કૂષ્માનડાંની પુજા કરવાથી મનના મનોરથ પૂરા થાય છે. આ અંગે વધુ વાંચો અહીં

By Staff
|
Google Oneindia Gujarati News

આજે નવરાત્રીનો ચોથો દિવસ છે આજનો દિવસ મા કૂષ્માંડાનો છે. માં કૂષ્માંડા ખુબ જ શાંત, સૌમ્ય અને મોહક રૂપ હોય છે. જે તેમના ભક્તોના મનમાં શાંતિ, સૌમ્યતા અને ત્યાગની લાગણી જન્માવે છે. નવરાત્રીના ચોથા દિવસે માં કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે.

maa kushmanda

તો જે લોકો આ રૂપની પૂજા કરે છે તો તેમને સાધક થવાનો લાભ મળશે. આજના દિવસે માંની પૂજા માટે જાતકોએ આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઇએ.

या देवी सर्वभू‍तेषु माँ कूष्माण्डा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કહેવાય છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આજ દેવીએ બ્રહ્માંડનું નિર્માણ કર્યું હતું. માટે આ દેવી જ સૃષ્ટિની આદી-સ્વરૂપા, આદિશક્તિ છે. તે સૂર્યમંડળના અંદરના ભાગમાં વસે છે. તેમના શરીરનો ઉજાસ અને દેખાવ સૂર્ય જેવો ઉજ્વલિત છે.

મા કૂષ્માંડાની ઉપાસમનાથી ભક્તોના તમામ રોગ-શોક મટી જાય છે. તેમની ઉપાસનાથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. સાચા મનથી મા પાસે જે પણ માગો તે જરૂર મળે છે. આજે મનથી માની પૂજા કરવી જોઇએ જેનાથી આવનાર બધા જ સંકટોથી મા આપણું રક્ષણ કરે.

English summary
Here are the special articles on Navratri Festival. On the 4rth day of Navratri people worship Maa Kushmanda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X