નવરાત્રી વિશેષઃ પહેલા દિવસે થાય છે માં શૈલપુત્રીની આરાધના
આજથી માં અંબાના પર્વ નવલી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. નવરાત્રી આજથી શરૂ થઇને 13 ઓક્ટોબર સુધી જ રહેશે. તેથી જે લોકો પહેલા દિવસે અને છેલ્લા દિવસે વ્રત રાખે છે, તે આજે અને 13 ઓક્ટોબરે વ્રત રાખી શકશે.
આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે તેથી આજના દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, તેથી તેમને પ્રથમ દુર્ગા પણ કહેવામાં આવે છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રૂપે ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે. માં શૈલપુત્રીની આરધના માટે ભક્તોએ વિશેષ મંત્રનો જાપ કરવો જોઇએ, જેથી માતાનો આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે. મંત્ર આ છે...

वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।
वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।
નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો ઘરમાં કળશની સ્થાપના કરે છે, જેની સામે આઠ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. માંનું આ અદભૂત સ્વરૂપ છે. જમણા હાથમાં ત્રીશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ લઇને માં પોતાના પુત્રોને આશીર્વાદ આપે છે. શ્વેત અને દિવ્ય રૂપમાં માં વૃષભ પર બેઠા છે.
કહેવાય છે કે, સાચા મનથી માંની અર્ચના કરવામાં આવે તો એ તમામ મનોકામના પૂર્ણ કરે છે. શૈલપુત્રીનું રૂપ ઘણું મોહક અને પ્રભાવશાળી છે તેથી આજે જાતકોએ મનથી માંની પૂજા કરવી જોઇએ જેના કારણે આવાનરા તમામ સંકટો માં દૂર કરી દે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
