અચાનક એક્સ સામે આવી જાય તો ક્યારેય ન કરો આવી ભૂલ
બ્રેકઅપમાં મળેલા દગા અને પરસ્પર મતભેદોને કારણે પૂર્વ પ્રેમીઓ એક બીજાને નફરત કરતા હોય છે. આ સાથે તેઓ એક બીજાનું મોઢુ જોવા પણ રાજી હોતા નથી. આવા સમયે જો એક્સ સામસામે આવી જાય તો, જોવા જેવા દ્રશ્યો સર્જાય છે.
જ્યારે પ્રેમ થાય છે ત્યારે માણસ બધુ જ ભૂલી જાય છે. લોકો દુનિયા ભૂલી પોતાનામાં જ મગ્ન રહે છે. આવા સમયે જ્યારે કોઇ કારણે પ્રેમ સંબંધ સફળ થતો નથી, ત્યારે માણસ ગમમાં ડુબી જાય છે. આ હતાશામાંથી બહાર આવતા તેમને ઘણો સમય લાગે છે.
બ્રેકઅપમાં મળેલા દગા અને પરસ્પર મતભેદોને કારણે પૂર્વ પ્રેમીઓ એક બીજાને નફરત કરતા હોય છે. આ સાથે તેઓ એક બીજાનું મોઢુ જોવા પણ રાજી હોતા નથી. આવા સમયે જો એક્સ સામસામે આવી જાય તો, જોવા જેવા દ્રશ્યો સર્જાય છે. આવા સમયે તમારે સંયમ જાળવી રાખવો જરૂરી છે અને અમુક ભૂલો કરતા બચવું જોઇએ.

એક્સ સામે નોરમલ રહો
જો તમે ક્યારેય એક્સ પાર્ટનરને મળો છો, તો ચોક્કસ તમારા મગજમાં જૂની વાતો ભમવા લાગશે. જેના કારણે મન કડવાશ અને નફરતથી ભરાઈ શકે છે, પરંતુ તમારા વિચારો વ્યક્ત કરવાને બદલે, એક્સની સામે સંપૂર્ણપણે સામાન્ય બનો. જેમ કે તમને કોઈ પરવા નથી. આ પ્રકારનું વર્તન તમારા પૂર્વ પાર્ટનરને અસ્વસ્થ બનાવી શકે છે.

જૂની વાતોને યાદ ન કરો
જ્યારે તમે પૂર્વ પ્રેમીને મળો છો, ત્યારે તેની સામે ભૂતકાળની ભૂલો અને વસ્તુઓનું પુનરાવર્તન કરશો નહીં. કારણ કે, જ્યારે તે સંબંધ તોડતી વખતે અથવા સંબંધમાં તે વસ્તુઓને સમજી શક્યો ન હતો. તો હવે એ ભૂલો કહ્યા કે ગણ્યા પછી પણ તે સમજી શકશે નહીં. તેથી જૂની વસ્તુઓ શેર ન કરો તો તે વધુ સારું રહેશે.

ખોટો ઢોંગ ન કરો
જો તમે તમારા પૂર્વ પ્રેમીને જતાવવા માંગતા હો કે, તમે તેના વિના ખુશ છો અને જીવન સારી રીતે જીવો છો. આ માટે તમે દેખાડો કરીને,બૂમો પાડીને અથવા તેની સામે અતિશય ઉત્તેજિત થઈને અન્યની સામે હાસ્યનું પાત્ર બની શકો છો. આવા સમયે પૂર્વ પ્રેમી તમારી આ વસ્તુઓથી રતીભર પણ ફરક પડશે નહીં.

રોદણા રોશો નહીં
જો તમે ક્યારેય પૂર્વ પ્રેમીનો સામનો કરો છો, તો તમારી જાતને મજબૂત બનાવો. અલબત્ત, જૂના દિવસો યાદ આવે છે, પરંતુ આવા સમયે તમારી લાગણીઓને કાબૂમાં રાખો અને આંસુ વહાવવાની ભૂલ ન કરો. તમારા પૂર્વ જીવનસાથી સામે પોતે નબળા ન બનો.












Click it and Unblock the Notifications
