Newbrew beer : માણસોના પેશાબમાંથી બનાવવામાં આવે છે આ બીયર, જાણી લો નામ

Newbrew beer: આ દુનિયામાં ઘણી ખાવા-પીવાની વસ્તુઓ વિચિત્ર રીતે તૈયાર કરવામાં આવે છે. આવી જ એક વિચિત્ર વસ્તુ એક બીયર છે. કહેવાય છે કે આ બીયરને માણસોના પેશાબમાંથી બનાવવામાં આવે છે.

બજારમાં વિવિધ પ્રકારની બીયર ઉપલબ્ધ છે. આ બ્રાન્ડ વચ્ચે એક એવી બીયર છે જેમાં માણસોના પેશાબથી બને છે અને આ વાતને ખુદ બીયર મેન્યુફેક્ચરિંગ કંપનીએ સ્વીકારી છે.

beer

આની શરૂઆત વર્ષ 2017થી થઈ હતી. આ વર્ષે એક દારૂ બનાવતી કંપનીને વિચાર આવ્યો કે શા માટે બિયર બનાવવા માટે માનવ મૂત્રનો ઉપયોગ ન કરવો. આ માટે આ કંપનીએ ઉત્તરીય યુરોપના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિવલ રોસ્કિલમાં ઘણા બધા શૌચાલય બનાવ્યા અને તેમાં લોકોને મફતમાં પેશાબ કરવાની છૂટ આપી.

ત્યારબાદ અહીંથી લગભગ 50 હજાર લિટર પેશાબ એકઠો કરવામાં આવ્યો અને તેમાંથી બિયર બનાવવામાં આવી. સૌથી મોટી વાત એ છે કે આ બિયર મેન્યુફેક્ચરિંગ કંપનીને સરકાર તરફથી એ મંજૂરી પણ મળી ગઈ છે કે તે આ બિયરને માર્કેટમાં પણ વેચી શકે છે.

આ બીયર સિંગાપોરની એક કંપની બનાવે છે. અહીંથી ઉત્પાદન કર્યા પછી તેને અન્ય દેશોમાં પણ મોકલવામાં આવે છે, જ્યાં તે સ્થાનિક બજારોમાં વેચાય છે. સમગ્ર વિશ્વમાં આ બીયરને ન્યુબ્રુ અથવા નોર્બ્રો તરીકે ઓળખવામાં આવે છે.

જો તમે યુરિન ધરાવતી બીયર પીવા માંગતા ન હોવ તો જ્યારે પણ તમે વાઈન શોપ કે કોન્ટ્રાક્ટમાંથી બીયર ખરીદો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેમાં ન્યુબ્રુ નામની બીયર ન હોય.

કંપનીએ પાણી બચાવવા માટે આવું કર્યું. બીયર બનાવવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. જ્યારે સિંગાપોર જળસંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી વર્ષોમાં આ દેશમાં પાણીની સ્થિતિ વધુ ગંભીર બનવા જઈ રહી છે. આ કારણે જ Nørrebro બિયર બનાવતી કંપનીએ નક્કી કર્યું કે તે પેશાબને રિસાયકલ કરશે અને તેમાંથી બિયર બનાવશે. આ બિયર પીનારા લોકોનું કહેવું છે કે આ બિયર ભલે યુરિનમાંથી બનેલી હોય પણ તેનો સ્વાદ સામાન્ય બીયર જેવી જ હોય ​​છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X