For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોમાં પણ ભાજપ સૌથી લોકપ્રિય પક્ષ: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 માર્ચ: દેશનું ભેટ ભરનાર ખેડૂતો શું સુખી છે? શું તેમના ઘર, તેમના બાળકો સુધી પહોંચી રહી છે સરકારી યોજનાઓ? શું ખેડૂતો ઇચ્છે છે કે તેમના બાળકો પણ હળ ચલાવે, બીજ વાવે અને પાક ઉગાડે? શું આ છે દેશના ખેડૂતોના સૌથી મોટા મુદ્દા, ચિંતાઓ અને દુવિધાઓ?

ખેડૂતો કઇ રાજકીય પાર્ટીઓને સમજે છે પોતાની હિતેચ્છુ અને સૌથી મોટી. સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે કઇ પાર્ટીને વોટ આપી શકે છે ખેડૂતો? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે લોકનીતિ અને સીએસડીએસ દ્વારા કરવામાં આવેલો દેશનો સૌથી પહેલો સૌથી મોટો ખેડૂત સર્વે.

18 રાજ્યોના 137 જિલ્લાઓમાં કૃષિ સાથે જોડાયેલા 11 હજાર લોકો સાથે વાત કરવામાં આવી. 4298 મહિલાઓ અને 2116 યુવાનોને પૂછવામાં આવ્યો તેમનો અભિપ્રાય અને ત્યારે સામે આવી ખેડૂતોની દશા-દુર્દુશાની હકિકત.

સર્વેમાં કયા પશ્નો પૂછવામાં આવ્યા હતા તે જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

ભારતીય ખેડૂતોની સૌથી મોટી સમસ્યા શું છે?

ભારતીય ખેડૂતોની સૌથી મોટી સમસ્યા શું છે?

સર્વેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભારતીય ખેડૂતોની સૌથી મોટી સમસ્યા શું છે? આ પ્રશ્નના જવાબમાં 11 ટકા ખેડૂતોએ કહ્યું હતું કે પાકની કિંમત, 9 ટકાએ કહ્યું હતું કે ખરાબ પાક, 9 ટકાએ કહ્યું હતું કે ખેતીમાં ઘટતી આવક, 6 ટકાએ પાણીનો અછત, 4 ટકાએ ઓછું ઉત્પાદન, 4 ટકાએ નબળી અર્થવ્યવસ્થાને મોટી સમસ્યા ગણાવી હતી. 21 ટકા ખેડૂતો પાસે કોઇ મંતવ્ય ન હતું અને 26 ટકા એવા હતા જેમને અલગ-અલગ અને નાની નાની સમસ્યાઓ ગણાવી.

ખેડૂતો કઇ જવાદારીને લઇને પરેશાન છે

ખેડૂતો કઇ જવાદારીને લઇને પરેશાન છે

ખેડૂતો પોતાની કઇ જવાબદારીને લઇને સૌથી વધુ ચિંતિત અને પરેશાન રહે છે. તેના જવાબમાં 100માંથી 60 ખેડૂતોએ પોતાના બાળકના શિક્ષણને સૌથી મોટી ચિંતા ગણાવી તો 59 ટકા ખેડૂતોએ ખેતીને સૌથી મોટી સમસ્યા ગણાવી, તો 58 ટકા ખેડૂતો રોજગારને લઇને ચિતિંત છે તો 53 ટકા લોકો સ્વાસ્થ્યને લઇને ચિંતિત છે. 100માંથી 47 ખેડૂતો ઘરને લગ્નને લઇને પરેશાન છે તો 31 ટકા લોકો દેવૂ ચૂકવવા લઇને પરેશા છે.

સરકારી યોજનાઓને લઇને ખેડૂતો કેટલા જાગૃત છે

સરકારી યોજનાઓને લઇને ખેડૂતો કેટલા જાગૃત છે

મહત્વપૂર્ણ પ્રશ્ન સરકારી યોજનાઓને લઇને ખેડૂતોની જાગૃતતાનો છે. તેમછતાં જવાબમાં 85 ટકાએ મનરેગા વિશે સાંભળ્યું છે. લઘુતમ ટેકાના ભાવને લઇને 38 લોકો જાગૃત છે તો ડાયરેક્ટ કેશ ટ્રાંસફરને લઇને 30 ટકા જ્યારે સીધા વિદેશી રોકાણને લઇને ફક્ત 7 ટકા લોકો જાગૃત છે.

2014માં ખેડૂતો માટે કયા મહત્વપૂર્ણ મુદ્દા છે

2014માં ખેડૂતો માટે કયા મહત્વપૂર્ણ મુદ્દા છે

એ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 2014માં ખેડૂતો માટે મોટા મુદ્દા કયા છે. 16 ટકા માટે મોંઘવારી, 6 ટકા માટે બેરોજગારી તો 6 ટકા માટે સિંચાઇ, ભ્રષ્ટાચાર, પીવાનું પાણી, ગરીબી અને વિજળી પણ 4-4 ટકા લોકોના મુદ્દા છે. જો કે 30 ટકા લોકોએ કોઇ મંતવ્ય આપ્યું ન હતું તો 24 ટકા માટે અન્ય નાના મુદ્દા મહત્વપૂર્ણ છે.

કઇ પાર્ટી ખેડૂતોનું ધ્યાન રાખે છે

કઇ પાર્ટી ખેડૂતોનું ધ્યાન રાખે છે

ચૂંટણીનો માહોલ છે તો જાણવું જરૂરી છે કે કઇ પાર્ટી પ્રત્યે ખેડૂતોનું વલણ શું છે. પ્રશ્ન એ હતો કે કઇ પાર્ટી ખેડૂતોનું ધ્યાન રાખે છે તો તેના જવાબમાં 13 ટકા લોકોએ કોંગ્રેસનું નામ લીધું. 16 ટકા લોકોએ ભાજપનું તો ત્રીજા મોરચાને માત્ર એક ટકાએ લીલી ઝંડી આપી તો અન્યને 13 ટકાએ જ્યારે 57 ટકા લોકોએ પોતાનો કોઇ મત રજૂ કર્યો ન હતો.

ચૂંટણીમાં કોને વોટ આપશો

ચૂંટણીમાં કોને વોટ આપશો

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે ચૂંટણીમાં કોને વોટ આપશો, તેના જવાબમાં 17 ટકાએ કહ્યું હતું કે કોંગ્રેસ, તો 30 ટકાએ ભાજપને વોટ આપવાની વાત કહી. ત્રીજા મોરચાને 2 ટકા લોકો વોટ આપવા માંગે છે તો 20 ટકા લોકો અન્યને જો કે અહીં પણ 31 ટકાએ લોકોએ કોઇ અભિપ્રાય આપ્યો ન હતો.

English summary
A third of farming households, a key electoral constituency, are likely to vote for the Bharatiya Janata Party (BJP) in the upcoming general election, says a survey conducted by the Centre for the Study of Developing Societies (CSDS) for Bharat Krishak Samaj, a farmers’ association.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X