For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓ સાવધાન! ટેલકમ પાઉડરથી થઇ શકે છે કેન્સર

|
Google Oneindia Gujarati News

લંડન, 19 જૂન : એક નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નિયમિત રીતે ટેલકમ પાઉડરનો ઉપયોગ કરનાર મહિલાઓમાં અંડાશયનું કેન્સર થવાનો ભય એક ચતુર્થાઉન્સ સુધી વધવાની સંભાવના છે.

સમાચાર અનુસાર ડેલી મેલ અનુસાર સંશોધન કર્તાઓએ ચેતવણી આપી છે કે ગુપ્તાંગની આસપાસ ટેલકમ પાઉડર લગાવવાથી તેના કણ શરીરની અંદર પ્રવેશ કરવાનો ખતરો રહે છે. જેના કારણે સોઝો આવી શકે છે અથવા તો તેનાથી કેન્સર થવાનો ભય રહે છે.

સંશોધનકર્તાઓએ અંડાશયના કેન્સરથી પીડીત 8,525 મહિલાઓ અને 9,800 સ્વસ્ત મહિલાઓની વચ્ચે ટેલકમ પાઉડરના ઉપયોગનો તુલનાત્મક અધ્યયન કર્યો છે. તેના ઉપયોગથી કેન્સર થવાની સંભાવના રહેલી છે.

woman
પત્રિકા કેન્સર પ્રીવેન્શન રિસર્ચમાં પ્રકાશિત શોધના પરિણામ અનુસાર નાહ્યા બાદ નિયમિત રીતે ટેલકમ પાઉડરનો ઉપયોગ કરવાથી અંડાશયમાં ગાંઠ અને કેન્સરનો ખતરો 24 ટકા જેટલો વધી જાય છે.

અંડાશયના કેન્સરને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં બિમારીના લક્ષણો ત્યારે જ સામે આવે છે જ્યારે કેન્સર ખૂબ જ વધી ગયું હોય. માટે શોધકર્તાઓએ મહિલાઓને આવા પાઉડરને ગુપ્તાંગની આસપાસ નહીં લગાવવાની હિમાયત કરી છે.

English summary
A new research has suggested women regularly using talcum powder to keep fresh actually increase their risk of developing ovarian cancer by almost a quarter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X