સેલ્ફી વીથ બાપ્પા: ગુજરાતના પંડાલ અને ભક્તોની તસવીરો
વનઇન્ડિયા ગુજરાતી દ્વારા અમે આ વખતે સ્પેશ્યલ સિરિઝ ચલાવી રહ્યા છીએ. જેમાં ગુજરાતભરના પંડાલ અને ગણપતિના ભક્તિની તસવીરો અમે અહીં અમારી આ સ્પેશ્યલ સીરિઝમાં રજૂ કરી રહ્યા છીએ. તો જો તમે પણ તમારા પંડાલ કે તમારા ઘરમાં બીરાજમાન ગણપતિની તસવીરો અમારી આ ન્યૂઝ સાઇટ પર જોવા ઇચ્છો છો. તો તમારે ત્યાંના ગણપતિની તસવીરો અમારી સાથે શેયર કરો. અમે તેની દરરોજ રજૂ થતા અમારા આ આર્ટીકલમાં રજૂ કરીશું.
જો તમે અલગ અલગ થીમ પણ પંડાલ સજાવ્યું હોય તો તમારું નામ, સ્થળની માહિતી અમને નીચેના ટ્વિટર અને ફેસબુક પર મોકલો. અને અમે તમારી આ તસવીરો અને ડિટેલ અમારી આ ખાસ સીરિઝમાં રજૂ કરીશું. ત્યારે આજે જે લોકોએ તેમની તસવીરો અમારી સાથે શેયર કરી છે તેના વિગતો અને તસવીરો જુઓ અહીં. સાથે જ પોતાની ગણપતિ સાથેની તસવીરો મોકલો અહીં...

ઓમ યાદવ તથા કલ્પના યાદવ, વડોદરા
વડોદરામાં વર્ષોથી ગાયકવાડી શાસન હોવાના કારણે ધૂમધામથી ગણપતિ પધારાવાય છે. ત્યારે અહીં રહેતા યાદવ પરિવારે પણ ઘરમાં સરસ મજાનું મંદિર બનાવીને સિદ્ધિ વિનાયકને પધરાવ્યા હતા.

અભય ગોરપદે, અમદાવાદ
તો અમદાવાદમાં પણ અભય ગોરપદેએ ગણેશની પૂજા કરતી તસવીર વન ઇન્ડિયા સાથે શેયર કરી હતી.

મીના દૂઆ
તો મીના દૂઆએ પોતાના વિસ્તારમાં પધરાવેલા ગણેશ પંડાલમાં દર્શન કરતો ફોટો શેર કર્યો હતો.

આંચલ દૂઆ
આંચલ દૂઆ નામની યુવતીને હાથમાં ઇજા થઈ હતી પરંતુ વ્હાલા ગજાનનના દર્શન કરવા તે ખુશી ખુશી પહોંચી હતી. અને આ વાતની ચાડી તેનો ચહેરો પણ ખાય છે!

અમદાવાદ ચા રાજાની રોનક જુઓ
અમદાવાદના જાણીતા "અમદાવાદ ચા રાજા" એટલે કે નહેરૂનગર વિસ્તારના પંડાલમાં બેસાડેલા વિશાળકાય મૂર્તિના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા. અને રાત્રે ત્યાં સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં ઊમટ્યા હતા.

શ્યામલના મયૂરેશાય બન્યા આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં મયુરેશાયની વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મયૂર પર બિરાજમાન ગણપતિને જોવા મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા.

પાલનપુરના ઇકો ફ્રેન્ડલી ગણેશ
પાલનપુર ખાતે આવેલ લક્ષ્મણ ટેકરી યુવક મંડળ દ્વારા આ સુંદર ગણપતિની મૂર્તિ પંડાલમાં મૂકવામાં આવી હતી. નાળિયેરના છોતરામાંથી બનેલી આ ઇકો ફ્રેન્ડી પણ આકર્ષક મૂર્તિએ તમામ લોકોનો મન મોહી લીધા હતા.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
