ઓવલ શેપના ફેસવાળી મહિલાઓએ પોતાના કપાળ પર લગાવવો ગોળ ચાંદલો, દેખાશે ખૂબ જ આકર્ષક

મહિલાઓના અલગ-અલગ આકારના ચહેરા પર અલગ-અલગ પ્રકારની બિંદી લગાવવી જોઈએ. અહીં જાણો કયા ચહેરા પર કેવી બિંદી આકર્ષક લાગશે.

મહિલાઓ પોતાની સુંદરતા નિખારવા માટે સોળ શ્રૃંગાર કરે છે. જેમાં બિંદી એટલે કે ચાંદલો પણ સામેલ છે. બિંદી વિના ભારતીય મહિલાઓ ટ્રેડિશનલ આઉટફીટમાં અધૂરી લાગે છે. સૂટ હોય કે સાડી, લહેંગો હોય કે ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ, દરેક આઉટફીટ સાથે ચાંદલો તમારી સુંદરતામાં એક અલગ જ નિખાર લાવે છે. બિંદી લગાવવાનુ ચલણ સદીઓ જૂનુ છે.

anushka

મહિલાઓના ઘરેણામાં બિંદી સૌથી ખાસ છે. જે આજે પણ મહિલાઓ બિંદી લગાવવાનુ ખૂબ પસંદ કરે છે. બૉલિવુડથી લઈને ટીવી સિરિયલો સુધી, હિરોઈનથી લઈને વેમ્પ સુધી, બિંદી હંમેશા શ્રૃંગારનો મહત્વનો ભાગ રહી છે. બિંદી મહિલાઓના ચહેરાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. પરંતુ બિંદી પછીની સુંદરતા તમારા ચહેરાના આકાર પર પણ આધાર રાખે છે. તમારા ચહેરાના હિસાબે અમે જણાવીએ કે કઈ બિંદી તમારા ચહેરાને સૂટ કરશે.

ગોળાકાર ચહેરા માટે બિંદી

જો તમારો ચહેરો ગોળાકાર આકારનો છે તો ગોળ બિંદીને તમારી પ્રથમ પસંદગી બનાવો. ગોળ ચહેરો ધરાવતી સ્ત્રીઓએ તેમના ચહેરા પર લાંબી બિંદી પહેરવાનું ટાળવુ જોઈએ. કારણ કે લાંબી બિંદી તમારા ચહેરાના ગોળાકારને છુપાવા દે છે. અને તમારા ચહેરાનો આકાર બદલાઈ જાય છે. કોઈપણ પ્રકારની મોટી બિંદી ના લગાવવી.

ચોરસ ચહેરા માટે

જો તમારો ચહેરો ચોરસ આકારનો છે તો તમારે નાની બિંદી પસંદ કરવી જોઈએ. તમારા ચહેરા પર મોટી બિંદી બિલકુલ સારી નથી લાગતી. આવી સ્થિતિમાં તમારે મોટી બિંદી લગાવવાનું ટાળવુ જોઈએ. તમે ગોળ આકારની બિંદી પસંદ કરો. પાતળી બિંદી પણ તમારા ચહેરા પર ખૂબ જ સુંદર લાગશે.

ઓવલ ચહેરા માટે

જો તમારો ચહેરો અંડાકાર આકારનો છે તો તમે તમારા ચહેરા પર તમામ પ્રકારની બિંદી અજમાવી શકો છો. પરંતુ જો તમારુ કપાળ ખૂબ પહોળુ છે, તો તમારે લાંબી બિંદી લગાવવાનુ ટાળવુ જોઈએ. પરંતુ જો તમારુ કપાળ સામાન્ય છે તો તમે તમારા ચહેરા પર કોઈપણ પ્રકારની બિંદી લગાવી શકો છો કારણ કે તે સરસ લાગશે. તમે તમારા આઉટફિટ પ્રમાણે બિંદી પસંદ કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X