Parenting Tips : શું તમારું બાળક ગુસ્સાવાળું છે? આ રીતે કરો ડીલ
Parenting Tips : ઘણા માતાપિતા પોતાના બાળકના જિદ્દી સ્વભાવ અને વાતવાતમાં સામાન ફેંકવા તેમજ ગુસ્સામાં તોડફોડ કરવાની આદતથી પરેશાન હોય છે. આવા સમયે બાળકોની આવી હરકતોનો વિરોધ કરવાને બદલે માતાપિતા તેમની મરજી અનુસાર વર્તવાનું શરૂ કરી દે છે, જેથી કરીને ઘરનું વાતાવરણ શાંત રહે.
કેટલાક પેરેન્ટ્સ તેનો ગુસ્સો શાંત કરવા માટે તેમની સાથે મારપીટ શરૂ કરી દે છે, જે યોગ્ય નથી. બાળકના આવા સ્વભાવ સાથે વ્યવહાર કરવા માટે આ બંને પદ્ધતિઓ ખોટી છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, જેના દ્વારા તમે જાણી શકશો કે બાળક ગુસ્સાવાળો છે કે, નહીં અને તેની સાથે વ્યવહાર કરવાની સાચી રીત કઇ છે.

બાળકમાં ક્રોધાવેશના લક્ષણો
જો તમારું બાળક તેની દરેક ભૂલ માટે બીજાને દોષ આપે છે, તો સમજી લો કે, તેને ગુસ્સાની સમસ્યા છે. જો બાળક કોઈ વાત પર ગુસ્સામા વસ્તુઓ તોડવા લાગે, તો સમજવું કે તે હતાશ અને ગુસ્સામાં છે.
જો તમે તમારા બાળક સાથે સારા સ્વરમાં વાત કરવાને બદલે તેની સાથે ગુસ્સામાં વાત કરો છો, તો તે તમારી વાત સાંભળવાનું બંધ કરી શકે છે. તમારા શબ્દોનો અનાદર કરવા લાગશે.
જો તમારું બાળક ગુસ્સાને શાંત કરવા માટે ઘણી કોશિશ કરે છે, તો સમજી લો કે, તેના ગુસ્સાની સમસ્યા ગંભીર છે. જો તમારું બાળક અન્ય બાળકો સાથે લડે છે અને તેને શાંત કરવું મુશ્કેલ છે, તો આ પણ ગુસ્સાનો મુદ્દો છે.
જો તમારું બાળક કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવાનું પસંદ નથી કરતું, તો સમજી લો કે, તેનામાં કોઈ સ્વીકૃતિ નથી. આ પણ ગુસ્સાના સંકેતો છે.
ગુસ્સાવાળા બાળકને કેવી રીતે શાંત કરવું?
જો તમારા બાળકમાં આવો સ્વભાવ હોય, તો તેને મારવાને બદલે તેની સાથે વાત કરો. તે શા માટે આવું કરી રહ્યો છે, તે સમજવાનો પ્રયાસ કરો. ક્યાંક તે કોઈ તણાવ કે ડિપ્રેશનમાંથી તો નથી પસાર થઈ રહ્યો. આ રીતે તમે તેમાં ફેરફાર લાવી શકો છો.












Click it and Unblock the Notifications
