For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચુક જુઓ: પરેશ રાવલ બનશે ગુજરાતના મુખ્યમંત્રી !!!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર: જાણીતા અભિનેતા પરેશ રાવલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિચર ફિલ્મમાં લીડ રોલ માટે પસંદ કરવામાં આવ્યા છે. વિદેશમાં વસતા ગુજરાતી ફિલ્મ મેકર મિતેશ પટેલ આ ફિલ્મ બનાવી રહ્યાં છે.

તેમાં નરેન્દ્ર મોદીના સંઘર્ષ અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધીની સફર બતાવવામાં આવશે. મિતેશ પટેલ હાલમાં ગુજરાતમાં છે અને ફિલ્મના શુટિંગ માટે લોકેશન ફાઇનલ કરવામાં લાગ્યા છે.

મિતેશ સરદાર પટેલ બાદ મોદી એકમાત્ર એવા નેતા છે, જેમને ખરેખર જનનેતા અને નાયક કહી શકાય. વડોદરામાં જન્મેલા મિતેશ પટેલ ઇચ્છે છે કે ફિલ્મ નરેન્દ્ર મોદીના જીવન અને તેમના કામોને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદગાર થશે. આ ફિલ્મ માટે નરેન્દ્ર મોદી પહેલાંથી જ પરવાનગી આપી ચૂક્યાં છે.

મોદી માટે પ્રચાર ચૂક્યા છે પરેશ રાવલ

મોદી માટે પ્રચાર ચૂક્યા છે પરેશ રાવલ

ગત વિધાનસભાની ચુંટણીમાં પરેશ રાવલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં સભા સંબોધતા નજરે પડ્યાં હતા. પરેશ રાવલના અનુસાર નરેન્દ્રભાઇની પાસે રાજ્ય માટે, દેશ માટે સાચું વિજન છે.

સરદાર પટેલ સાથે મોદીની તુલના

સરદાર પટેલ સાથે મોદીની તુલના

સરદાર પટેલ સાથે મોદીની તુલના કરતાં પરેશ રાવલે કહ્યું હતું કે બંને જ નેતા સીધુસટ અને સ્પષ્ટ બોલનાર છે, સ્વભાવમાં યોગ્ય છે અને ભવિષ્યનું અનુમાન લગાવી નિર્ણય કરે છે. પરેશ રાવલે વધુ પ્રશંસા કરતાં કહ્યું હતું કે બંને જ માટીના લાલ છે.

દેશ માટે મોદી, ફિલ્મ માટે હું

દેશ માટે મોદી, ફિલ્મ માટે હું

પરેશ રાવલના જણાવ્યા અનુસાર આ દેશ માટે તે ક્ષણ નિર્ણાયક હશે, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને આપણું નેતૃત્વ કરશે. તેમના અનુસાર મારી એક્ટિંગ કેરિયર માટે પણ નરેન્દ્ર મોદનો ભજવવો એક નિર્ણાયક અને કાયમી છાપ છોડનાર પળ હશે.

સરદાર પટેલની ભૂમિકા ભજવી ચૂક્યા છે પરેશ રાવલ

સરદાર પટેલની ભૂમિકા ભજવી ચૂક્યા છે પરેશ રાવલ

ગુજરાતમાં રહેનાર પરેશ રાવલ ફક્ત ફિલ્મોમાં જ નહી પરંતુ થિયેટરમાં પણ ઘણા સક્રિય છે. તેમને 1993માં નરેન્દ્ર મોદીના આદર્શ ગુજરાતના જનનાયક સરદાર વલ્લભ ભાઇ પટેલનો રોલ ફિલ્મી પડદે ભજવ્યો હતો. ફિલ્મનું નામ હતું સરદાર અને તે લોહ પુરૂષના જીવન પર આધારિત હતી.

કોણ લખી રહ્યું છે ફિલ્મની કહાની

કોણ લખી રહ્યું છે ફિલ્મની કહાની

મિહિટ બૂટા અને કિશોર મકવાણાએ સામાજિક સમરસતા નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક નરેન્દ્ર મોદીના લેખો અને ભાષણો પર આધારિત હતું. આ બંને ફિલ્મની કહાની લખી રહ્યાં છે. 2014 સુધી ફિલ્મને રિલીજ કરવાની યોજના છે, માટે આ બાયોપિક પર ઝડપથી કામ થઇ રહ્યું છે.

કહાનીની શરૂઆત

કહાનીની શરૂઆત

કહાનીની શરૂઆત તે સમયગાળાથી થશે, જ્યારે નરેન્દ્ર મોદી બસ સ્ટેશન પર ચા વેચતા હતા અને તેનો અંત રાષ્ટ્રીય ક્ષિતિજ પર ઉભરી આવવાના સમય સુધીનો હશે.

English summary
After essaying Sardar Vallabhbhai Patel in ‘Sardar’, Bollywood actor Paresh Rawal is likely to play Narendra Modi’s character in a biopic about the Gujarat chief minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X