ભારતના આ રેલ્વે સ્ટેશન જવા માટે જોઈએ છે પાસપોર્ટ, જાણો કેમ?
ભારતીય રેલ્વે પુરી દુનિયામાં સૌથી મોટી રેલવે છે. ભારતમાં હજારો રેલ્વે સ્ટેશન આવેલા છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીંના જ એક રેલ્વે સ્ટેશન જવા માટે પાસપોર્ટની જરૂર પડે છે.
ભારતીયોને ભારતના જ અટારી સ્ટેશન જવા માટે પાકિસ્તાની વિઝાની જરૂર પડે છે. તમે અહીં વિઝા વિના જઈ શકતા નથી. આ દેશનું આ એકમાત્ર રેલવે સ્ટેશન છે જ્યાં વિઝા જરૂરી છે.

જણાવી દઈએ કે આ રેલવે સ્ટેશન પંજાબના અમૃતસર જિલ્લામાં આવેલું છે અને ઉત્તર રેલવેના ફિરોઝપુર રેલવેના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
તમને સવાલ થતો હશે કે આ રેલવે સ્ટેશન ભારતમાં છે તો પછી વિઝાની જરૂર કેમ પડે? તો જણાવી દઈએ કે, અટારી રેલવે સ્ટેશનથી ટ્રેનો પાકિસ્તાન જાય છે અને અહીં જવા માટે પાકિસ્તાનની પરવાનગી લેવી પડે છે.
સુરક્ષા કારણોસર જો તમે અહીં ફરતા જોવા મળો તો જેલ જવું પડી શકે છે. આ સિવાય જો તમે બળજબરીથી આ સ્ટેશનમાં પ્રવેશવાનો પ્રયાસ કરો છો તો ફોરેન એક્ટની કલમ 14 હેઠળ કેસ નોંધી શકાય છે.
તમને જણાવી દઈએ કે સમજૌતા એક્સપ્રેસ એકમાત્ર ઈન્ટરનેશનલ ટ્રેન હતી. જો તમે આનાથી મુસાફરી કરવા માંગતા હોવ તો ટિકિટ ખરીદવા માટે પાસપોર્ટ નંબર આપવો પડતો. દિલ્હી-અટારી એક્સપ્રેસ, અમૃતસર-અટારી ડેમુ, જબલપુર-અટારી સ્પેશિયલ ટ્રેનો પણ અહીં જોવા મળશે, પરંતુ તેમાંથી કોઈ પણ અટારી-લાહોર લાઇનમાંથી પસાર થતી નથી.












Click it and Unblock the Notifications
