For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવા જીવનસાથીને આજે જ આપો તિલાંજલિ, નહીંતર જિંદગી થઇ જશે બરબાદ

લગ્ન જીવનને તમામ ખુશીઓથી ભરી દે છે. જે કારણે લગ્નનો નિર્ણય સમજી વિચારીને લેવો જોઇએ. લગ્નો ખોટો નિર્ણય તમારી જિંદગી બરબાદ કરી શકે છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન તેના જીવનસાથીનું હોય છે.

|
Google Oneindia Gujarati News

લગ્ન જીવનને તમામ ખુશીઓથી ભરી દે છે. જે કારણે લગ્નનો નિર્ણય સમજી વિચારીને લેવો જોઇએ. લગ્નો ખોટો નિર્ણય તમારી જિંદગી બરબાદ કરી શકે છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન તેના જીવનસાથીનું હોય છે. જીવનસાથી સારો મળી જાય તો જીવન સરળ અને ખુશહાલ બની જાય છે.

જો ખરાબ કે અયોગ્યપાત્ર મળે તો જીવન બરબાદ થઈ જાય છે. ગુરૂડ પુરાણમાં સારા અને ખરાબ જીવન સાથી વિશે ઘણી વાતો જણાવવામાં આવી છે. આ પ્રમાણે પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. ચાલો જાણીએ કે, જો જીવનસાથીમાં આવી ખરાબ આદતો હોય, તો તેમને છોડી દેવામાં જ સમજદારી છે.

અપમાન

અપમાન

પતિ કે પત્ની બંનેએ એકબીજાને માન આપવું જોઈએ. જો બંનેમાંથી કોઈ એક બીજાનું અપમાન કરે છે, તો આવા જીવનસાથીથી અલગ થવુંવધુ સારું રહેશે.

ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અપમાન કરનારા જીવનસાથીથી અલગ થઈ જવું જોઈએ, કારણ કે આવોજીવનસાથી તમારા ખરાબ અને સારા સમયમાં પળે પળે તમારું અપમાન કરતો રહેશે.

સાસરીયાનું સન્માન

સાસરીયાનું સન્માન

વ્યક્તિ ગમે તે હોય, બાદ તે પુરુષ હોય કે સ્ત્રી. બંનેએ એકબીજાના પરિવારના સભ્યોનું સન્માન કરવું જોઈએ. જે વ્યક્તિ તેના સાસરિયાઓનુંઅપમાન કરે છે અથવા દરેક બાબતમાં અભદ્ર ટિપ્પણી કરે છે. આવા પુરુષ કે સ્ત્રી સાથે જીવન વિતાવવું જોઈએ નહીં. જો આવું થાય તોજીવન બરબાદ થઈ શકે છે.

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત

પતિ-પત્નીનો સંબંધ બહુ નાજુક હોય છે. બંનેનો દોર વિશ્વાસથી બંધાયેલો છે. જીવનમાં જો લાઈફ પાર્ટનર કે તેની વાત પર ભરોસો ન હોયતો આવા સંબંધ નિભાવવાનો કોઈ ફાયદો નથી.

વિશ્વાસ વગરના સંબંધને બળપૂર્વક ખેંચવાથી જીવન નરક જેવું બની જાય છે. ગરૂડ પુરાણઅનુસાર જો તમારો જીવનસાથી બેવફા છે, તો તેનાથી અલગ થઈ જવું વધુ સારું છે.

English summary
Pay tribute to such a partner today, otherwise life will be ruined
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X