આ બિમારીથી પીડિત લોકો નહાવાથી ડરે છે, જાણો કેવી રીતે થાય છે આ બિમારી?
આ દુનિયામાં લોકોમાં ઘણા પ્રકારના ડિસઓર્ડર જોવા મળે છે. આવો જ એક ડિસઓર્ડર છે જેનાથી પીડિત લોકો નહાવાના નામ માત્રથી ડરે છે.
સામાન્ય રીતે લોકો રોજ નહાય છે. ગરમીમાં લોકો 2 વખત સ્નાન કરતા હોય છે. પરંતુ આ બિમારીથી પીડિત લોકો નહાવાના નામથી ખૌફ ખાય છે.

નહાવું એ લોકોની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ ઘણા લોકો માટે આ એક ડરામણો અનુભવ છે. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ આ કાર્ય પૂર્ણ કરે છે. ઘણા લોકો દિવસભરનો થાક દૂર કરવા માટે સાંજે સ્નાન કરે છે.
આ બિમારીથી પીડિત લોકો માટે નહાવુ એક પ્રકારનો ડર છે. ડરને લીધે ઘણા લોકો ઘણા દિવસો સુધી અથવા તો કેટલાંક અઠવાડિયા સુધી નહાતા નથી.
આ કોઈ સામાન્ય સમસ્યા નથી પરંતુ એક પ્રકારનો ફોબિયા છે. તેને સામાન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યા કહી શકાય. આ બિમારીને એબ્લ્યુટોફોબિયા કહેવામાં આવે છે. આ ફોબિયામાં કોઈ પણ વ્યક્તિ પાણી, સાબુ અથવા પોતે નહાવાની પ્રક્રિયાથી ડરી શકે છે.
આ ફોબિયા બાળપણમાં નહાતી વખતે ડરામણા અથવા પીડાદાયક અનુભવને લીધે થઈ શકે છે. જેના કારણે વ્યક્તિ મોટા થયા પછી પણ નહાવાથી ડરે છે. આ સિવાય ડિપ્રેશન, ચિંતા અથવા OCD જેવી માનસિક વિકૃતિઓ પણ નહાવાનો ડર પેદા કરી શકે છે.
કેટલાક લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, જેના કારણે તે સ્નાન કરતી વખતે બળતરા અથવા ખંજવાળ અનુભવે છે.












Click it and Unblock the Notifications
