જાણો: રાહુલ ગાંધીએ બનાવટી નામ રાખીને શું કર્યું હતું?

Posted By:
Subscribe to Oneindia News

કહેવામાં આવે છે કે દરેક મોટા નિર્ણયો વડાપ્રધાન કાર્યાલયમાંથી નહી પરંતુ 10 જનપથ પર થાય છે. એટલે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાના ઘરેથી. સ્પષ્ટ છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ હોવાથી તેમના પુત્ર રાહુલ ગાંધીની પણ દરેક નિર્ણયમાં મહત્વની ભૂમિકા રહે છે. રાહુલ ગાંધી તે વ્યક્તિ છે, જેમણે કોંગ્રેસે શરૂઆતથી જ યુવા ચહેરા તરીકે જનતા સમક્ષ રજૂ કર્યા છે. તેમના રાજકિય કેરિયર પર તમામ ઉતાર ચઢાવ આવ્યા, અને હજુ ચાલુ પણ છે. અમે અહીં ફોકસ કરી રહ્યાં છે રાહુલ ગાંધીના રાજકીય સફર અને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જે તમે જાણતા નથી.

રાહુલ ગાંધીનો જન્મ 19 જૂનના રોજ દિલ્હીમાં થયો. રાહુલ ગાંધી શરૂઆતથી જ લોકસભામાં ઉત્તર પ્રદેશના અમેઠી ચૂંટણીક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો શ્રેય તેમનો જ આપવામાં આવ્યો. અનુભવહીનતાને લીધે રાહુલ ગાંધીએ મનમોહન સિંહની સરકારમાં કોઇ પણ મંત્રીપદ ન લીધું.

રાહુલ ગાંધીનું શરૂઆતનું શિક્ષણ દિલ્હીના સેંટ કોલમ્બા સ્કૂલમાં થઇ. ત્યારબાદ તેમને દૂન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. વર્ષ 1981-83 સુધી સુરક્ષા કારણોને લીધે રાહુલ ગાંધીને પોતાનો અભ્યાસ ઘરેથી જ કર્યો. રાહુલ ગાંધીએ હાવર્ડ યુનિવર્સિટીના રોલિંગ કોલેજ ફ્લોરિડાથી વર્ષ 1994માં પોતાને આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી. વર્ષ 1995માં કેબ્રિજ યુનિવર્સિટીના ટ્રિનિટી કોલજમાંથી એમ ફીલની ડિગ્રી પ્રાપ્ત કરી.

રાજકીય કેરિયર

2003થી તે સાર્વજનિક સમારોહ અને કોંગ્રેસની બેઠકો, રેલીઓમાં પોતાની માતા સોનિયા ગાંધી સાથે દેખાવવા લાગ્યા. જાન્યુઆરી 2004માં એક સભા દરમિયાન મીડિયાના એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 'હું રાજકારણના વિરૂદ્ધ નથી. મેં નક્કી નથી કર્યું કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ અને વાસ્તવમાં, કરીશ કે નહી.' માર્ચ 2004માં તેમણે રાજકારણમાં આવવાની જાહેરાત કરી અને ચૂંટણી લડવાની જાહેરાત કરી. 2007માં રાહુલ ગાંધી પાર્ટીના મહાસચિવ બન્યા.

લોકસભા ચૂંટણી અને રાહુલ
લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની ભૂમિકા એટલા માટે મહત્વની માનવામાં આવે છે, કારણ કે કોંગ્રેસને દરેક બાજુથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. નરેન્દ્ર મોદી ફેક્ટર ભલે ભાજપને મજબૂત કરી રહ્યું હોય, પરંતુ એવામાં આપણે 2009ના પરિણામોને ભૂલ ન શકીએ, જ્યારે ભાજપની લહેર હોવાછતાં કોંગ્રેસ બાજી મારી ગઇ છે. રાહુલ ગાંધીની યુવા શક્તિ ક્યારે જાદૂ બતાવી દે કોઇ જાણતું નથી. દેશના મુસ્લિમ અને દલિત વોટ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પક્ષમાં પડતા જોવા મળી રહ્યાં છે.

રાહુલ ગાંધી જોડાયેલી એવી વાતો જે તમે કદાચ નહી જાણતા હોવ, વાંચવા માટે સ્લાઇડમાં તસવીરોની સામે ટેક્સ્ટ જુઓ.

બનાવટી નામ

બનાવટી નામ

રાહુલ ગાંધીએ મેનેજમેન્ટ કોર્સ કર્યા બાદ નકલી નામ ''રૉલ વિંસી'' રાખ્યું, આ નામેથી તેમણે ગુરૂ માઇકલ પોર્ટરની મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની મોનીટર ગ્રુપમાં 3 વર્ષ કામ કર્યું. ખાસ વાત એ છે કે જ્યારે તે કંપની કાર્યરત હતા, ત્યારે ત્યાંના લોકો જાણતા ન હતા કે તે દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર છે.

આઇટી કંપનીના નિર્દેશક બન્યા રાહુલ

આઇટી કંપનીના નિર્દેશક બન્યા રાહુલ

વર્ષ 2002ના અંતમાં રાહુલ ગાંધી મુંબઇ સ્થિત એક એન્જીનિયરિંગ અને ટેક્નોલોજી સંબંધિત આઉટસોર્સિંગ કંપની બૈકઅપ્સ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડના નિર્દેશક મંડળમાં સામેલ થઇ ગયા.

રાહુલ ગાંધીની પ્રથમ ચૂંટણી

રાહુલ ગાંધીની પ્રથમ ચૂંટણી

રાહુલ ગાંધીએ પોતાની પ્રથમ ચૂંટણી 1,00,000ના મોટા માર્જિન સાથે જીતી.

જ્યારે માયાવતીએ રોક્યા રાહુલને

જ્યારે માયાવતીએ રોક્યા રાહુલને

માયાવતીએ જ્યારે રાહુલ ગાંધીને ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે ઓડિટોરિયમનો ઉપયોગ કરવાથી અટકાવ્યા હતા ત્યારે તેમની શક્તિનો પરચો મળી ગયો હતો. રાજ્યપાલ શ્રી ટી.વી. રાજેશ્વરે યુનિવર્સિટીના કુલપતિ વી.કે.સૂરીને સેવામાંથી તગેડી મૂક્યા હતા.

2004માં રાહુલ ગાંધીની સંપત્તિ

2004માં રાહુલ ગાંધીની સંપત્તિ

વર્ષ 2004માં રાહુલ ગાંધીની કુલ સંપત્તિ 55,38,123 એટલે કે 55 લાખ હતી.

2009માં રાહુલ ગાંધીની સંપત્તિ

2009માં રાહુલ ગાંધીની સંપત્તિ

વર્ષ 2009માં રાહુલ ગાંધી કુલ સંપત્તિ વધીને 2,32,74,706 એટલે કે લગભગ 2 કરોડ રૂપિયા થઇ ગઇ.

ક્રિમિનલ કેસ નહી

ક્રિમિનલ કેસ નહી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કોઇ ક્રિમિનલ કેસ નથી.

રાહુલ ગાંધી પાસે કેટલા પૈસા

રાહુલ ગાંધી પાસે કેટલા પૈસા

રાહુલ ગાંધી પાસે 70 હજાર રૂપિયા કેશ, 10,92,602 ફિક્સ ડિપોઝિટ, 10,29,128 રૂપિયા પોસ્ટલ સેવિંગ છે. 1,50,000 રૂપિયાની જ્વેલરી છે.

રાહુલ ગાંધીનું ફાર્મ હાઉસ

રાહુલ ગાંધીનું ફાર્મ હાઉસ

રાહુલ ગાંધીની એક ખેતીની જમીન સુલ્તાનપુર મેહરોલી નવી દિલ્હીમાં છે. તેની કિંમત 38,08,244 રૂપિયા છે. જ્યારે સાકેત નવી દિલ્હીમાં મેટ્રો પોલિટન મોલ છે, જેની કિંમત 1,63,95,111 રૂપિયા છે.

English summary
Congress vice president Rahul Gandhi will have important role in Lok Sabha Election 2014. Congress is very much depend on his performance as well as management. Here is the profile of Rahul Gandhi. Know all about Rahul.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.