Radhika Merchant: જાણો અનંત અંબાણીની ફિયાન્સ રાધિકા મર્ચન્ટ વિશે અમેઝિંગ ફેક્ટ્સ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ભાવિ વહુ અને અનંત અંબાણીની ફિયાન્સ રાધિકા મર્ચન્ટ વિશે રોચક વાતો જાણો અહીં.

Radhika Merchant Amazing Facts: દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન ગણાતા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે 29 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના નાથદ્રારામાં શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યોની હાજરીમાં થઈ. ટૂંક સમયમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. રાધિકા મર્ચન્ટ શેલા અને વીરેન મર્ચન્ટની દીકરી છે. આવો જાણીએ મુકેશ અને નીતા અંબાણીની આ ભાવિ વહુ વિશે અમુક રોચક વાતો.

મુંબઈમાં કર્યુ સ્કૂલિંગ

મુંબઈમાં કર્યુ સ્કૂલિંગ

રાધિકાએ ન્યૂયૉર્ક જતા પહેલા મુંબઈમાં પોતાનુ સ્કૂલિંગ પૂરુ કર્યુ હતુ. તેણે 2009 સુધી ઈકોલે મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. 2013 માં બીડી સોમાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરનો ડિપ્લોમા પૂર્ણ કર્યો.

ન્યૂયૉર્કમાં કર્યુ સ્નાતક

ન્યૂયૉર્કમાં કર્યુ સ્નાતક

રાધિકા મર્ચન્ટ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ, જ્યાં તેણે પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. તેણે 2017માં ગ્રેજ્યુએશન કર્યુ છે.

રાધિકાનો પરિવાર

રાધિકાનો પરિવાર

રાધિકા મર્ચન્ટ એનકોર હેલ્થકેરના ચીફ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. તેની એક મોટી બહેન છે જેનુ નામ અંજલિ મર્ચન્ટ છે.

રાધિકા જોડાઈ આ કંપનીમાં

રાધિકા જોડાઈ આ કંપનીમાં

સ્નાતક થયા પછી રાધિકા મર્ચન્ટ એક રિયલ એસ્ટેટ એજન્સી ઈસ્પ્રાવા સાથે જોડાઈ. જે વૈભવી ઘરોના નિર્માણ અને ડિઝાઇનમાં નિષ્ણાત છે.

પિતાની કંપનીમાં પણ કાર્યરત

પિતાની કંપનીમાં પણ કાર્યરત

રાધિકા મર્ચન્ટ તેના પિતા વિરેન મર્ચન્ટની ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

શાસ્ત્રીય નૃત્યની તાલીમ

શાસ્ત્રીય નૃત્યની તાલીમ

રાધિકા મર્ચન્ટ પણ તેની સાસુ નીતા અંબાણીની જેમ પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે. રાધિકા મુંબઈ સ્થિત નૃત્ય એકેડમી શ્રી નિભા આર્ટસના ગુરુ ભાવના ઠાકરની વિદ્યાર્થી છે. તેણે આઠ વર્ષ સુધી શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી છે. જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રાન્ડ થિયેટર બીકેસીના સ્ટેજ પર રાધિકાના આરેગેત્રમ ડાંસ પર્ફોર્મન્સની ખૂબ ચર્ચા થઈ હતી.

અનંત અંબાણી સાથે મિત્રતા

અનંત અંબાણી સાથે મિત્રતા

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. રાધિકા મૂળ ગુજરાતના કચ્છની છે અને તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

પ્રાણી પ્રેમી

પ્રાણી પ્રેમી

રાધિકા પ્રાણી પ્રેમી તરીકે પણ જાણીતી છે જે પ્રાણી સંબંધિત સંસ્થાઓમાં સક્રિયપણે સામેલ છે.

રાધિકાની સંપત્તિ

રાધિકાની સંપત્તિ

મીડિયા રિપોર્ટ્સમાં રાધિકાની નેટવર્થ 8થી 10 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે, અનંત અંબાણીની ફિયાન્સ રાધિકા આટલી સંપત્તિની એકમાત્ર માલિક છે.

વાંચવા-લખવામાં રસ

વાંચવા-લખવામાં રસ

રાધિકાને ડાન્સ ઉપરાંત પુસ્તકો વાંચવાનો શોખ છે અને તેને લખવામાં પણ રસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X