Relationship Tips : ઝગડા બાદ પાર્ટનરને આ રીતે મનાવો, સંબંધ બનશે મજબુત
Relationship Tips: એવું જણાવવામાં આવે છે કે, પ્રેમમાં ઝગડા થવા જરૂરી છે. જોકે, આ ઝગડામાં મારપીટ ન થવી જોઇએ. ઘણીવાર ઝગડા દરમિયાન લોકો એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દે છે. જે બાદ વાત કરવાની શરૂઆત કરવામાં અચકાય છે.
ઝગડામાં ઘણા લોકો એવી વાતો કહી દે છે, જે તેમને ન કહેવી જોઇએ. ગુસ્સામાં કહેલી વાતો ઘણીવાર જીવનભરના ઘાવ આપી દે છે. આવામાં ઝગડા બાદ પાર્ટનરને મનાવવો અધરો થઇ જાય છે.

જો તમે પરિણીત છો અને તમારા પતિ અથવા પત્ની સાથે કોઈ વાતને લઈને ઝગડો થયો છે, જેના કારણે ઘણા દિવસોથી વાતચીત બંધ થઈ ગઈ છે, તો આ અહેવાલમાં અમે તમને કેટલાક આઈડિયા જણાવી રહ્યા છીએ, જેનાથી તમારા પાર્ટનરને મનાવવામાં મદદરૂપ થશે.
મનપસંદ વાનગી બનાવો - લડાઈ બાદ વાતચીત શરૂ કરવા માટે તમે તમારા જીવનસાથીની મનપસંદ વાનગી તૈયાર કરી શકો છો. જેને જોઈને ગુસ્સો ચોક્કસ શાંત થશે. આ આઇડિયા ક્યારેય નિષ્ફળ જતો નથી, પણ હા આ માટે એક વાતનું ધ્યાન રાખો કે, જમતા સમયે ભૂતકાળની ચર્ચા ન કરો, નહીં તો વાતચીત વણસી શકે છે.
પત્ર લખીને શેર કરો દિલની વાત - તમે દલીલનો અંત લાવવા માટે આ વિચાર પણ અજમાવી શકો છો. એક પેન લો અને તમારી લાગણીઓને કાગળ પર ઉતારો. આ આઇડિયાની સૌથી મોટી વાત એ છે કે, તમે ગમે તેટલા ગુસ્સામાં હોવ, એકવાર તમે લખવાનું શરૂ કરો, તો તમારો મૂડ હળવો થવા લાગશે. આ સાથે તમારી ભૂલો પણ દેખાશે, અને તમે તેને સુધારવા પ્રયાસ કરી શકે છે.
સોરી કાર્ડ આપો - મોટાભાગના લોકોને સરપ્રાઈઝ પસંદ છે. મગજ જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે. નવી રીતે વિચારવાનું શરૂ કરે છે. તેથી ઝઘડો સમાપ્ત કરવા માટે, તમે એક કાર્ડ બનાવી શકો છો અને તે તમારા જીવનસાથીને આપી શકો છો. તમે તેમની પસંદગીનું ગીત ગાઈ શકો છો. આ આઇડિયા ખૂબ જ સારી રીતે કામ કરે છે.
અહંકારને બાજુ પર રાખો - જો તમે ઝઘડાને આગળ વધારવા માંગતા ન હોવ અને બે-ત્રણ દિવસ બાદ ફરી વાતચીત શરૂ કરવા માંગતા હો, તો તમારા અહંકારને બાજુ પર રાખો અને માફ કરો. અફસોસ તમને ગમે ત્યાંથી નાનો લાગતો નથી, પણ એ તમારો નમ્ર સ્વભાવ જ દર્શાવે છે.












Click it and Unblock the Notifications
