Relationship Tips : શું તમારો પાર્ટનર તમને ઇગ્નોર કરે છે? તો આ ટ્રીક અજમાવો

કોઈ રિલેશનશિપ પરફેક્ટ હોતી નથી. બીજી તરફ પાર્ટનર સાથે નાના-મોટા વિવાદો થવા સામાન્ય વાત છે, પરંતુ આમાં પાર્ટનરનું ખોટું વર્તન ઘણું નુકસાન પહોંચાડે છે.

Relationship Tips : કોઈ રિલેશનશિપ પરફેક્ટ હોતી નથી. બીજી તરફ પાર્ટનર સાથે નાના-મોટા વિવાદો થવા સામાન્ય વાત છે, પરંતુ આમાં પાર્ટનરનું ખોટું વર્તન ઘણું નુકસાન પહોંચાડે છે. આવા સમયે, જ્યારે તમારો પાર્ટનર તમને ઇગ્નોર કરે છે, ત્યારે પીડા વધી જાય છે.

ક્યારેક તમારો પાર્ટનર તેની નારાજગી વ્યક્ત કરવા માટે તમને ઇગ્નોર કરે છે, પરંતુ જો તમારો પાર્ટનર તમને કોઈ કારણ વગર લાંબા સમય સુધી ઇગ્નોર કરતો હોય તો તે સારી વાત નથી. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે, જો તમારો પાર્ટનર તમારી ઇગ્નોર કરે તો તમારે શું કરવું જોઈએ? ચાલો જાણીએ.

પાર્ટનર ઇગ્નોર કરે તો કરો આ કામ

પાર્ટનર ઇગ્નોર કરે તો કરો આ કામ

દરેક વાતમાં માથું ન મારો -

ઘણી વખત વધારે પડતી રોકટોક તમારા સંબંધને બગાડે છે. તેથી જ્યારે તમારો પાર્ટનર તમાને વધુ ઇગ્નોર કરે છે, તો તેને એમ કરતાઅટકાવવાનું બંધ કરો. હા, તમારા પાર્ટનરને અહેસાસ કરાવો કે, તમે તેના વગર પણ ખુશ છો. જોકે, આ કરતી વખતે, તમારા વર્તનનેનોર્મલ રાખો.

ભાવનાત્મક વાતાવરણ બનાવો

ભાવનાત્મક વાતાવરણ બનાવો

ઘણી વખત પાર્ટનર કોઈ વાતને લઈને ગુસ્સે થાય છે, જેના કારણે તે તમને ઈગ્નોર કરવાની કોશિશ કરવા લાગે છે, આવી સ્થિતિમાં સૌથીપહેલા તમે તે કારણ જાણવાનો પ્રયાસ કરો કે, જેના કારણે તમારો પાર્ટનર ગુસ્સે છે.

બીજી તરફ, જો તે તમારી ભૂલ છે, તો તમારાજીવનસાથી સાથે વાત કરો અને માફી માંગીને મામલો સમાપ્ત કરો.

સંબંધોમાં પર્સનલ સ્પેસને પણ મહત્વ આપો

સંબંધોમાં પર્સનલ સ્પેસને પણ મહત્વ આપો

સંબંધમાં સ્પેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધારે પડતો રોક-ટોક સંબંધ બગાડી શકે છે. ક્યારેક સંબંધોમાં પાર્ટનરની ઇગ્નોરન્સને કારણે સ્પેસનીસમસ્યા પણ આવી શકે છે. તેથી પાર્ટનરને સ્પેસ આપવાનો પ્રયાસ કરો.

અન્ય સાથે સરખામણી ન કરો

અન્ય સાથે સરખામણી ન કરો

ઘણી વખત તમે તમારા પાર્ટનરની વારંવાર કોઈની સાથે સરખામણી કરો છો, તો આ વાત તેમને ખૂબ ખરાબ લાગી શકે છે. તેથી ધ્યાનમાંરાખો કે, તમારા જીવનસાથી જેવો છે તેવો જ સ્વીકારી લો અને તમારા પાર્ટનરની સરખામણી બીજા કોઈ સાથે ન કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X