Relationship Tips: સુખી લગ્ન જીવન માટે આજે જ છોડી દો આ ચાર આદતો

Relationship Tips: એવું કહેવાય છે કે, લગ્ન જીવન કોઇ ઢીંગલા-ઢીંગલીનો ખેલ નથી જેને તમે તમારી મરજીથી ચલાવી શકો. લગ્નજીવનમાં ફક્ત એક જ વ્યક્તિની મરજી ચાલતી નથી, પણ પોતાના પાર્ટનરની પણ હા અને ના કે પસંદ અને નાપસંદનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

ઘણી વખત પાર્ટનર્સને એકસાથે એડજસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને કેટલીકવાર બંને એકબીજાને સમજવામાં મુશ્કેલી અનુભવે છે. ઘણી વખત પતિ-પત્નીની કેટલીક આદતો સંબંધોમાં અંતરનું કારણ બની જાય છે, અને કેટલીકવાર વ્યક્તિને એ સમજવામાં તકલીફ પડે છે કે, તેની પોતાની આદતો સંબંધોમાં કડવાશનું કારણ બની શકે છે.

Relationship Tips

આ અહેવાલમાં આજે આપણે એવી કેટલીક આદતોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જે સંબંધોમાં અંતરનું કારણ બની શકે છે, અને જો આ આદતો તમારામાં કે તમારા પાર્ટનરમાં છે, તો આ આદતોને દૂર કરવામાં જ સમજદારી છે.

લગ્ન જીવનમાં ખટાશનું કારણ બને છે આ આદતો

પાર્ટનર કરતાં ફોન પર વધુ ધ્યાન આપવું - રિલેશનશિપમાં હોય કે લગ્ન પછી, તમારા પાર્ટનર કરતાં તમારા ફોન પર વધુ ધ્યાન આપવું એ એવી આદત છે, જે કોઈને પસંદ નથી.

આ આદતને કારણે વ્યક્તિ પાર્ટનર પર ગુસ્સે થઈ જાય છે, અને તેને સંબંધમાં ઓછું મહત્વ પણ લાગે છે. તેથી, જ્યારે તમે બંને સાથે હોવ, ત્યારે તમારે તમારા ફોનનો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, અને એકબીજા પર ધ્યાન આપવું જોઈએ.

પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો - ઘણીવાર એવું જોવા મળે છે કે, પતિ-પત્ની સંબંધોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે, અથવા સંબંધીઓ અને મિત્રોની સામે એવું બતાવવાનો પ્રયાસ કરે છે કે, તેઓ ઘર પર નિયંત્રણ ધરાવે છે. આવી આદતો પાર્ટનરને પસંદ નથી આવતી અને તે ઘર્ષણનું કારણ બની શકે છે.

વાતચીત બંધ કરીને સમસ્યાઓનું સમાધાન ન કરો - કોઈ પણ સંબંધમાં ઘણીવાર મતભેદ થાય છે, પરંતુ ઘણી વખત પાર્ટનર તેના કારણની ચર્ચા કરવાને બદલે લડાઈને શાંત કરવાનો પ્રયાસ કરે છે. બીજા પાર્ટનરને વાત કરવી હોય, તો પણ હું અત્યારે વાત કરવાના મૂડમાં નથી એમ કહીને તેની વાત દબાવી દેવામાં આવે છે.

આવી બાબતો ભવિષ્યમાં વારંવાર ઝઘડાનું કારણ બને છે. એટલા માટે પાર્ટનરને સાંભળવું અને સમજવું જરૂરી છે, અને જો પાર્ટનર કોઈ સમસ્યા વિશે વાત કરવા માંગતો હોય, તો તેની લાગણીઓને દબાવી દેવી યોગ્ય નથી.

લડાઈમાં કંઈપણ ન બોલો - ઘણા લોકો ઝઘડતી વખતે પોતાના શબ્દો પરનો કાબુ ગુમાવી દે છે, પરંતુ ઘણી વખત ઝઘડા દરમિયાન બોલાયેલી વાતો એવી હોય છે કે, તે પાર્ટનરને ખૂબ જ દુઃખી કરે છે.

એટલા માટે લડાઈ વખતે કંઈ પણ કહેવાની અને જાણી જોઈને કરેલી ભૂલ કર્યા પછી માફી માગવાની આદત બહુ ખરાબ છે. પરિણીત હોવાનો અર્થ એ નથી કે, તમે તમારા જીવનસાથીને કંઈપણ કહી શકો, તેનો અનાદર કરો અને પછી માફીની અપેક્ષા રાખો.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાત(રિલેશન એક્સપર્ટ)ની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X