For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Relationship Tips : લગ્ન પહેલાની મૂંજવણ આ રીતે કરો દૂર

અરેન્જ મેરેજમાં બે પાત્રો પરિવારની સહમતી સાથે લગ્ન કરે છે. તેમને લગ્ન અંગે અને લગ્ન બાદના જીવન અંગે ઘણી મૂંજવણ અનુભવતા હોય છે. આવા સમયે આ અહેવાલ થકી તમને તમારી મૂંજવણ દૂર કરવામાં મદદ મળશે.

|
Google Oneindia Gujarati News

Relationship Tips : લગ્ન એક એવું બંધન છે, જના દ્વારા બે પરિવાર એકબીજા સાથે જોડાય છે. લગ્ન પહેલા મૂંજવણનો અનુભવ થવો સામાન્ય બાબત છે. આ સાથે ઘણી એવી અંગત વાતો હોય છે, જેના કારણે મૂંજવણ થાય છે. આ અંગે તેઓ ખુલીને વાત કરી શકતા નથી. આવા સમયે લોકો ચિંતા થાય છે. આ સમસ્યા સૌથી વધુ અરેન્જ્ડ મેરેજમાં વધુ જોવા મળે છે. આવા સમયે અમે તમને જણવીએ છીએ કે, તમે તમારી આ મૂંજવણ કેવી રીતે દૂર કરી શકો છો.

લગ્ન પહેલાની ચિંતા આ રીતે દૂર કર

જીવનસાથી સાથે વાત કરો

જીવનસાથી સાથે વાત કરો

જો તમે લગ્નની તૈયારીઓ અથવા લગ્ન પછીના જીવન વિશે ચિંતિત છો, તો તમારા ભાવિ જીવનસાથી સાથે વાત કરી શકો છો અને તેનેતમારી મનોવ્યથા વિશે જણાવો. આમ કરવાથી તમને સારું લાગશે.

પરિસ્થિતિનો સ્વીકાર કરો

પરિસ્થિતિનો સ્વીકાર કરો

ચિંતા દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે, કોઇપણ પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો. આમ કરવાથી તમે તમારી જાતને લગ્ન માટે તૈયારકરી શકશો અને જ્યારે તમે તૈયાર થશો, ત્યારે તમને કોઇ ચિંતા પણ નહીં થાય.

મિત્રો સાથે કરો વાત

મિત્રો સાથે કરો વાત

જો તમે લગ્નના નામથી ડરતા હોવ અને તમારા મનમાં વિચિત્ર વિચારો આવી રહ્યા હોય, તો તમારા વિશ્વાસુ મિત્રો સાથે વાત આ બાબતેવાત કરો.

આમ કરવાથી તમારૂ મન હળવું થશે. આ અંગે વાત કરવા માટે મિત્રોની પસંદગી કરતા સમયે એક વાતનું ધ્યાન રાખો કે આમાટે તમે પરિણીત મિત્રો પાસેથી સલાહ લો.

તમારા જીવનસાથી પર કરો વિશ્વાસ

તમારા જીવનસાથી પર કરો વિશ્વાસ

જો તમે લગ્ન કરવાના છો અને લગ્ન બાદના જીવનને લઈને ચિંતિત છો, તો તમારે તમારા જીવનસાથી પર વિશ્વાસ કરવો પડશે. આ સાથેતમારી મનોસ્થિતિ તમારા જીવનસાથી સાથે શેર કરો. આવું કરવાથી તમારી નર્વસનેસ દૂર થશે.

પરફેક્ટ બનવાનો આગ્રહ ન રાખો

પરફેક્ટ બનવાનો આગ્રહ ન રાખો

એક વાત હંમેશા યાદ રાખો કે, તમે દરેક વસ્તુને સંપૂર્ણ કરી શકતા નથી. જો તમે આ રીતે વિચારીને લગ્નની તૈયારી કરશો તો તમારા માટેદરેક બાબત સરળ થઇ જશે.

English summary
Relationship Tips : how to get solutions about pre-marriage confusion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X