For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Relationship Tips : ઝગડા બાદ ક્યારેય પતિ-પત્ની ન કરે આ ભૂલ, જાણી લો નહીંતર પસ્તાસો

Relationship Tips : જીવનમાં દરેક સમય સરખો રહેતો નથી. ઉતાર-ચઢાવ આવવા એ જીવનનો એક ભાગ છે, જેમાં ધીરજપૂર્વક કામ કરવું જરૂરી છે. આમાં પતિ-પત્નીનો સંબંધ સૌથી ખાટોમીઠો હોય છે.

|
Google Oneindia Gujarati News

Relationship Tips : જીવનમાં દરેક સમય સરખો રહેતો નથી. ઉતાર-ચઢાવ આવવા એ જીવનનો એક ભાગ છે, જેમાં ધીરજપૂર્વક કામ કરવું જરૂરી છે. આમાં પતિ-પત્નીનો સંબંધ સૌથી ખાટોમીઠો હોય છે. કારણે કે પતિ-પત્ની વચ્ચે અપાર પ્રેમ હોવાથી તેઓ એકબીજાથી અલગ રહી શકે નહીં.

આવા સમયે જો તેમની વચ્ચે ઝગડો થાય છે, બન્ને વચ્ચે કોલ્ડ અને હોટ જોવા મળે છે. આવામાં જો તમે પતિ કે પત્ની છો તો તમે ઝગડા બાદ અમુક ભૂલો ન કરવી જોઇએ. આ સાથે ઘણીવાર અલગ થવાનો નિર્ણય લે છે, અને આ વાત છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે.

આ ભૂલો કરવાનું ટાળો

આ ભૂલો કરવાનું ટાળો

આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેનાથી પતિ-પત્ની વચ્ચેનું અંતર દૂર થઈ શકે છે. જ્યારે પણ પતિ-પત્નીવચ્ચે ઝઘડો થાય છે, ત્યારે ઝઘડા બાદ પણ ઘણા સમય સુધી તણાવ રહે છે.

આવું એટલા માટે થાય છે કારણ કે, ઝઘડો પૂરો થયા બાદ પણ પતિ-પત્ની કેટલીક ભૂલો કરે છે. જો આ ભૂલો કરવાથી બચીએ તો પતિ-પત્નીના સંબંધો ફરી પ્રેમથી છલકાઇ શકે છે.

ભૂલ નંબર એક

ભૂલ નંબર એક

ઝઘડા બાદ પતિ-પત્ની ઘણીવાર એકબીજાને એવું જતાવવાની કોશિશ કરે છે કે, જાણે કશું થયું જ નથી. તેઓ એકબીજા સાથે લાંબો સમયઅથવા તો એક-બે દિવસ સુધી વાત કરતા નથી, પરંતુ તેનાથી સમસ્યા હલ થતી નથી. જોકે, આ ખોટું છે. આ ઝઘડા બાદ જ્યારે ગુસ્સો ઠંડોપડે, ત્યારે બંનેએ સાથે મળીને વાત કરવી જોઈએ. એકબીજાની માફી માંગવી જોઈએ.

ભૂલ નંબર બે

ભૂલ નંબર બે

સોશિયલ મીડિયાના જમાનામાં એવું પણ જોવા મળ્યું છે કે, ઝઘડા બાદ ઘણા પતિ-પત્ની સોશિયલ મીડિયા પર એકબીજાને ટોણો મારતા હોય છે અથવા તો પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરતા હોય છે. આમ કરવાથી સંબંધો કાયમ માટે તૂટી શકે છે.

ગુસ્સામાં આવી પોસ્ટ પણ કરી શકાય છે, જેનાથી તમારી અંગત વાતો સાર્વજનિક થઈ જાય છે. આ માટે જ્યારે પણ ઝઘડો થાય, ત્યારે તેના વિશે સોશિયલ મીડિયા પર કંઈક લખવાની ભૂલ ક્યારેય ન કરો.

ભૂલ નંબર ત્રણ

ભૂલ નંબર ત્રણ

ઘણી વખત પતિ-પત્ની વચ્ચે ઝઘડા થયા, બાદ મામલો વધુ ન વધી જાય તે વિચારીને તેઓ મામનાનું સમાધાન કરતા નથી. આવું કરવું ખોટું છે. જે મુદ્દા પર લડાઈ થઈ હતી, તેનો ઉકેલ લાવવો ખુબ જ જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરીથી ન સર્જાય. આ સમસ્યા ઉકેલ્યા બાદ જ સંબંધ આગળ વધી શકે છે.

English summary
Relationship Tips : Husband and wife should never make this mistake after a fight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X