One Sided Relationship: ક્યાંક તમે એકલા તો નથી ઉઠાવતાને સંબંધનો બોજ, જાણો વન સાઇડેડ રિલેશનશિપના સંકેત
One Sided Relationship sign in Gujarati: ઘણીવાર ફિલ્મોમાં એવું બતાવવામાં આવે છે કે, એકતરફી પ્રેમની શક્તિ કંઈક બીજી હોય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનાથી માત્ર ભાવનાત્મક નુકસાન થાય છે.
કોઈપણ સંબંધને આગળ લઈ જવા માટે બે લોકોની જરૂર પડે છે. જો બેમાંથી એક વ્યક્તિ પણ સંબંધ નિભવવામાં પાછું પાડવા લાગે, તો સંબંધ બોજરૂપ બની જાય છે. જે બાદ તે ધીરે ધીરે ખતમ થવા લાગે છે.
વર્તમાન સમયમાં એ જાણી લેવું અતિ આવશ્યક છે કે, શું તમારો પાર્ટનર તમારા સંબંધમાં તમારા જેટલો જ પ્રયાસ કરે છે? એકતરફી સંબંધ અતિ પીડાદાયક અને થકવી નાંખનારો હોય શકે છે.
આવા એકતરફી સંબંધમાંથી બહાર આવવામાં તમને ઘણો સમય લાગી શકે છે. આવા સમયે જો તમારા સંબંધો પણ એકતરફી છે કે, કેમ તે જાણવું જરૂરી છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, એકતરફી સંબંધ કે વન સાઇડેડ રિલેશનશિપના સંકેતો કયા કયા છે? આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમે એકતરફી સંબંધમાં છો.

સંબંધ બચાવવા હંમેશા તમે જ પહેલ કરો છો? - શું તમે હંમેશા વાતચીત શરૂ કરો છો, હેંગ આઉટ અથવા મળવાની યોજના બનાવો છો, અથવા જ્યારે ઝઘડો થાય, ત્યારે માત્ર તમે જ સમાધાન માટે આગળ આવો છો?
જો તમારો જવાબ હા હોય તો તે એક સંકેત હોઈ શકે છે કે, તમે સંબંધમાં એકલા જ પ્રયાસો કરી રહ્યાં છો. હેલ્ધી રિલેશનશિપમાં બંને વ્યક્તિઓ સમાન એફર્ટ આપવાના હોય છે, પરંતુ એકતરફી પ્રયત્નોથી સંબંધ ટકાવીને રાખી શકતો નથી.
હંમેશા તમારે જ સમાધાન કરવું પડે છે? - શું તમે હંમેશા તમારા જીવનસાથી સાથે સમાધાન કરો છો, પછી ભલે તે તમને અસુવિધા આપે? શું તમે તમારા પોતાના વિચારો અને જરૂરિયાતોને પાછળ રાખો છો? જો એમ હોય, તો તે એક સંકેત હોઈ શકે છે કે, તમે સંબંધમાં વધુ પ્રતિબદ્ધ છો.
લાગણીઓને મહત્વ નથી આપતો તમારો પાર્ટનર - શું તમારો પાર્ટનર તમારી લાગણીઓને મહત્વ આપતો નથી અથવા તેને ગણકારતો નથી? શું તેઓ તમારી સાથે સહાનુભૂતિ ધરાવતા નથી અથવા તમારા માટે સમય કાઢતા નથી? જો એમ હોય તો, તે એક સંકેત હોઈ શકે છે કે, તમારા જીવનસાથી તમારી કદર કરતા નથી.
માત્ર તમે જ તમારા પાર્ટનરને ખુશ રાખો છો? - શું તમે હંમેશા તમારા પાર્ટનરને ખુશ કરવાનો પ્રયાસ કરો છો, પછી ભલે તે તમને દુઃખ પહોંચાડે? શું તમે તમારી પોતાની ખુશી અને સંતોષ પાછળ રાખો છો? જો એમ હોય, તો તે એક સંકેત હોઈ શકે છે કે, તમે જ સંબંધમાં સમાધાન કરી રહ્યાં છો, તમારા પાર્ટનરને તમારી દરકાર કે કદર નથી.
તમારા જીવનસાથી તમારી જરૂરિયાતો પુરી નથી કરતા - જ્યારે તમે તમારા પોતાના વિચારો અથવા જરૂરિયાતો વિશે વાત કરો છો, ત્યારે શું તમારો સાથી તમને દોષિ સાબિત કરવા લાગે છે? શું
તેઓ તમને એવું અહેસાસ કરાવે છે કે તમારી માગણી ખોટી છે? જો એમ હોય તો, તે એક સંકેત હોઈ શકે છે કે, તમારો પાર્ટનર તમારી લાગણીઓને માન આપતો નથી.
પોતાના વર્તન માટે જસ્ટિફિકેશન આપવું - શું તમે હંમેશા તમારા પાર્ટનરના ખરાબ વર્તન માટે બહાનું કાઢો છો? શું તમને લાગે છે કે, તેઓ બદલાશે અથવા તેમના વર્તન પાછળ કોઈ સારું કારણ હશે?
જો એમ હોય, તો તે એક સંકેત હોઈ શકે છે કે, તમારી પાસે સંબંધમાં તંદુરસ્ત સીમાઓ નથી અને તમારા જીવનસાથી તમારી લાગણીઓ વિશે વધુ ધ્યાન આપતા નથી. એ માત્ર દરેક વાત માટે જસ્ટિફિકેશન આપતો રહેશે જેથી તેને પ્રયાસો કરવા ના પડે.
એકલતા અનુભવવી - શું તમે સંબંધમાં એકલા અનુભવો છો, પછી ભલે તમારો પાર્ટનર તમારી સાથે હોય? શું તમને લાગે છે કે, તમારી લાગણીઓ અને જરૂરિયાતો સમજાતી નથી? જો એમ હોય, તો તે એક સંકેત હોઈ શકે છે કે તમે એકતરફી સંબંધમાં છો.
એકતરફી પ્રેમમાં માત્ર તણાવ અને માનસિક યાતના જ મળે છે. જો જીવનમાં સુખ શાંતિથી જીવવું હોય તો એકતરફી સંબંધમાં રહેવું યોગ્ય નથી. જોકે ઘણા લોકો આવા સંબંધમાં એવી આશા સાથે રહે છે કે, તેમનો પાર્ટનર આજે નહીં તો કાલે એમની કદર કરશે.
જોકે, આવું કયકરેય થતું નથી. આ રસ્તે માત્ર પીડા અને અવગણના જ મળે છે. તો જેટલા વહેલા આવા સંબંધમાંથી નીકળી શકો એટલે વહેલા નીકળી જાવ. કેમ કે દરેકને ખુશ રહેવાનો અને પૂરતો પ્રેમ મેળવવાનો અધિકાર છે, અને તમે તેના હકદાર પણ છો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
