Relationship Tips: શું છે આ Unconditional Love, કેવો હોય છે અતૂટ પ્રેમનો અહેસાસ?
ફિલ્મો કે બુક્સમાં જોવા મળતો પ્રેમ ખરેખર રિયલ લાઈફમાં જોવા મળે છે? શું હોય છે આ અનકન્ડીશનલ લવ? શું તમે ક્યારેય અનુભવ્યો છે અતૂટ પ્રેમનો અહેસાસ?...
Relationship Tips: અનકન્ડીશનલ લવ વિશે તમે ફિલ્મો, રોમેન્ટીક સ્ટોરી બુક્સમાં જોયુ હશે અને વાંચ્યુ હશે. જ્યારે તમે આ સીન જુઓ કે વાંચો ત્યારે લાગે કે આ રિલેશન કેટલા સરસ છે. પરંતુ શું ખરેખર રિયલ લાઈફમાં આવુ કંઈ હોય છે ખરુ. માત્ર કોઈની સાથે લગાવ થઈ જવો એ અનકન્ડીશનલ લવ નથી પરંતુ તેમાં પ્રેમનો અહેસાસ એકદમ પવિત્ર હોવો જોઈએ. એવો પ્રેમ જે સામેની વ્યક્તિને માત્ર આપવાની જ ઈચ્છા રાખે. આવો જાણીએ અનકન્ડીશનલ લવ શું છે? તેનો અહેસાસ કેવો હોય છે...

Unconditional Love: કોઈ શરત વિનાનો પ્રેમ આત્માની જેમ શુદ્ધ હોય છે
અનકન્ડીશનલ લવમાં તમે બીજાને પ્રેમ આપવાનુ જાણો છો, જે તમારા દિલના ઉંડાણમાંથી નીકળીને બહાર આવે છે. અનકન્ડીશનલ લવ તમારા બ્રેઈનના અમુક પાર્ટસ પર સારી અસર કરે છે. તે એક એવો પ્રેમ હોય છે, જેમાં કોઈ પ્રકારનુ મનદુઃખ નથી હોતુ, કોઈ શરત વિના પ્રેમ કરવામાં આવે છે. અનકન્ડીશનલ લવ ક્યારેય ટેમ્પરરી કે પછી મટીરિયાલિસ્ટીક નથી હોતો. તે આત્માની જેમ શુદ્ધ હોય છે.

Unconditional Love: સુરક્ષાની ભાવના
બિનશરતી પ્રેમ એટલે સુરક્ષા, જે તમે તમારી સામેની વ્યક્તિને બિનશરતી આપો છો. આ સુરક્ષા આપવાની લાગણી તમારા હૃદયના ઊંડાણમાંથી આવે છે. સામેની વ્યક્તિને એ વાતનો અહેસાસ હોય છે કે તમે તેને ખૂબ જ પ્રેમ કરો છો અને તમે કોઈપણ શરત વિના તેની કાળજી લો છો. આ વિચાર માત્ર શારીરિક જ નહીં માનસિક પણ હોય છે. તમે સામેવાળી વ્યક્તિને માનસિક રીતે પણ સુરક્ષિત રાખવા માંગો છો. તમે હંમેશા ઈચ્છો છો કે તમારો પાર્ટનર હંમેશા ખુશ રહે. તેને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય.

Unconditional Love: સંબંધનુ મુકામ ખૂબ ઉચુ થઈ જાય છે
બિનશરતી પ્રેમમાં, બે લોકો વચ્ચેનો સંબંધ એવા તબક્કે પહોંચે છે જ્યાં એકબીજાની ભૂલો, નારાજગી અને નિંદાથી કોઈ ફરક પડતો નથી. તમે તેને એ રીતે સ્વીકારો છો જેવા એ છે. જો તમે અથવા સામેની વ્યક્તિ કોઈ ભૂલના કારણે ગુસ્સે થઈ જાય અથવા તમને છોડવાની વાત કહે તો એ અનકન્ડીશનલ લવ બિલકુલ ના હોઈ શકે.












Click it and Unblock the Notifications
