For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાઇ અજિત તેંડુલકરની જુબાની, સચિનના અંગત જીવનની કહાની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 નવેમ્બર: સચિન તેંડુલકરના મોટાભાઇ અજિત તેંડુલકરે આજે કહ્યું હતું કે આ દિગ્ગ્જ બેસ્ટમેનને પોતાના 24 વર્ષના લાંબા કેરિયરમાં કરોડો ભારતીયોના સપનાઓને પુરવા માટે તણાવ અને દબાણભરી જીંદગી જીવવી પડી. સચિન તેંડુલકરે અહીં વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ યોજાનારી બીજા ટેસ્ટ મેચ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. અજિત તેંડુલકરે કહ્યું હતું કે તેમના સંન્યાસ બાદ ચોક્કસપણે કંઇક અલગ જ અનુભવશે.

અજિત તેંડુલકરે કહ્યું હતું કે, 18 નવેમ્બરની સાંજ અલગ જ પ્રકારે મહેસુસ થશે. અમારા પરિવારમાં બધાએ તેમની મેચને લઇને સપના જોયા છે. તે સમાપ્ત થઇ જશે પરંતુ આ સમાપન ખુશી સાથે થશે. તેમના મોટાભાગના સપના સાચા થયા છે. હું સમજુ છું કે તેમને ભારતીય પ્રશંસકોના સપના પુરા કર્યા છે. તેમને કહ્યું, 18 નવેમ્બર બાદ સચિન ભારતીય ટીમની કેપ નહી પહેરે. આ સૌથી મોટું પરિવર્તન હશે કારણ કે તે ગત 24 વર્ષથી ગર્વ સાથે તેને પહેરતા હતા.

તેમના બીજા કેરિયર દરમિયાન દરેક તેમની પાસે સદીની આશા કરતા હતા અને તે એકદમ તણાવ અને દબાણમાં રહે છે પરંતુ તેનું એક અલગ મહત્વ હતું. સંન્યાસ બાદ તેમને બોલરોનો સામનો કરવો નહી પડે અને તૈયારીઓ પણ નહી કરવી પડે. કદાચ તે વધુ બટર અને ચિકન ખાઇ શકશે જે તેઓ ઇચ્છે છે.

વધુ રસપ્રદ માહિતી વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

આખો પરિવાર જોશે અંતિમ મેચ

આખો પરિવાર જોશે અંતિમ મેચ

અજિત તેંડુલકરે કહ્યું હતું કે સચિન તેંડુલકર નાની ઉંમરમાં કરોડપતિ બની ગયા હતા અને તેમને મતે તે ત્યારે કરોડપતિ હોતા જ્યારે રન બનાવતા હતા. તેમને કહ્યું હતું કે મારા મારા માટે તે ત્યારે કરોડપતિ હતા જ્યારે તે સદી ફટકારતા હતા. જ્યારે રન બનાવતા હતા તો ઑટોમાં પણ જવાની મજા આવતી હતી. જો તે રન બનાવી ન શકતા હતા તો બીએમડબ્લ્યૂમાં પણ જવાની મજા આવતી ન હતી. તેંડુલકર પરિવારે હંમેશા તેમની મેચોથી દૂર રાખ્યો પરંતુ અજિત તેંડુલકરે કહ્યું હતું કે તેમનો આખો પરિવરાર આ મહાન બેસ્ટમેનની અંતિમ મેચ જોશે.

ફોન કરી સચિનને આપી હતી સલાહ

ફોન કરી સચિનને આપી હતી સલાહ

તેમને કહ્યું હતું કે હું આ વખતે ચોક્કસ તેમને રમતાં જોઇએ. આ અંતિમવાર અને મારા માટે અંતિમ અવસર છે. અમારી માતા પ્રથમવાર તેમને પોતાની આંખો સામે રમતાં જોશે. અજિત તેંડુલકરને પૂછવામાં આવ્યું કે આટલા વર્ષો સુધી તેમને સચિન તેંડુલકરને રમતાં કેમ ન જોયા, તેમને કહ્યું હતું કે કેટલીક વસ્તુઓ હતી જેનાથી અમે ડરતા હતા. તેમાંની એક તે પોતાની વિકેટ સરળતાથી ગુમાવી દેવાની પ્રવૃતિ હતી. રાજસિંહ ડૂંગરપુરે એકવાર મારા પિતાજીને ફોન કરીને કહ્યું કે સચિનને કહો કે કાર પહેલા ગિયરમાં શરૂ પાંચમા ગિયરમાં નહી.

માતા કરશે પ્રાર્થના, બહેન રાખશે વ્રત

માતા કરશે પ્રાર્થના, બહેન રાખશે વ્રત

તેમને કહ્યું હતું કે મારી માતા પ્રાર્થના કરશે અને મારી બહેન વ્રત રાખશે. નિતિન (બીજો ભાઇ) પણ કંઇક કરશે. હું તેને બેટીંગ કરવા જતાં પહેલાં સકારાત્મક બનાવી રાખવાનો પ્રયત્ન કરીશ. એકવાર જ્યારે બેસ્ટમેન ક્રીજ પર ઉતરી જાય છે તો પછે કોઇનું નિયંત્રણ રહેતું નથી પરંતુ આ તેની સાથે રહેવાનો અમારો પ્રયત્ન હશે. સચિન ચાર ભાઇ-બહેનોમાં સૌથી નાના છે.

અજિત તેંડુલકરે યાદ કરી 1999ની ઘટના

અજિત તેંડુલકરે યાદ કરી 1999ની ઘટના

અજિત તેંડુલકરે 1999ની ઘટનાને પણ યાદ કરી જ્યારે તેમના પિતાનું નિધન થઇ ગયું હતું. તેમને કહ્યું હતું કે જો પિતાજી પાંચ મિનિટ માટે જિવિત થઇ જતા તો તે સચિનને એમ જ કહેતા કે જાવ અને 1999 વર્લ્ડકપ રમો. તેમને કહ્યું મે મહિનામાં ભારતીય ટીમ જ્યારે શ્રીલંકામાં હતી ત્યારે અમારા પિતાજીને હાર્ટએટેક આવ્યો. મેં પિતાજીને કહ્યું કે સચિન આવતીકાલે બેટીંગ કરશે અને હું તેને નહી કહું કે તમારી તબિયત સારી નથી. ત્યારબાદ હું મારા પિતાજી પાસે આવ્યો અને કહ્યું કે સચિને સદી ફટકારી છે અને તે ખુશ છે. અમને બધાને લાગ્યું કે તેને વર્લ્ડકપમાં રમવું જોઇએ.

English summary
Sachin will be retiring after playing his 200th Test, starting on Thursday here, and Ajit said it would be a different feeling once he hangs up his boots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X