19,499 રૂપિયામાં મળી રહ્યો છે સેમસંગ ગેલેક્સી એસ 3
તેહવારોની મોસમમાં સેમસંગ ગેલેક્સી એસ 3માં અનેક ધમાકેદાર ઓફર લઇને આવી છે. અનેક ઓનલાઇન સાઇટ્સ પર એસ 3 સ્માર્ટફોન 20 હજારથી 19 હજાર રૂપિયા સુધીમાં મળી રહ્યાં છે. કોરિયન કંપની સેમસંગે ગત અઠવાડિયે ગેલેક્સી એસ 3ની કિંમતોમા ઘટાડો કર્યો છે, ઘટાડા બાદ ફોનની કિંમત 25 હજાર રૂપિયા થઇ ગઇ હતી. ઓનલાઇન સાઇટ ફ્લિપકાર્ટ જૂના ફોનને એક્સચેંજ કરીને એસ 3માં 5400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
જ્યારે સેમસંગના ઓફીશિયલ ઇ સ્ટોરમાં એસ 3ની કિંમત 25 હજાર રૂપિયા છે. સેમસંગનો એસ 3 ભારતમાં સૌથી વધારે વેચાતો સ્માર્ટફોનમાનો એક છે. એસ 3 ઉપરાંત ગેલેક્સી ગ્રાંડ ક્વાટ્રોમાં પણ એક્સચેંજ ઓફર ચાલી રહી છે. બજારમાં ગ્રાંડ ક્વાટ્રોની કિંમત 16 હજાર રૂપિયા છે. જ્યારે ઓનલાઇન ઓફર હેઠળ ક્વાટ્રો 12,900 રૂપિયામાં મળી રહ્યો છે. તો જો તમે પણ આ દિવાળીમાં સેમસંગના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવવા માગો છો તો સેમસંગ એસ 3 અને ગ્રાંડ ક્વાટ્રો ખરીદી શકો છો.

ગેલેક્સી એસ 3ની સ્ક્રીન
ગેલેક્સી એસ 3માં 4.8 ઇંચની સુપર એચડી એમોલ્ડ ડિસપ્લે સ્ક્રીન આપવામાં આવી છે.

ડિઝાઇન
એસ 3ની ડિઝાઇન ઘણી આકર્ષક છે તેને કિનારા પર કર્વ શેપ છે, હેંડસેટમાં ત્રણ કલર ઓપ્શન ઉપલબ્ધ છે.

કેમેરા
એસ 3માં 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીડિયો કોલિંગ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે.

પ્રોસેસર
એસ 3માં 1.4 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર અને એન્ડ્રોઇડ આઇસક્રીમ સેંડવિચ ઓએસ આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ ક્વાટ્રોની સ્ક્રીન
સેમસંગ ગેલેક્સી ગ્રાંડ ક્વાટ્રોમાં 4.7 ઇંચની સ્ક્રીન આપવામા આવી છે, જે 480 x 800 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે.

ગ્રાંડ ક્વાટ્રોનો કેમેરા
ગ્રાંડ ક્વાટ્રોમાં 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે.

પ્રોસેસર અને ઓએસ
ફોનમાં 4.1.2 જેલીબીન ઓએસ અને 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
