સેમસંગ ઝેડ: સેમસંગનો પહેલો સ્માર્ટફોન, જેમાં હશે ટાઇજેન ઓએસ
ઘણી અફવાહ બાદ સેમસંગે ગયા મહિને પોતાના ટાઇજન ઓએસ સ્માર્ટફોનનો ખુલાસો કર્યો હતો, જે સેમસંગ ઝેડના નામથી આવનારા મહિનાઓમાં લૉન્ચ કરવામાં આવશે. જ્યારે સેમસંગે ડેવલપર માટે ટાઇજનનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરી દીધું છે જેથી તેઓ તેમાં પોતાની એપ્લિકેશન ટેસ્ટ કરી શકે. આ બિલકૂલ એવી રીતે જ કામ કરે છે જેમ કોઇ દવાને માર્કેટમાં લોન્ચ કર્યા પહેલા તેને કોઇના શરીરમાં ટેસ્ટ કરવામાં આવે છે.
આના માટે સેમસંગે એક રિમોટ ટેસ્ટ લેબ તૈયાર કરી છે, જેમાં ડેવલપર ઓનલાઇન ફ્રી પોતાની એપ્લીકેશન રન કરાવીને ટેસ્ટ કરી શકે છે. આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ એક પ્રકારે એવા કામ કરે છે, જેમ કે આપ ફોનમાં જ કોઇ એપ્લિકેશન ઇનસ્ટોલ કર્યા બાદ તેનો પ્રયોગ કરી રહ્યા હોય. જ્યા સુધી સેમસંગ ઝેડ માર્કેટમાં ના આવી જાય ત્યાં સુધી ઝેડનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ડેવલપર માટે ઓપન રહેશે.
સેમસંગ ઝેડના વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં સ્ક્રીન ટચ, હાર્ડવેર બટન કંટ્રોલ, સ્ક્રીન ક્વોલિટી કંટ્રોલ અને સ્ક્રીન કેપચરિંગ ઉપરાંત સ્ક્રીન સેશન શેરિંગ ઉપરાંત ફાઇલ એક્સેસ જેવા ઘણા અન્ય ફીચર આપવામાં આવ્યા છે.
સેમસંગ ટાઇજેન ઝેડમાં આપવામાં આવેલા ફીચર્સ...

એલટીઇ 4 સ્પીડ
4.8 ઇંચની એચડી એમોલ્ડ

2.3 ગીગાહર્ટ ક્વાડ કોર એપ્લિકેશન
ટાઇજેન 2.2.1 ઓએસ

8 મેગાપિક્સલ રિયર કેમેરા
2.1 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા

એસ હેલ્થ 3.0 ઓએસ
એમપી 3 ફોર્મેટ, એમ4 વી, 3જી 2, ડબ્લૂએમવી, એએસએફ, એવીઆઇ અને એફએલસી ફોર્મેટ સપોર્ટ

ફિંગરપ્રિંટ સેંસર
બ્લૂટૂથ 4.0

3 જીબી રેમ
16 જીબી ઇંટરનલ મેમોરી, 64 જીબી એક્સપેન્ડેબલ મેમોરી












Click it and Unblock the Notifications
