સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વની 10 ઉંચી પ્રતિમા
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ સરદાર વલ્લભભાઇ પટેલની 137મી જંયતિના અવસરે તેમની એક મૂર્તિનું શિલાન્યાસ કરવામાં આવ્યું. આ મૂર્તિ, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ આપવામાં આવ્યું છે, જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હશે. જો તમારા મનમાં અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આવી રહ્યું છે, તો અમે તેમને જણાવી દઇએ કે પટેલની પ્રતિમાં તેના કરતા પાંચ ગણી ઉંચી હશે. પ્રતિમાની ઉંચાઇ 182 મીટર એટલે કે 597 ફૂટ હશે.
પટેલની પ્રતિમા સરદાર પટેલ ડેમ પાસે નર્મદા નદીની વચ્ચે સ્થિત એક ટાપુ પર બનાવવામાં આવશે, જેમાં અંદાજે 2063 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રસ્તાવિત મૂર્તિનું નિર્માણ આગામી ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ મૂર્તિનું નિર્માણમાં લોખંડ અને સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે અને તેના ઉપર કાંસ્યની કોટિંગ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેમણે આ મૂર્તિ માટે દેશભરમાંથી લોખંડ એકઠું કરવાની વાત કરી છે.
આ મૂર્તિ માટે લોખંડને ગામેગામમાંથી એકત્ર કરવામાં આવશે. એક ગામમાંથી લોખંડનો એક ટૂકડો એકઠો કરવામાં આવશે, જેનો ભાર એક કિલોથી વધુ નહીં હોય, જેથી આ મૂર્તિ ખેડૂતોના ખૂન પસીનાની યાદ અપાવે અને દેશભરના ખેડૂતો એક હોવાનું પ્રતિક બને. દેશ ભરમાંથી જેટલું લોખંડ એકઠું થશે, તેને પિગળાવીને મૂર્તિમાં લેવામાં આવશે. જે ખેડૂતોનું લોખંડનો ટૂકડો મૂર્તિમાં લગાવી નહીં શકાય તેને મૂર્તિની ચારેકર બનનાર પરિસરમાં લગાવવામાં આવશે. જો ઓછું પડશે તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી લોખંડ લેવામાં આવશે.
આ મૂર્તિની સાથો-સાથ સરદાર સરોવર નિગમ પરિયોજના અંતર્ગત એ જ ક્ષેત્રમાં અંદાજે 400 ફૂટ ઉંચુ એક ડેક બનાવવામાં આવશે, જ્યાં એક સાથે 200 લોકો ઉભા રહીને આ મનોરમ દ્રશ્યનો લુત્ફ ઉઠાવી શકશે. આ ડેકથી સાત્પુડા અને વિંદ્યાચલના પર્વતોનો પણ નજારો જોવા મળશે.

સરદાર પટેલની પ્રસ્તાવિત મૂર્તિ
સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ સરદાર પટેલની આ મૂર્તિ 182 મીટર ઉંચી હશે એટલે કે 597 ફૂટ. આ મૂર્તિ નર્મદા નદીની વચ્ચે બનેલા એક ટાપુ પર બનાવવામાં આવશે. તેની આધારશિલા નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાખી.

સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ
ચીનમાં ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિ સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધમાં સ્થાપિત આ મૂર્તિની ઉંચાઇ 128 મીટર એટલે કે 420 ફૂટ છે. આ મૂર્તિની સ્થાપના વર્ષ 2002માં કરવામાં આવી હતી.

લેયક્યુન સેટક્યાર
2008માં સ્થાપિત ભગવાન બુદ્ધની આ મૂર્તિનુ નામ લેયક્યુન સેટક્યા છે અને તેની ઉંચાઇ 116મીટર એને 381 ફૂટ છે. આ મૂર્તિ 13.5 મીટર ઉંચા ચબુતરા પર રાખવામાં આવી છે, અને તેની કુલ લંબાઇ 130 મીટર છે.

ઉશિકુ દાયબુયત્સુ
જાપાનમાં ઉશિકુ દાયબુત્સુની મૂર્તિ 1995માં બનાવવામાં આવી. આ ભગવાન બુદ્ધની મૂર્તિ છે અને તેની લંબાઇ 110 મીટર એટલે કે 360 ફૂટ છે. આ એક સિંહાસન પર સ્થાપિત છે, જેની ઉંચાઇ 10 મીટર છે, એટલે કે તેની કુલ લંબાઇ 120 મીટર છે.

નાનશાન હાઇશાંગ
ગુનિયન 2005માં ચીનમાં બનાવવામાં આવેલી મૂર્તિ નાનશાન હાઇશાંગ ગુનિયનની ઉંચાઇ 108 મીટર છે. આ મૂર્તિ ભગવાન બુદ્ધના મંદિરમાં સ્થિત છે.

એમ્પરર યાન એંડ હુઆંગ
વર્ષ 2007માં રાજા યાન એંડ હુઆંગની મૂર્તિ બનાવવામાં આવી. આ મૂર્તિનું નિર્માણ ચીનના હેનાન શહેરમાં કરવામાં આવ્યું. જેની ઉંચાઇ 106 મીટર એટલે કે 348 મીટર છે.

સેંદઇ ડાઇકાનોન
1991માં જાપાનના સેન્દઇમાં સેંદઇ ડાઇકાનોનની મૂર્તિ બનાવવામાં આવી. જેની લંબાઇ 100 મીટર એટલે કે 330 ફૂટ છે.

કિયાંશુ કિયાંન
ચીનના હુનાન પ્રાંતમાં કિયાંશુ કિયાંન નામની મૂર્તિ ગુનિયન ઓફ વીશાને કરી છે. જેની ઉંચાઇ 99 મીટર છે. આ મૂર્તિ કાંસ્ય બની છે.

પીટર ધ ગ્રેટ સ્ટેચ્યું
રશિયાએ મોસ્કો શહેરમાં પીટર ધ ગ્રેટ મૂર્તિની સ્થાપના 1997માં કરવામાં આવી હતી. તેની ઉંચાઇ 96 મીટર છે.

ગ્રેટ બુદ્ધ ઓફ થાઇલેન્ડ
2008માં થાઇલેન્ડના આંગથોંગ શહેરમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ બનાવવામાં આવી, જેની ઉંચાઇ 92 મીટર એટલે 302 ફૂટ છે.

ડાઇ કન્નોન ઓફ કિટા
જાપાનમાં 1989માં ડાઇ કન્નોન ઓફ કિટાની મૂર્તિ બની, જેની ઉંચાઇ 88 મીટર છે.












Click it and Unblock the Notifications
