19 વર્ષ પછી શ્રાવણમાં બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ વખતે હશે 4 શ્રાવણના સોમવાર
ભગવાન શિવની આરાધનાનો પવિત્ર મહિનો શ્રાવણ આ વર્ષે શુભ સંયોગથી શરૂ થશે, શ્રાવણ મહિનો આ વર્ષે 28 જુલાઇથી શરૂ થશે.
ભગવાન શિવની આરાધનાનો પવિત્ર મહિનો શ્રાવણ આ વર્ષે શુભ સંયોગથી શરૂ થશે, શ્રાવણ મહિનો આ વર્ષે 28 જુલાઇથી શરૂ થશે. આ વર્ષનો શ્રાવણ મહિનો ખૂબ જ વિશિષ્ટ બનશે કારણ કે 19 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે શ્રાવણ મહિનો 28 અથવા 29 દિવસ નહીં પરંતુ પૂરા 30 દિવસ સુધી ચાલશે.

વાસ્તવમાં, આ વખતનો શ્રાવણ અધિકમાસના કારણે 30 દિવસ છે. દર ત્રણ વર્ષે એક વાર અધિકમાસ આવે છે. આ વખતે શ્રાવણમાં ચાર સોમવારના વ્રત હશે, પ્રથમ શ્રવણનો સોમવાર 30 જુલાઈએ છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં સોમવારે વ્રત રાખવાનું અને શિવલિંગ પર પાણી ચઢાવવાથી ઘરમાં સુખ -સમૃદ્ધિ આવે છે. ચાલો આપણે જાણીએ કે આ વખતે ક્યારે સોમવારના વ્રત હશે.
શ્રાવણનો મહિનો અને સોમવારની મુખ્ય તારીખો
આ વખતે શ્રવણનો મહિનો 28 મી જુલાઇથી શરૂ થશે જે 26 ઓગસ્ટના રોજ રક્ષાબંધનને સમાપ્ત થાય છે. આ વખતે આ શ્રાવણ મહિનાના ચાર સોમવાર હશે, જેની તારીખો આ છે -
શ્રાવણનો પ્રથમ સોમવાર 30 જુલાઈએ.
સોમવાર 6 ઓગસ્ટ 2018 ના રોજ શ્રાવણનો બીજો સોમવાર.
- 11 ઓગસ્ટ 2018: હરિયાળી અમાસ
- 13 ઓગસ્ટ 2018 ના રોજ શ્રાવણનો ત્રીજો સોમવાર અને હરિયાળી ત્રીજ.
- શ્રાવણનો છેલ્લો સોમવાર 20 ઓગસ્ટ ના દિવસે છે.
- 5 ઓગસ્ટના રોજ નાગપંચમીનો તહેવાર.
આ રીતે કરો પૂજા
- વહેલાં ઉઠી સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.
- પૂજા સ્થાનની સફાઈ કરો.
- શિવલિંગ પર જળ અને દૂધ અર્પિત કરો.
- ભોલેનાથની સામે આંખ બંધ કરી શાંતિથી બેસો અને વ્રતનો સંકલ્પ લો.
- સવારે અને સાંજે ભગવાન શંકર અને માં પાર્વતીની અર્ચના જરૂર કરો.
- ભગવાન શંકર સામે તલના તેલનો દીવો પ્રગટાવવો તથા ફળો અને ફૂલો અર્પિત કરો.
- ૐ નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરો.
- શિવલિંગ પર પંચામૃત, નારિયેર અને બીલીપત્ર ચઢાવો.
- શ્રાવણ સોમવાર વ્રત કથાનો પાઠ કરો અને બીજાને પણ વ્રત કથા સંભળાવો.
- પૂજાના પ્રસાદનું વિતરણ કરો અને સાંજે પૂજા કરી વ્રત ખોલો.
કુંવારાઓ માટે ખાસ
શ્રાવણના સોમવારે દરેકની મનોકામના પૂરી થાય છે, પણ જે લોકોએ લગ્ન કર્યા નથી,તો શ્રાવણના સોમવારે પૂજા કરવાથી તેમના લગ્ન જલ્દી થઇ જાય છે અને જેમના લગ્ન થઇ ગયા છે, તેને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપે છે.
મંગળ ગૌરી વ્રતથી થશે મંગળ
શ્રાવણ મહિનાની એક બીજી વાત ખાસ છે કે આ મહિનામાં મંગળવારનું વ્રત ભગવાન શિવની પત્ની દેવી પાર્વતી માટે કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવતા મંગળવારના વ્રતને મંગળ ગૌરી વ્રત કહેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
