
શરદ પૂર્ણિમા પર ખીર બની જાય છે અમૃત, જાણો આની પાછળનુ વૈજ્ઞાનિક કારણ
શરદ પૂર્ણિમાનુ ખાસ મહત્વ હોય છે. આ દિવસે ખીરને આખી રાત ચંદ્રમાની ચાંદનીમાં રાખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આખી રાત ખીરને ચાંદનીમાં રાખવાથી ખીર અમૃત સમાન બની જાય છે અને આ ખીરનુ સેવન કરવુ આરોગ્ય માટે લાભકારી હોય છે.

અમૃતમયી કિરણો
આ દિવસે આકાશમાંથી અમૃતમયી કિરણોનુ આગમન થાય છે. આ કિરણોમાં ઘણા પ્રકારના રોગો નષ્ટ કરવાની ક્ષમતા હોય છે. આ કિરણોથી બહારના શરીરને લાભ મળે છે તેમ શરીરની અંદરના અંગોને પણ લાભ મળે તેના માટે શરીરને ચંદ્રમાની ચાંદનીમાં રાખીને બાદમાં તેને ખાવામાં આવે છે. આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાની રાતે લોકો પોતાના ઘરની છત પર ખીર રાખે છે.

અમૃત સમાન બની જાય છે દૂધ
એમ પણ કહેવાય છે કે આ દરમિયાન ચંદ્ર સાથે જોડાયેલી દરેક વસ્તુ જાગૃત થઈ જાય છે. દૂધ પણ ચંદ્ર સાથે જોડાયેલુ હોવાના કારણે અમૃત સમાન બની જાય છે જેની ખીર બનાવીને તેને ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવે છે.

હવામાનમાં ફેરફાર
શરદ પૂર્ણામાથી હવામાનમાં પરિવર્તનની શરૂઆત થાય છે. આ તિથિ બાદ વાતાવરણમાં ઠંડક વધવા લાગે છે. શીત ઋતુનુ આગમન થાય છે. શરદ પૂર્ણિમાની રાતે ખીરનુ સેવન કરવુ એ વાતનુ પ્રતીક છે કે શીત ઋતુમા આપણેે ગરમ પદાર્થોનુ સેવન કરવુ જોઈએ કારણકે આ વસ્તુઓથી ઠંડક મળે છે.

પૌષ્ટિક પદાર્થોનુ સેવન
ખીરમાં દૂધ, ચોખા, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ નાખવામાં આવે છે કે જે શરીર માટે લાભકારી હોય છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. સારુ સ્વાસ્થ્ય મળે છે. આ ખીર જ્યારે પૂર્ણિમાએ બનાવીને ખાવામાં આવે તો તેના ગુણ બમણા થઈ જાય છે.

દમના રોગીઓ માટે અમૃત
દમના રોગીઓ માટે આ ખીર અમૃત સમાન હોય છે. શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રમાની ચાંદનીમાં ખીર રાખ્યા બાદ સવારે ચાર વાગ્યા આસપાસ દમના રોગીઓએ ખાઈ લેવી જોઈએ. માટે ડૉક્ટર્સ પણ દમના રોગીઓને ખીર ખાવાની સલાહ આપે છે.
સૌથી ખાસ હોય છે શરદ પૂર્ણિમાની રાત, આકાશથી વરસે છે અમૃત