મહાભારત સાથે જોડાયેલા રહસ્યમય તથ્યો

Posted By:
Subscribe to Oneindia News

આપણે દરેક મહાભારત અંગે વાંચ્યુ, સાંભળ્યું કે પછી ટીવી શ્રેણીમાં જોયું હશે. હાલ મહાભારત ટીવી શ્રેણી આવી રહી છે. જેમાં મહાભારત સાથે જોડાયેલી ઝીણવટ ભરી માહિતી રજૂ કરવામાં આવી રહી છે. તે છતાં મહાભારત સાથે જોડાયેલી એવી અનેક વાતો અને કથાઓ છે જે એક રહસ્ય છે. જેનો ભાગ્યે જ ક્યાંક ખુલાસો કરવામાં આવ્યો હશે. જેમ કે, આપણે બધા જાણીએ છીએ કે પાંચ પાંડવો ભાઇ હતા અને તેમની એક પત્ની હતી, જેનું નામ હતું દ્રોપદી. પરંતુ આપણામાંથી કેટલા જાણે છે કે, દરેક પાંડવોની પોતાની વ્યક્તિગત પત્નીઓ પણ હતી?

દ્રોપદીને પાંચ પતિ હતા એ અંગે આપણને ઘણું કહેવામાં આવ્યું છે અને આપણે વાંચ્યુ પણ છે, પરંતુ એ વાતનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, પાંડવોને અન્ય વ્યક્તિગત પત્નીઓ પણ હતી. આવી જ રીતે અનેક રહસ્યો મહાભારતમાં છૂપાયેલા છે. તેમાના કેટલાક અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

સૌથી પહેલા ભીમે લગ્ન કર્યા હતા

સૌથી પહેલા ભીમે લગ્ન કર્યા હતા

એ અર્જુન કે પછી યુધિષ્ઠિર નહોતા પરંતુ ભીમ હતા કે જેમણે પહેલાં લગ્ન કર્યા હતા. કૌરવો દ્વારા પાંડવોને મારી નાંખવા માટે ઘરમાં આગ લગાડ્યા બાદ, પાંડવો જંગલમાં જતા રહ્યાં હતા, એ દરમિયાન ભીમે બકા અને હિડમ્બા નામના રાક્ષસોને મારી નાંખ્યા હતા. હિડમ્બાની બહેન ભીમની શક્તિ અને શૌર્યતા પર વારી ગઇ હતી અને તેણે ભીમને પોતાના પતિ બનાવ્યા હતા. તેમના પુત્રનું નામ ઘટોત્ઘચ્છ હતું.

દ્રોપદીની ઇચ્છા

દ્રોપદીની ઇચ્છા

અન્ય એક રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે, દ્રોપદી પોતાના જન્મને લઇને ઘણી જ ચિંતિત હતી અને તેથી તે લગ્ન કરવા માગતી નહોતી. તેણે ધ્યાન શરૂ કર્યું. જે દરમિયાન ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યા. જેમાં દ્રોપદીએ પોતાના પતિ અંગેની કેટલીક ખૂબીઓ જણાવી અને એવા વ્યક્તિ સાથે લગ્ન થાય અને દ્રોપદીએ આ ઇચ્છા પાંચ વખત જણાવી. ભગવાન શિવે તેની ઇચ્છા પૂર્ણ કરી અને તેના લગ્ન પાંચ પાંડવો સાથે થયા.

અર્જુન પહેલી પસંદ

અર્જુન પહેલી પસંદ

પાંચાલ નરેશ દ્રુપદ ઇચ્છતા હતા કે દ્રોપદીના લગ્ન અર્જુન સાથે થાય અને એટલા માટે દ્રોપદીના સ્વયંવર માટે જ ફરતી માછલીને વિંધવાની વાત રાખવામાં આવી હતી, જે માત્ર અર્જુન જ કરી શકે તેમ હતો. જ્યારે કોઇ આ ટાસ્કને પૂર્ણ ના કરી શક્યું ત્યારે અર્જુન આવ્યો અને તેણે સહેલાયથી આ ટાસ્કને પૂર્ણ કરી લીધો. દ્રોપદીએ સ્વયંવર માળા અર્જુનને પહેરાવી હતી. આ વાતથી ક્ષત્રીયોને લાગ્યું કે આ તો ક્ષત્રીય રાજાઓનું અપમાન છે અને તેથી તેઓ દ્રુપદના મારી નાંખવા તૈયાર થયા, પરંતુ અર્જુન અને ભીમે હાજર રહેલા અન્ય ક્ષત્રીય રાજાઓ સાથે બાથ ભીડી. યુદ્ધ ત્યારે શાંત થયું જ્યારે ભગવાન કૃષ્ણએ દખલગીરી કરી.

ભગવાન અને યમ પણ હાજર હતા દ્રોપદીના લગ્નમાં

ભગવાન અને યમ પણ હાજર હતા દ્રોપદીના લગ્નમાં

અન્ય એક રહસ્ય એ પણ મહાભારત સાથે જોડાયેલું છે કે, જ્યારે દ્રોપદીના સ્વયંવર યોજાઇ રહ્યાં હતા ત્યારે માત્ર વિવિધ પ્રદેશના રાજાઓ અને રાજ કુમારો જ નહીં પરંતુ યમરાજ, દેવો અને ભગવાન પણ હાજર રહ્યાં હતા.

English summary
Everyone has heard or read about the epic, Mahabharat. While most of the things from the scripture is known and mentioned, there are a lot of secrets that were not revealed.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.