Selfish Partner: સ્વાર્થી પાર્ટનર સાથે રિલેશનશિપમાં કેવી રીતે આગળ વધવુ?
Selfish Partner: બે વ્યક્તિ એક કપલ તરીકે સંબંધમાં પ્રવેશે ત્યારે તેમાં પ્રેમ, ભરોસો, રોમાન્સ બધુ જ હોય છે પરંતુ ઘણી વખત લોકો એવા સંબંધમાં પણ પડી જાય છે, જે તેમના માટે ખોટા સાબિત થાય છે, જ્યાં તેમને ભાવનાત્મક રીતે ઘણુ સહન કરવુ પડે છે.
યોગ્ય જીવનસાથીની ગેરહાજરીને કારણે સંબંધ ઝેરી બની જાય છે. જેના કારણે તણાવ, ચિંતા, માનસિક સમસ્યાઓ જેવી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. સૌથી અગત્યની વાત એ છે કે હૃદયમાં જે ઘા પડી જાય તેની પીડા અસહ્ય બની જાય છે.

ઘણી વાર તમે સ્વાર્થી વ્યક્તિ સાથે સંબંધ બાંધી બેસો છો. જે તમારો શારીરિક અને આર્થિક તેમજ ભાવનાત્મક રીતે ઉપયોગ કરે છે. આવા લોકો તમારી સાથે દરેક પગલે જૂઠું બોલે છે અને તમને છેતરે છે. જ્યારે તેમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે તેઓ તમને છોડી દે છે. આવો જાણીએ કે આવા સ્વાર્થી લોકોને કેવી રીતે ઓળખી શકાય, તેમજ જો તમે આવી વ્યક્તિ સાથે હોવ તો તમે કેવી રીતે આ સંબંધને સંભાળી શકો-
1. સ્વાર્થી પાર્ટનર પર ધ્યાન આપવાના બદલે પોતાના પર ધ્યાન આપો
પોતાના પાર્ટનર પર ધ્યાન આપવાના બદલે હવે પોતાના પર ધ્યાન આપવાનુ શરુ કરો. હવે તમારે દરેક બાબતમાં તમારી જાતને પ્રથમ સ્થાન આપવું પડશે. તમે સ્વાર્થી પાર્ટનરથી તમારુ ધ્યાન હટાવવાનો પ્રયાસ શરૂ કરી દો. જો તે તેની જરૂરિયાતોને લઈને તમારી પાસેથી કંઈક માંગે તો તેને અવગણવાનુ શરૂ કરો. જે રીતે તમે તમારુ ધ્યાન, તમારા પૈસા તેના પર ખર્ચ કરતા હતા, હવે તમારા પોતાના પર ખર્ચ કરવાનું શરૂ કરો.
2. તમારી સાથે આવુ કેમ થયુ એ જાણવાનો પ્રયત્ન કરો
ઘણીવાર એવુ બને છે કે વાસ્તવિક સમસ્યા તમારા ભૂતકાળ સાથે સંબંધિત હોઈ શકે છે. જો તમારો પાર્ટનર તમારી સાથે સ્વાર્થી હોય તો તેનું કોઈ કારણ હોવુ જોઈએ, તે શોધવાનો પ્રયાસ કરો. તમે જુઓ કે તેના આવા વલણનું કારણ શું છે. તમે તમારા સ્વાર્થી જીવનસાથી સાથેના સંબંધને સમાપ્ત કરો તે પહેલાં, તમારે પહેલા તેની પાસેથી આ વર્તન વિશે જાણવું જોઈએ.
3. સ્વાર્થી બનો
તમારે તમારા માટે સ્વાર્થી બનવું પડશે, જો તમે એમ નહીં કરો તો તમે તમારી જાતને એક અંધારા માર્ગ પર લઈ જઈ રહ્યા છો જ્યાં માત્ર દુ:ખ અને પીડા છે. એટલા માટે તમારો સ્વાર્થી પાર્ટનર ભલે કંઈપણ કહે, તમને કંઈ પણ માંગે, પણ તમારે સ્વાર્થી બનવું પડશે, જો તમે આ નહીં કરો તો નુકસાન ફક્ત તમારુ જ છે.
4. પોતાની વેલ્યુ સાથે ફરીથી કનેક્ટ થાવ
ઘણી વખત તમે પોતે જ તમારા પાર્ટનરને વર્ચસ્વ જમાવવાનો મોકો આપો છો, જેનો તે ભરપૂર ફાયદો ઉઠાવે છે. પરંતુ તે તમને ક્યારેય યોગ્ય સલાહ આપતો નથી, ક્યારેય તમારા વખાણ કરતો નથી. જ્યારે તેને તમારી પાસેથી કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તે હંમેશા તમને સારુ કહેશે. તમે આ ખૂબ સારી રીતે અનુભવી શકો છો. તો આ પછી હવે તમારે તમારી વેલ્યુ ફરીથી સ્થિર કરવાની જરૂર છે. તમે તમારા મિત્રો સાથે સમય વિતાવો, તમને ગમે તેવી વસ્તુઓ કરો. પરિવાર સાથે સમય પસાર કરવાનું શરૂ કરો. તમારા સ્વાર્થી જીવનસાથીથી બને એટલુ દૂર રહેવાનો પ્રયાસ કરો.












Click it and Unblock the Notifications
