For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ વેક્સીન લગાવ્યા બાદ શારીરિક સંબંધ બનાવવો કેટલો સુરક્ષિત?

ચિકિત્સા વિશેષજ્ઞોનુ મંતવ્ય જાણીએ કે તે કોવિડ વેક્સીન લીધા બાદ ઈંટીમેટ રિલેશન વિશે શું કહે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટૂંક સમયમાં કોવિડ-19ના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. આ ડ્રાઈવમાં 18થી 45 વર્ષના લોકોને વેકસીન લગાવવામાં આવશે. આ રસીકરણ વિશે લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલો છે. કોરોના વેક્સીન માટે હજુ પણ લોકોના મનમાં શંકા છે. લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યા છે કે કોવિડ વેક્સીન લગાવ્યા બાદ શારીરિક સંબંધ બનાવવા સુરક્ષિત છે કે નહિ. હાલમાં આરોગ્ય મંત્રાલય તરફથી આના પર ગાઈડલાઈન્સ આવી નથી. એવામાં ચિકિત્સા વિશેષજ્ઞોનુ મંતવ્ય જાણીએ કે તે કોવિડ વેક્સીન લીધા બાદ ઈંટીમેટ રિલેશન વિશે શું કહે છે.

એક્સપર્ટસનુ મંતવ્ય

એક્સપર્ટસનુ મંતવ્ય

એક્સપર્ટસની માનીએ તો આ રસીની કોઈ દીર્ઘકાલીન અસર છે કે પછી તેની શારીરિક સંબંધ બનાવ્યા બાદ લોકો પર કોઈ પ્રભાવ હશે કે નહિ તેના પર કોઈ પ્રકારનુ ઠોસ મંતવ્ય આપવુ ઉતાવળ ગણાશે. આવી સ્થિતિમાં ફિઝિકલ રિલેશન બનાવતી વખતે સુરક્ષિત ઉપાયનો ઉપયોગ કરવો જ સારુ રહેશે. અમુક સમય માટે ફેમિલી પ્લાનિંગ પણ ટાળી દો. ઉલ્લેખનીય છે કે કોવેક્સીનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ ચાલી રહી છે અને તેમાં શામેલ થયેલ વૉલિંટિયર્સને ત્રણ મહિના સુધી ઈંટિમેટ રિલેશન દરમિયાન કૉન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. સાથે જ પુરુષ વૉલિંટીયર્સને વેક્સીન લગાવ્યા ના ત્રણ મહિના બાદ સુધી સ્પર્મ ડોનેટ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

અપનાવી શકો છો આ ઉપાય

અપનાવી શકો છો આ ઉપાય

આ મામલે પુરતી માહિતી ન હોવાની સ્થિતિમાં વિશેષજ્ઞો બચાવનો વિકલ્પ અપનાવવાની સલાહ આપી રહ્યા છે. વેક્સીન લગાવ્યા બાદ સંબંધ બનાવવા માટે કૉન્ડોમનો ઉપયોગ કરો. વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ કમસે કમ 2થી સપ્તાહ સુધી કપલ્સ માટે ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો સારો વિકલ્પ રહેશે.

મહિલાઓ રાખે વધુ સાવચેતી

મહિલાઓ રાખે વધુ સાવચેતી

જો મહિલાઓ વેક્સીન લગાવવાની છે તે એક વાર સ્ત્રી રોગ વિશેષજ્ઞની સલાહ લઈ શકે છે. બધા મહિલાઓની શારીરિક સ્થિતિ અને સ્વાસ્થ્યનુ સ્તર અલગ અલગ હોઈ શકે છે. એવામાં વેક્સીનની અસર આ સ્થિતિમાં કેટલી સુરક્ષિત છે તેના વિશે પણ હાલમાં પૂર્ણ માહિતી ન આપી શકાય. સરકાર તરફથી માત્ર ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને જ વેક્સીન ના લેવાની સલાહ આપવામાં આવી છે.

શું પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે? જાણો ડૉક્ટરનુ મંતવ્યશું પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે? જાણો ડૉક્ટરનુ મંતવ્ય

કોરોના વાયરસની સ્થિતિમાં શારીરિક સંબંધ

કોરોના વાયરસની સ્થિતિમાં શારીરિક સંબંધ

એક સંશોધનમાં એ વાત સામે આવી ચૂકી છે કે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સીમેનના જીવતો નથી રહી શકતો. એવામાં વ્યક્તિના પાર્ટનરને કોઈ પ્રકારનુ જોખમ નથી હોતુ. ચીનના વુહાનમાં આ અધ્યયન કોવિડ-19ના દર્દીઓ પર કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ શોધમાં માત્ર 34 લોકોને જ શામેલ કરવામાં આવ્યા હતા માટે મોટાપાયે આ પક્ષને જાણવાની જરૂર છે. એક્સપર્ટસની માનીએ તો વેક્સીન લગાવનારે 3થી 6 મહિના સુધી પાર્ટનર સાથે ફિઝિકલ રિલેશન બનાવવાથી બચવુ જોઈએ.

English summary
Sexual relationship after taking Covid Vaccine is safe or not?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X