'મને મારી શકો છો, મારા વિચારોને નહિ...', વાંચો ભગત સિંહના 10 અનમોલ વિચાર
ભગત સિંહે આઝાદીની લડાઈ દરમિયાન ઘણા નારા પણ આપ્યા જે ઈતિહાસના પાનાંઓમાં નોંધાયેલા છે. વાંચો અહીં.
નવી દિલ્લીઃ ભારતના મહાન સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહની 28 સપ્ટેમ્બરના રોજ 114મી જયંતિ છે. શહીદ ભગતસિંહની જયંતિ પર સહુ કોઈ તેમના બલિદાનને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભગતસિંહે ભારતની આઝાદી માટે માત્ર 23 વર્ષની ઉંમરે જીવ આપી દીધો હતો. ભગત સિંહને બ્રિટિશ શાસકોએ 23 વર્ષની ઉંમરે ફાંસીએ લટકાવી દીધા હતા. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બરના રોજ પંજાબ પ્રાંતમાં થયો હતો. આ ભાગ અત્યારે ભાગલા બાદ પાકિસ્તાનમાં છે. ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ ત્રણે સ્વતંત્રતા સેનાનીઓએ મળીને બ્રિટિશ શાસકોની ઉંઘ ઉડાડી દીધી હતી.

ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને આપી હતી ફાંસી
ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ પોલિસ અધિકારી જૉન સૉન્ડર્સની હત્યા માટે લાહોર ષડયંત્ર મામલે મોતની સજા સંભળાવી હતી. 23 માર્ચ, 1931ના રોજ પંજાબના લાહોર સેન્ટ્રલ ગૉલ જેલમાં ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહે પોતાના સાહસ અને દેશભક્તિથી ભારત આવતી ઘણી પેઢીઓને પ્રેરિત કરશે. ભગત સિંહે આઝાદીની લડાઈ દરમિયાન ઘણા નારા પણ આપ્યા જે ઈતિહાસના પાનાંઓમાં નોંધાયેલા છે.

આવો, જાણીએ ભગત સિંહના અનમોલ વિચાર
- 'ક્રાંતિ માનવ જાતિનો એક અવિભાજ્ય અધિકાર છે. સ્વતંત્રતા બધાનો એક અવિનાશી જન્મ અધિકાર છે.'
- 'એ મને મારી શકે છે પરંતુ તે મારા વિચારોને નહિ મારી શકે. તે મારા શરીરને કચડી શકે છે પરંતુ તે મારી આત્માને કચડી નહિ શકે.'
- 'મારો ધર્મ મારા દેશની સેવા કરવાનો છે.'
- 'જીવતા રહેવાની ઈચ્છા મારી પણ છે પરંતુ હું કેદમાં રહીને જીવન જીવવા નથી માંગતો.'
- 'હું એવો પાગલ છુ કે જેલમાં આઝાદ છુ.'
- 'કોઈ પણ ક્રાંતિ શબ્દની તેના શાબ્દિક અર્થમાં વ્યાખ્યા ન કરવી જોઈએ. આનો ઉપયોગ કે દુરુપયોગ કરનારાના હિતો મુજબ આ શબ્દના અલગ-અલગ અર્થ અને મહત્વને જવાબદાર ગણવામાં આવે છે. શોષણની સ્થાપિત એજન્સીઓ માટે આ લોહીની ભાવનાને જોડે છે, ક્રાંતિકારીઓ માટે આ એક પવિત્ર વાક્યાંશ છે.'

ભગતસિંહના નારા
- 'હું મહત્વાકાંક્ષા અને આશા અને જીવનના આકર્ષણથી ભરેલો છુ પરંતુ જરુરતના સમયે હું બધુ ત્યાગ કરી શકુ છુ.'
- 'બૉમ્બ અને પિસ્તોલથી ક્રાંતિ નથી થતી. ક્રાંતિની તલવાર વિચારોના પત્થર પર તેજ થાય છે.'
- 'લોકોને સ્થાપિત વસ્તુઓની આદત પડી જાય છે માટે પરિવર્તનના વિચારથી કાંપે છે. આ સુસ્તીની ભાવનાને ક્રાંતિકારી ભાવના દ્વારા સ્થાપિત કરવાની જરુર છે.
- 'મરીને પણ મારા દિલમાંથી વતનની ઉલફત નહિ નીકળે, મારી માટીમાંથી પણ વતનની જ સુવાસ આવશે.'
- 'આજે હું જે આગાઝ લખી રહ્યો છુ, તેનો અંજામ કાલે આવશે. મારા લોહીનુ એક-એક ટીપું ક્યારેક તો ઈંકલાબ લાવશે.'
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
