For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહીદ દિવસ: સૌથી પહેલા કાનપુરે કહ્યું હતું ભગતસિંહને શહીદ-એ-આઝમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા), શું આપને ખબર છે કે ભગત સિંહને સૌથી પહેલા શહીદ-એ-આઝમનું ખિતાબ કોણે આપ્યું હતું? ખરેખર ભગત સિંહને ફાંસીની સજા મળ્યા બાદ કાનપુરથી નીકળનાર 'પ્રતાપ' અને અલ્હાબાદથી છપાનાર 'ભવિષ્ય' જેવા અખબારોએ તેમના નામ આગળ શહીદ-એ-આઝમ લખવાનું શરૂ કર્યું હતું. ભગત સિંહ પોતે કાનપુરના અખબાર પ્રતાપમાં કામ કરતા હતા. કાનપુરથી ભગત સિંહનો અતૂટ સંબંધ છે.

bhagat singh
ભગત સિંહએ તો 'પ્રતાપ' અખબારમાં બલવંત સિંહના છદ્મ નામથી લગભગ અઢી વર્ષ કામ કર્યું. ચંદ્રશેખર આઝાદ સાથે ભગત સિંહની મુલાકાત વિદ્યાર્થીજીએ જ કાનપુરમાં કરાવી હતી.

કાનપુરમાં તેઓ હતા બલવંત સિંહ
કાનપુરના ઇતિહાસકાર અજીત તિવારી કહે છે કે ભગત સિંહે કાનપુરની એક શાળામાં અભ્યાસ કર્યો હતો. પ્રતાપમાં ભગત સિંહે હંમેશા નિર્ભીક અને નિષ્પક્ષ પત્રકારત્વ કર્યું હતું. પ્રતાપ પ્રેસ નજીક ભોંયરામાં પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું, જેમાં ક્રાંતિકારીઓનું સાહિત્ય તેમજ અન્ય પત્ર-પત્રિકાઓ ઉપલબ્ધ હતી.

bhagat singh
તિવારીએ જણાવ્યું કે ભગત સિંહ અત્રે બેસીને કલાકો સુધી વાંચતા રહેતા હતા. એટલે કે પ્રતાપ પ્રેસની બનાવટ જ એ પ્રકારની હતી કે જેમાં છૂપાઇને રહી શકાય એમ હતું. તેમજ પોલીસ તપાસ થવા પર એક મકાન પરથી બીજા મકાન પર સરળતાથી જઇ શકાતું હતું.

bhagat singh
રમખાણ કવર કર્યું
ગણેશ શંકર વિદ્યાર્થીના ક્રાંતિકારી અખબાર 'પ્રતાપ'માં નોકરી કરતી વખતે તેઓ દિલ્હીમાં સાંપ્રદાયિક રમખાણ કવર કરવા આવ્યા. તેઓ 1925માં પ્રતાપમાં નોકરી કરવા કાનપુર ગયા હતા. પીલખાનામાં પ્રતાપની પ્રેસ હતી. તેઓ તેની પાસે જ રહેતા હતા. તેઓ રામનારાયણ બજારમાં પણ રહ્યા. તેઓ નયા ગંજના નેશનલ સ્કૂલમાં પણ ભણ્યા.

કાનપુર સાથે જોડાયેલ રહેલ લેખક કમલેશ શુક્લા માને છે કે કાનપુરે ભગત સિંહની સાથે કાયદાથી ન્યાય નથી કર્યો. જે સ્થળે તેઓ રહેતા હતા કે કામ કરતા હતા કે ભણાવતા હતા, તેને પણ ભગતસિંહના નામ પર રખાયું નહીં.

English summary
Nation is recalling the memories of Bhagat Singh, Sukhdev and Rajguru. Kanpur was the city which called Bhagat Singh as Shaeed-e-Azam first. Bhagat singh also worked in Pratap newspaper of Kanpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X