Election Express: સાઉથનો સુપરસ્ટાર નાગાર્જુન પણ ભાજપમાં જોડાશે
ગાંધીનગર, 21 માર્ચ: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.
દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

નાગાર્જુન પણ ભાજપમાં જોડાશે
Upadate: 4:05 PM
અમદાવાદ: ભલે ટિકીટ વહેંચણીને લઇને ભાજપમાં કલેહ હોય, પરંતુ એ વાતની અવગણના ના કરી શકાય કે આખા દેશમાં ભાજપના પક્ષમાં માહોલ બનેલો છે. જી હાં તેલુગૂ ફિલ્મ સ્ટાર પવન કલ્યાણે ભાજપના સમર્થન બાદ હવે લોકપ્રિય અભિનેતા નાગાર્જુન પણ નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવી શકે છે. નાગાર્જુન આજે નરેન્દ્ર મોદીને મળવા માટે અમદવાદ સ્થિત તેમના ઘરે જઇ રહ્યાં છે.
તાજેતરમાં જ મોદી સાથે મુલાકાત કરનાર અભિનેતા પવન કલ્યાણે કહ્યું હતું કે તે કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવા માટે ગમે તેનું સમર્થન કરી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોકપ્રિય નેતાઓ ભાજપમાં આવવાથી પાર્ટીનો જનાધાર આંધ્ર પ્રદેશમાં વધી શકે છે.

..તો મોદીની સામે ચૂંટણી લડીશ: દિગ્વિજય સિંહ
Updade: 2.45pm
કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે વારાણસીથી ચૂંટણી લડવાની સંભાવના પર જણાવ્યું છે કે જો પાર્ટી ઇચ્છશે તો હું નરેન્દ્ર મોદીની વિરુધ્ધ ચૂંટણી લડીશ. દિગ્વિજયના જણાવ્યા અનુસાર અમે મોદીના વિકાસ મોડેલના દાવાને સાચા પરિપ્રેક્ષ્યમાં રાખ્યા છે. તેમણે મોદીની લોકપ્રિયતાનો શ્રેય મીડિયાને આપ્યો અને જણાવ્યું કે તેઓ એટલા મોટા નેતા નથી કે જેટલા આપે તેમને બનાવી દીધા છે.

જસવંત સિંહે અપક્ષ તરીકે બાડેમરથી ઉમેદવારી પત્ર ભર્યું
Update: 2:10
લોકસભાની ચૂંટણીમાં ટિકીટ ન મળતાં આધાત પામેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા જસવંત સિંહ હવે એકદમ આક્રમક વલણ દાખવવા લાગ્યા છે. તેમણે પોતાની પાર્ટીને પડકાર આપતાં કહ્યું હતું કે સોમવારે તે અપક્ષ તરીકે બાડમેરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમણે રાજનાથ સિંહ પર આરોપ લગાવતાં ભારપૂર્વક કહ્યું હતું કે તે કોઇ ફર્નિચર નથી કે ચૂંટણી બાદ તેમને કોઇ જગ્યાએ મુકી દેવામાં આવે.
તો બીજી તરફ ભાજપે કહ્યું છે કે પાર્ટી ઉમેદવાર પત્ર પરત લેવાની અંતિમ તારીખ સુધી રાહ જોશે. ત્યારબાદ પાર્ટી જસવંત સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.

નવી દિલ્હી
કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ભાજપ પર 'હર-હર મોદી'ને લઇને હુમલો કર્યો હતો. દિગ્વિજયે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર ટ્વિટ કરીને કહ્યું હતું કે હિન્દુઓનું સન્માન બચાવ્યું છે. તેમણે કહ્યું હતું કે શંકરાચાર્યના ઠપકા બાદ મોદીએ આ નારાએ પરત લઇ લીધો છે. તેમણે કહ્યું હતું કે મહારાજે હિન્દુઓનું સન્માન જાળવ્યું છે.

ગુડગાંવ
મીડિયા પર ફરી એકવર પ્રહાર કરતાં આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે મીડિયાનો મોટો ભાગ નરેન્દ્ર મોદીને પ્રોત્સાહન આપી રહ્યો છે અને કહ્યું હતું કે તેને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર, મુકેશ અંબાણી અને અદાણી સમૂહ દ્વારા નાણાંકીય મદદ મળી રહી છે.

અરવિંદ કેજરીવાલ
ભીમ નગર રામલીલા મેદાનમાં રેલીને સંબોધિત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'મોટાભાગના મીડિયા પ્રતિષ્ઠાન નરેન્દ્ર મોદીને પ્રોત્સાહન આપી રહ્યાં છે કારણ કે તે મીડિયા સેન્ટરોને તેમની પાસેથી (મોદી), મુકેશ અંબાણી અને અદાણી સમૂહ પાસેથી નાણાંકીય સહાય મળી રહી છે. આપના સંયોજક કેજરીવાલે કહ્યું હતું કે 'સચ્ચાઇ બતાવે કારણ કે દેશ ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે.

કેજરીવાલને 250થી વધુ કાર્યકર્તાઓએ સોંપ્યું રાજીનામું
આમ આદમી પાર્ટીને રવિવારના દિવસે મોટો ઝટકો લાગ્યો. આમ આદમી પાર્ટીના ગુડગાંવ કાર્યકારિણી સમિતિના 11 પદાધિકારી અને લગભગ 250થી વધુ કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલને રાજીનામું સોંપી દિધું.પાર્ટીના ગુડગાંવથી પૂર્વ સંયોજક રમેશ યાદવે આરોપ લગાવ્યો છે કે પાર્ટીની નીતિઓ બદલાઇ ગઇ છે. પાર્ટીએ જે મુદ્દાઓને લઇને દેશમાં એકતાનો સંદેશ આપવાનું શરૂ કર્યું હતું. હવે પોતે તેનાથી ભટકી ગઇ છે. પાર્ટીની પુરી તાકાત સીમિત લોકોના હાથમાં સોંપવામાં આવી છે. બધા પોતાની મનમાની કરી રહ્યાં છે.

જેડીયૂ નેતાએ કહ્યું: 'મોદીની નીતિઓ સારી લાગે છે'
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપ વિરૂદ્ધ નિશાન સાધનાર જેડીયૂના સુર નરમ પડવા લાગ્યા છે. જેડીયૂ નેતા સાબિર અલીએ કહ્યું છે કે કેન્દ્રમાં આગામી સરકાર તેની જ બનવી જોઇએ જેની નીતિઓ સારી હોય. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની નીતિઓ સારી લાગે છે. તેમણે કહ્યું હતું કે આ તો હવે જનતા જ નક્કી કરશે કે 2014ની લોકસભાની ચૂંટણી બાદ સરકાર કોની બનશે.

અજિત પવારે મોદી પર તાક્યું તીર
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશનું નેતૃત્વ કરવામાં સક્ષમ નથી એવો દાવો કરતાં અજિત પવારે તીર તાક્યું હતું. રાકાંપાના વરિષ્ઠ નેતા અજિત પવારે મોડી રાત્રે કહ્યું હતું કે તેમની પાર્ટી અને કોંગ્રેસ માટે બધી લોકસભા સીટ મહત્વપૂર્ણ છે, જેથી રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે. થાણે (સંજીવ નાઇક) અને કલ્યાણ (નંદ પરાંજપે)થી રાકાંપા ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા માટે અજિત પવારે પોતાના ભાષણમાં વારંવાર કહ્યું હતું કે કોંગ્રેસ અને રાકાંપા માટે દરેક સીટ મહત્વપૂર્ણ છે, જેથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
