For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહો આશ્ચર્યમ્, હવે કેરળમાં ખૂલશે સ્કિન બેન્ક!

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમ, 18 ઓક્ટોબર: પશ્ચિમી દેશોની જેમ જ ભારતમાં ચિકિત્સા સુવિધા સ્થાપિત કરનારા રાજ્ય કેરળમાં હવે સ્કિન બેન્ક ખોલવામાં આવશે. એક પ્લાસ્ટિક સર્જને જણાવ્યું કે બળેલા દર્દીઓને આ સ્કિન બેન્કની મદદથી સ્કિન પ્લાસ્ટિસર્જરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઇંગ્લેન્ડમાં કાર્ય કરી ચૂકેલા પ્લાસ્ટિક સર્જન એમ.એસ જયશેખર આ સમયે રાજ્યમાં એક સ્કિન બેન્ક સ્થાપિત કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. જયશેખરના અનુસાર આ સ્કિન બેન્ક ગંભીર રીતે સળગેલા દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે.

skin
જયશેખરે જણાવ્યું કે 'મેં ઇંગ્લેન્ડમાં સ્કિન સર્જરી કરવા માટે અનેક ઓપરેશન કર્યા છે. ગંભીર રીતે સળગનાર કોઇપણ દર્દીઓ માટે શરૂઆતના કેટલાંક દિવસો મહત્વપૂર્ણ હોય છે, તથા પ્લાસ્ટિક સર્જરીથી તેમને ઘણી રાહત મળી શકે છે. '

જયશેખરે જણાવ્યું કે સ્કિનદાન કરવા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આયોજિત એક સમારંભમાં એક સેવાનિવૃત્ત કર્મચારી ડી. બાબુ પૉલ પોતાની સ્કિન દાન કરવા માટે રાજી થઇ ગયા છે. જયશેખરે જણાવ્યું કે આજે લોકોને એ વાત માટે પણ જાગૃત કરવાની જરૂરિયાત છે કે શરીરના અન્ય અંગોની જેમ જ સ્કિન પણ દાન કરી શકાય છે.

English summary
Plastic surgeon Dr Jayasashekar wants to set up skin bank in Kerala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X