આ સ્માર્ટ પદ્ધતિથી કરો તમારા લફરાબાજ પતિની જાસૂસી!!!
ગાંધીનગર, 26 સપ્ટેમ્બર: તમે લાગે છે કે તમારા પતિ તમને દગો આપી રહ્યાં છે તો તમને તેમની જાસૂસીનો પૂરો હક છે. જાસૂસી કરવાથી વાત સરળતાથી સામે આવી જાય છે અને દિવસનો શક દૂર થઇ જાય છે. એવું નથી કે ફક્ત મહિલાઓ જ પતિની જાસૂસી કરે છે અથવા કરાવે છે, પરંતુ કેટલાક પતિ પણ છે જેમને વિશ્વાસઘાતનો ડર સતાવે છે.
પરણિત મહિલાઓ જેમને પોતાના પતિની ચાલચલગત પર જરા પણ શંકા થવા લાગે છે, તે પ્રાઇવેટ જાસૂસોની મદદથી સચ્ચાઇને સામે લાવવાનો પુરો પ્રયત્ન કરે છે. જો તેમને થોડો અંદેશો લાગે છે કે તેમનો પતિ તેમની ગેરહાજરીમાં કોઇ છોકરીને ઘરે લાવે છે તો, તે બેડરૂમ અથવા બેઠકરૂમમાં સ્પાઇ કેમેરા પણ લગાવી દે છે.
આજની મહિલાઓને મૂર્ખ બનાવવી ખૂબ કઠીન છે. જાસૂસી કરવાથી ના ફક્ત તમારી શંકાને હકિકતમાં બદલી શકાય પરંતુ જો તમારા પતિ ખરેખર સાચા નિકળ્યા તો, તમારી ખુશીનું ઠેકાણું નહી રહે. જો તમને તમારા પતિ પર શંકા હો થઇ રહી હોય તો, તમે અમારી આ ટિપ્સને અજમાવો અને આવા પતિની જાસૂસી કરો.

તેમના મિત્રોના ટચમાં રહો
આ ખૂબ જ જરૂરી છે કે તમે તેમના મિત્રોને જાણો જેથી તમને જાણ રહે કે તમારા પતિનું અફેયર કોની સાથે ચાલે છે. તમારે તેમના બધા મિત્રો સાથે બિલકુલ મિત્રતાભર્યો વ્યવહાર રાખવો જોઇએ જેથી તમે જો તેમને ગમે ત્યારે કોલ કરો તો તેમને તમારા પર શંકા ન થાય.

ઓફિસના લેંડલાઇન પર કોલ કરો
તેમની ઓફિસના લેંડલાઇનનો નંબર રાખો અને તેમને બ્લેંક કોલ કરો. જેથી ખબર પડશે કે તે ઓફિસમાં રહે છે કે નહી.

તેમના માતા-પિતા સાથે વાતચીત કરો
હંમેશા તેમના માતા-પિતા સાથે પોતાની સાઇડ રાખવાનો ભરપૂર પ્રયત્ન કરો. તેમની સાથે હંમેશા સંપર્કમાં રહો જેથી તમે જાણી શકશો કે તમારા પતિ તમારા વિશે તેમની સમક્ષ શું-શું ઝુઠ્ઠું બોલે છે.

તેમના ઇ-મેલ પાસવર્ડ ક્રેક કરો
કેટલાક લોકો પોતાના પાસવર્ડને પોતાના કોમ્પ્યુટર પર બેદરકારીપૂર્વક સેવ કરી દે છે. માટે તમારા માટે તેમના મેલનો પાસવર્ડ હેલ કરવો કોઇ મોટી વાત નથી. હવે તમારે તેમના અનરીડ મેલ્સ અને મેસેજ ખોલવાથી બચવું પડશે.

તેમના કપડાંની સફાઇ પોતે કરો
તેમના કપડાઓની સફાઇ કરવાથી તમને કપડાંમાંથી વધેલા પૈસા તો મળશે સાથે તેમાંથી કોઇ મહિલાના વાળ, લિપસ્ટિકના દાગ અથવા પરફ્યૂમની સુગંધ હશે તો પણ તેમને પકડી શકશો

બોલાવ્યા વિના લંચ પર પહોંચી શકો
તમારી આદત બનાવી લો કે જ્યારેપણ લંચનો સમય હોય, તમે તમારા પતિના ઓફિસે પહોંચી જાવ. જેથી તમે તેમના કરેલા પ્લાનિંગ પર પાણી ફેરવી વાળશો.

ક્યારેક વ્યક્ત ન કરો કે તમે તેમની જાસૂસી કરી રહ્યાં છો
જો તે ગઇકાલે રાત્રે ઘરે નથી આવ્યા તો, તેમને સીધું ક્યારેય ન પૂછો કે તે ક્યાં હતા. આથી તે સમજી જશે કે તમે તેમની જાસૂસી કરી રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
