For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેન વિ માનવઃ આ લોકોએ કંઇક આ રીતે આપી મોતને હાથતાળી

By Super
|
Google Oneindia Gujarati News

આપણે સમાચાર ચેનલ્સ અથવા તો સમાચાર પત્રો વાંચતા હોઇ છીએ ત્યારે સમયાતંરે આપણી સામે ટ્રેન ટ્રેક પર સર્જાયેલા અકસ્માતના સમાચારો વાંચવા મળી જતા હોય છે. જેમાં કેટલાક નસીબ બળિયા હોય છે કે જેઓ મોતને હાથતાળી આપવામાં સફળ નીવડે છે, પરંતુ કેટલાકની કિસ્મત સારી નથી હોત અને તેઓ મોતને ભેટી જાય છે. જો કે આવી ઘટનાઓમાં ક્યારેય ટ્રેક ક્રોસ કરવા જઇ રહેલા માનવીઓનો તો ક્યારેક ટ્રેન પ્રસાશનની ભૂલ હોવાનું બહાર આવી જાય છે.

જો કે અહીં વાત ભારતમાં થતી આવી ઘટનાઓ અંગે નહીં પર છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયામાં થયેલી ઘટનાઓ અંગે કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં એવા ઘણા નસીબના બળિયા માનવી ઓસ્ટ્રેલિયામાં જોવા મળી ગયા કે જેમણે મોતને હાથતાળી આપી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ક્યાં અને કેવી રીતે આ લોકોએ આપી મોતને હાથતાળી.

રેલવે ટ્રેક પર પડ્યા વૃદ્ધ

રેલવે ટ્રેક પર પડ્યા વૃદ્ધ

આ ઘટના તાજેતરની જ છે, 5 નવેમ્બરના રોજ મેલબોર્ન રેલવે ટ્રેક પર એક 88 વર્ષિય વૃદ્ધ ટ્રેન આવી તેના અલ્પ સમય પહેલા જ ટ્રેક પર પડ્યા હતા, જો કે સદભાગ્યે ટ્રેન તેમની નજીક આવી ત્યારે ઉભી રહી ગઇ હતી અને તેમનો જીવ બચી ગયો હતો.

બાળકનો ચમત્કારિક બચાવ

બાળકનો ચમત્કારિક બચાવ

એક સીસી ટીવી ફૂટેજ ફરતી થઇ હતી, જેમાં એક બાળકનો ટ્રેન ટ્રેક પર કેવી રીતે આબાદ બચાવ થયો તે દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે એ બાળક ટ્રેન ટ્રેક પર પડ્યો ત્યારે તેના પરથી ટ્રેન પસાર થઇ ગઇ હતી, પરંતુ એ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

મહિલાનો આબાદ બચાવ

મહિલાનો આબાદ બચાવ

એક મહિલા ટ્રેન પહોંચી તે સમયગાળા દરમિયાન રેલવે ટ્રેક પર ફસાઇ ગઇ હતી, જેને બચાવવા માટે બે યુવકો દોડ્યા હતા અને મહિલાને કોઇ હાની પહોંચે તે પહેલા તેને બચાવી લીધી હતી. આ બે યુવકોએ પોતાના જીવને જોખમમાં મુકીને પણ મહિલાને આબાદ બચાવી હતી.

મોત સાથે હાથતાળી

મોત સાથે હાથતાળી

એક વ્યક્તિ ફૂલ સ્પીડ જતી ટ્રેનમાં ટિંગાઇ ગયો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, પરંતુ તે જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જોકે રેલવે પ્રશાસન તરફથી તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

મોતની નજીક

મોતની નજીક

એક સાઇકલ સવાર દ્વારા તેને આપવામાં આવેલી તમામ સુચનાઓને અવગણીને ટ્રેક પર જતો રહ્યો હતો. જે કે તેનો પણ આબાદ બચાવ થયો હતો.

ટ્રેન વિ. કાર

ટ્રેન વિ. કાર

પોલીસને હાથે લાગેલી એક વીડિયો ફૂટેજમાં જણાઇ આવે છે કે, એક કારને બે ટ્રેન દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જોકે આ કારમાં સવાર મહિલાને માત્ર હાથના ભાગે જ ઇજા પહોંચી હતી અને તેનો આબાદ બચાવ થયો હતો.

ટ્રેનની બહાર માથુ કાઢ્યુ

ટ્રેનની બહાર માથુ કાઢ્યુ

એક ટ્રેનમાં એક યુવતી અને તેના મિત્રો પસાર થઇ રહ્યાં હતા. જેમાના એક મિત્રએ યુવતીને ટ્રેનની બહાર માથુ કાઢીને તસવીરો પડાવવા માટે કહ્યું હતું, યુવતીએ એવું જ કર્યું પરંતુ તે જ સમયે એક પૂર ઝડપે દોડતી ટ્રેન ત્યાં આવી ચઢી હતી, જો કે યુવતીએ સમય સુચકતા સાથે માથું અંદર લઇ લીધું હતું અને તેનો આબાદ બચાવ થયો હતો.

English summary
Here is some craziest death moments with human and train
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X