For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Online Dating: વર્ચ્યુઅલ ડેટિંગ દરમિયાન આ ભૂલો ન કરશો નહિતર પસ્તાવુ પડશે

ઑનલાઈન ડેટિંગ કરતી વખતે લોકો અમુક ભૂલો કરી બેસે છે જેના કારણે બાદમાં તેમને પસ્તાવુ પડે છે. તો ચાલો, આજે અમે તમને અમુક ભૂલો વિશે જણાવી રહ્યા છે...

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઑનલાઈન ડેટિંગનુ ચલણ હમણાથી ઘણુ વધી ગયુ છે. એવા ઘણા લોકો છે જે સ્વભાવે ખૂબ શર્મીલા હોય છે તેમને સામ-સામે કોઈ સાથે વાત કરવામાં સમસ્યા થાય છે. તેમની સાથે ઑનલાઈનલ ડેટિંગ કે વર્ચ્યુઅલ ડેટિંગ કરવી ચોક્કસ એક સારો વિકલ્પ છે. આનાથી તમે પોતાના ઘરમાં કમ્પ્યુટર કે મોબાઈલ સામે બેસીને કોઈ બીજા વ્યક્તિ સાથે એક રિલેશનને આગળ વધતો જોઈ શકો છે. જો કે ઑનલાઈન ડેટિંગ કરતી વખતે અમુક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ઑનલાઈન ડેટિંગ કરતી વખતે લોકો અમુક ભૂલો કરી બેસે છે જેના કારણે બાદમાં તેમને પસ્તાવુ પડે છે. તો ચાલો, આજે અમે તમને અમુક ભૂલો વિશે જણાવી રહ્યા છે...

પ્રોફાઈલને રિચેક ન કરવી

પ્રોફાઈલને રિચેક ન કરવી

ઈન્ટરનેટ, ડેટિંગ વેબસાઈટ અને એપ્સ દરેક માટે ઓપન છે અને માટે અહીં ચીટિંગની સંભાવના ઘણી વધી જાય છે. આવી વેબસાઈટ પર ઘણા બધા નકલી પ્રોફાઈલ અને ઈનફોર્મેશન છે જેના કારણે તમારા શિકાર થવાની સંભાવના ઘણી વધુ હોય છે. માટે કોઈ પણ પ્રોફાઈલના માધ્યમતી નેવિગેટ કરતી વખતે સ્માર્ટ રહેવુ ખૂબ જરૂરી છે. હંમેશા એ સુનિશ્ચિત કરો કે પ્રોફાઈલ વાસ્તવિક છે કે નહિ.

વધુ પડતુ એડિટિંગ કરવુ

વધુ પડતુ એડિટિંગ કરવુ

એ સાચુ છે કે ઑનલાઈન દુનિયામાં આપણે બધા વધુમાં વધુ બેસ્ટ દેખાવા માંગીએ છીએ. જેના કારણે આપણે ઘણી વાર આપણા એવા ફોટા પોસ્ટ કરીએ છીએ જેવા આપણે વાસ્તવમાં નથી હોતા. વાસ્તવમાં કોઈ પણ ફોટાને પોસ્ટ કરતા પહેલા આપણે એને એડિટ કરીએ છીએ. પરંતુ બીજુ પાંસુ એ પણ છે કે આપણે પણ બીજાના ઑનલાઈન ફોટાને જોઈએ છીએ જે એ લોકો પોસ્ટ કરે છે. જેના કારણે આપણા મનમાં એક ધારણા પહેલાથી બની જાય છે અને જો બાદમાં સચ્ચાઈ અલગ હોય તો નિરાશા થાય છે માટે પોતાના નકલી કે બહુ વાસ્તવિક ફોટા લગાવવાનુ ટાળો. આ માત્ર બીજાથી પોતાની સચ્ચાઈને છૂપાવવુ છે.

પ્રોફાઈલ વિશે ખોટુ બોલવુ

પ્રોફાઈલ વિશે ખોટુ બોલવુ

અમે કહ્યુ એ મુજબ ઑનલાઈન દુનિયામાં આપણે ખુદને કોઈ પણ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ પરંતુ પોતાના પ્રોફાઈલ વિશે ખોટુ બોલવાથી તમે ક્યાંય નહિ પહોંચી શકો. પોતાના દેખાવ વિશે કે પોતાના વ્યક્તિત્વ વિશે ખોટુ ના બોલો. કોઈ બીજા તરફ જોવુ કે પછી પોતાના વિશે ખોટુ બોલવાથી ખરેખર અમુક લોકો પોતાના તરફ આકર્ષિત થઈ શકે છે પરંતુ જેવુ તમે પોતાની સચ્ચાઈ સામેવાળા પર વ્યક્ત કરવાનુ શરૂ કરો છો તો લાંબા સમય સુધી તમારી સાથે રહેવાનુ પસંદ નહિ કરે. માટે જે ક્ષણે તમે વર્ચ્યુઅલ પ્લેટફૉર્મ પર કોઈની સાથે જોડાવ છો તો કોશિશ કરો કે તમે પોતાના અને બીજા પ્રત્યે સાચા રહો.

English summary
Some Online Dating mistakes that should be avoided. Know everything about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X