ક્યારેક શોખ માટે લાવવામાં આવેલા સસલાઓએ પુરા દેશ પર કબ્જો કરી લીધો, જાણો શું છે પુરી ઘટના?
તમે ઘણી એવી ઘટનાઓ જોઈ હશે જેમાં આયોજન સાથે ઉભી કરેલી સ્થિતી વણસી જાય અને ગંભીર પરિણામો ભોગવવા પડે. આવી જ એક ઘટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા સાથે બની છે.
દુનિયાના ઘણા દેશો વધતી વસ્તીથી પરેશાન છે ત્યારે ઓસ્ટ્રેલિયા દેશમાં વધી રહેલી સસલાની સંખ્યાથી પરેશાન છે. આ સસલાઓને ક્યારેક એક વ્યક્તિ શિકાર માટે લાવ્યો અને હવે દેશ પર કબ્જો કરી લીધો છે.

તમને જાણીને વધુ નવાઈ લાગશે કે ઓસ્ટ્રેલિયામાં સસલાની સંખ્યા 20 કરોડની આસપાસ પહોંચી ગઈ છે તે કોઈ સ્થાનિક પ્રાણી પણ નથી. એક સમયે 24 યુરોપિયન સસલાંઓને અહીં શિકાર માટે લાવવામાં આવ્યા હતા.
આ પછી આ સસલાઓએ વસ્તી એટલી ઝડપથી વધારી દીધી કે આજે પણ આખું ઓસ્ટ્રેલિયા તેના આતંકથી પરેશાન છે. ક્યૂટ ગણાતા સસલા અહીં એક મોટી સમસ્યા બની ગયા છે.
આ કહાની 1859 થી શરૂ થાય છે. આ વર્ષે ક્રિસમસ પર 24 યુરોપિયન સસલા ઈંગ્લેન્ડથી આવતા જહાજમાં આવ્યા હતા. તે થોમસ ઓસ્ટિન નામના વ્યક્તિ માટે ઈંગ્લેન્ડથી ભેટ તરીકે મેલબોર્ન પોર્ટ પર પહોંચ્યા હતા. ઓસ્ટિન ઈંગ્લેન્ડનો રહેવાસી હતો અને તેના માટે લાવવામાં આવેલા સસલામાં જંગલી અને પાળેલા સસલાંનો સમાવેશ થતો હતો.
કહેવાય છે કે તે આ સસલાંઓને શિકાર માટે લાવ્યો હતો. હવે સત્ય ભલે ગમે તે હોય પરંતુ આગામી 3 વર્ષમાં આ સસલાંઓએ તેમની સંખ્યા હજારોમાં વધારી દીધી અને દરેક જગ્યાએ તેમનો આતંક ફેલાઈ ગયો. વૃક્ષો, છોડ અને પાક ઉપરાંત આ જીવોએ લોકોનું જીવન પણ મુશ્કેલ બનાવી દીધુ. ઇતિહાસમાં સસ્તન પ્રાણીઓનું આ સૌથી ઝડપી વસાહતીકરણ માનવામાં આવે છે.
એક રિસર્ચ અનુસાર, સસલાંઓને ઈંગ્લેન્ડથી મેલબોર્ન પહોંચવામાં 80 દિવસનો સમય લાગ્યો અને તે દરમિયાન તેઓનું સંવર્ધન થયું. જો તે દર વર્ષે 100 કિલોમીટરના દરે ફેલાય છે તો તેમની વસ્તી 50 વર્ષમાં 13 ગણી વિસ્તાર સુધી પહોંચી જાય છે.
હવે સ્થિતિ એવી છે કે સસલાના કારણે 1600 કરોડ રૂપિયાનું ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે. 1878-79 દરમિયાન તેના કારણે પ્લેગ ફેલાયો હતો અને સંસદમાં રેબિટ્સ ન્યુસન્સ સપ્રેશન બિલ પણ લાવવામાં આવ્યું હતું.
એ અલગ વાત છે કે આજદિન સુધી તેમની કાયમી સારવાર મળી નથી. તેમના માટે જૈવિક વાયરસ પણ બનાવવામાં આવ્યો પરંતુ તે પણ તેમને કંઈ ન કરી શક્યો.












Click it and Unblock the Notifications
