Stone Pelting On Train : ચાલુ ટ્રેનને પથ્થર મારનારાને કેટલી સજા થાય? જાણો શું કહે છે કાયદા?
Stone Pelting On Train : હાલમાં જ બિહારમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકાયાની ઘટના સામે આવી છે. આ પહેલી વખત નથી કે આવી ઘટના બની હોય. ભારતમાં આવી ઘણી ઘટના બનતી રહે છે.
અહીં સવાલ એ થાય કે આવી ઘટનાઓને અંજામ આપનારા પર કોઈ કાર્યવાહી થાય કે નહીં? અને તેના માટે કેવા કાયદા અમલમાં છે?

ભારતમાં ટ્રેનો પર આ પથ્થરમારાના કારણે ઘણા લોકો ઘાયલ પણ થાય છે ત્યારે જો કોઈ વ્યક્તિ ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરે અથવા કોઈ પણ રીતે ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તો તેની સામે રેલવે એક્ટની કલમ 153 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જો આ કલમ હેઠળ કોઈની સામે કાર્યવાહી કરવામાં આવે તો દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે. માર્ચ 2023માં રેલવેએ આ મામલામાં 39 લોકો સામે કાર્યવાહી પણ કરી હતી. માર્ચ 2023 માં તેલંગાણામાં ઘણી જગ્યાએ વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દક્ષિણ મધ્ય રેલવેએ આ બાબતોને ગંભીરતાથી લીધી હતી અને 39 લોકોની ઓળખ કરીને ધરપકડ કરી હતી.
અહેવાલો અનુસાર,, રેલવે પ્રોટેક્શન ફોર્સે આરોપીઓની ધરપકડ બાદ કહ્યું હતું કે પથ્થરમારો કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 17 વર્ષ સુધીના બાળકો પણ સામેલ હતા.












Click it and Unblock the Notifications
