For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે કરવામાં આવે છે સાપોની દેવી મનસાની પૂજા?

|
Google Oneindia Gujarati News

મનસા દેવી, સાપોની દેવી તરીકે જાણીતાં છે અને તેમની પૂજા ખાસ કરીને બંગાળ અને નોર્થ-ઇસ્ટર્ન રાજ્યોમાં કરવામાં આવે છે. તેઓ એવું માને છે કે માતા મનસા એ છે કે જેઓ પૃથ્વી પરના બધા જ સાપોને નિંયત્રિત કરે છે અને જો કોઇ સાપ કરડે તો તેમની પૂજા કરવાથી સારવાર થઇ જાય છે. આ ઉપરાંતા યશ અને સમૃદ્ધિ માટે પણ માતા મનસાની પૂજા કરે છે.

પૌરાણિક કથન અનુસાર માતા મનસાએ ભગવાન શંકરના પુત્રી છે. તેમજ કેટલાક કહે છે કે તેઓ ઋષિ કશ્યપના પુત્રી છે જે શિવ સાથે જોડાયેલા છે. તે વાસુકીની બહેન અને ઋષિ જરાત્કારુની પત્ની છે. તેમના પિતૃત્વને લઇને ભ્રમ હોવાના કારણે માતા મનસા દેવીએ તમામ હકોથી વંચિત છે જે અન્ય દેવી દેવતાઓનો મળે છે. જે લોકો તેમની પૂજા કરતા હોય અને પછી તેમની પૂજા કરવાનું બંધ કરી દે એ લોકો માટે માતા મનસા દેવી ઘણા જ ખતરનાક છે. તો ચાલો તસવીરો થકી જાણીએ સાપોની દેવી મનસા દેવી અંગે.

પિતૃત્વ અંગે ભ્રમ

પિતૃત્વ અંગે ભ્રમ

પૌરાણિક કથાઓ અનુસાર મનસા દેવીના પિતૃત્વને લઇને અનેક ભ્રમો છે, કેટલાક લોકો એવું માને છે કે તેઓ ઋષિ કશ્યપના પુત્રી છે, કેટલાક એવું માને છે કે તેઓ ભગવાન શિવના પુત્રી છે. પરંતુ એક બહુ પ્રચલિત સ્ટોરી એ છે કે તેમનો જન્મ ઋષિ કશ્યપના મગજથી થયો હતો અને તેથી તેમનું નામ મનસા રાખવા આવ્યું, જેનો અર્થ થાય છે, મગજમાંથી જન્મેલા.

પતિ દ્વારા તરછોડાયા

પતિ દ્વારા તરછોડાયા

પુરાણો અનુસાર દેવી મનસાના લગ્ન ઋષિ જરાત્કારુ સાથે કરવામા આવ્યા હતા, જે સમયે તેમણે એક શરત મુકી હતી. જરાત્કારુએ કહ્યું હતું કે, જો મનસા જો ક્યારેય પણ તેમનો અનાદર કરશે તો તેઓ મનસા છે છોડી દેશે. એક વાર દેવી મનસાને જરાત્કારુને ઉઠાડવામાં મોડું થઇ ગયું અને જેના કારણે જરાત્કારુ સવારની પ્રાર્થનામાં મોડા પડ્યાં. જેના કારણે તે ઘણા જ ગુસ્સે ભરાયા અને તેમણે મનસાને તરછોડ્યા. બાદમાં તેઓ ફરી એક થયા અને તેમના અસ્તિકા નામનો પુત્ર થયો હતો.

શક્તિશાળી દેવી

શક્તિશાળી દેવી

માતા મનસાને સાપોની દેવી માનવામાં આવે છે. બંગાળના સ્થાનિકો અનુસાર મનસાએ એકવાર ભગવાન શિવને ખતરનાક ઝેરથી બચાવ્યા હતા. તેઓ પોતાના ભક્તોને ઘણો જ પ્રેમ કરે છે અને જે તેમની પૂજા કરવાનું અવગણે છે તેમના પર તે પ્રકોપ પણ કરે છે.

સાપોની દેવી

સાપોની દેવી

મનસાને સાપોની દેવી કહેવામાં આવે છે, તેઓ એક કમળ પર બેસે છે, જે સાત કોબરાથી ઘેરાયેલા હોય છે.

કયારે કરવામાં આવે છે પૂજા

કયારે કરવામાં આવે છે પૂજા

દેવી મનસાની પૂજા સૌથી વધારે વરસાદના સમયમાં કરવામાં આવે છે. તેમની પૂજા ખાસ કરીને પ્રજનન શક્તિ, સાપના કરડવા અને ચિકન પોક્સ, સ્મોલ પોક્સ જેવા રોગો દરમિયાન કરવામાં આવે છે.

English summary
Manasa Devi is also known as the snake Goddess who is worshipped mainly in Bengal and other North-Eastern states of India. It is believed that Goddess Manasa is the one who controls all the snakes on Earth and a snake bite can be cured by worshipping Her. People also worship Goddess Manasa for fertility and prosperity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X